PHOTOS

બોલીવુડ અભિનેત્રીઓનો નવો ડ્રેસકોડ, NCB ઓફિસ જાઓ...તો આ કપડાં પહેરવા જરૂરી!

બોલીવુડની અનેક હસ્તીઓ હવે NCB તપાસના ઘેરામાં આવી ગઈ છે. 

Advertisement
1/9
દીપિકા પાદુકોણ
દીપિકા પાદુકોણ

સામાન્ય રીતે તો આ અભિનેત્રીઓ ગ્લેમરસ લૂકમાં જોવા મળે છે પરંતુ જ્યારે એનસીબીએ તપાસ માટે બોલાવ્યા તો આ તમામ સ્ટાર્સ સાદા કપડામાં જોવા મળ્યા. અભિનેત્રી દિપીકા પાદુકોણ પણ ભારતીય પોષાકમાં જોવા મળી. 

2/9
સલવાર સૂટ પહેરીને NCB ઓફિસ પહોંચી હતી દીપિકા
સલવાર સૂટ પહેરીને NCB ઓફિસ પહોંચી હતી દીપિકા

એનસીબી ઓફિસ જવા માટે દિપીકાએ હળવા રંગનો સલવાર સૂટ પહેર્યો હતો. આ સાથે જ બ્રાઉન બેગ કેરી કરી હતી. આ લૂક દીપિકાના સામાન્ય લૂક કરતા એકદમ અલગ હતું. દીપિકાને જો કે પૂછપરછ બાદ જવા દીધી હતી. 

Banner Image
3/9
NCB ઓફિસમાં આવા કપડામાં જોવા મળી ભારતી સિંહ
NCB ઓફિસમાં આવા કપડામાં જોવા મળી ભારતી સિંહ

હાલમાં જ જ્યારે ભારતી સિંહને એનસીબી ઓફિસ બોલાવી તો તે પણ ક્યૂટ ફંકી લૂક છોડીને સલવાર સૂટમાં નજરે ચડી. અત્રે જણાવવાનું કે હાલ ભારતી સિંહને જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાઈ છે. તેના પતિ હર્ષ લિંબાચિયાની પણ એનસીબીએ ધરપકડ કરી છે. 

4/9
જ્યારે NCB ઓફિસ પહોંચી સારા અલી ખાન
જ્યારે NCB ઓફિસ પહોંચી સારા અલી ખાન

સારા અલી ખાન પણ એનસીબી ઓફિસ એકદમ હળવા રંગના કપડા પહેરીને પહોંચી હતી. તેણે સુશાંત સિંહ કેસ સંબંધિત પૂછપરછમાં પોતાનું નિવેદન નોંધાવ્યું હતું. આ સાથે જ જણાવ્યું હતું કે તે ડ્રગ પાર્ટીમાં શું કરી રહી હતી. 

5/9
પીળો કૂર્તો પહેરીને એનસીબી ઓફિસ પહોંચી હતી શ્રદ્ધા
પીળો કૂર્તો પહેરીને એનસીબી ઓફિસ પહોંચી હતી શ્રદ્ધા

શ્રદ્ધા કપૂર પણ એનસીબીની તપાસથી બચી શકી નહતી. તેને પણ તપાસ માટે જ્યારે એનસીબી ઓફિસ બોલાવવામાં આવી તો તેણે હળવા પીળા રંગનો કૂર્તો પહેર્યો હતો. 

6/9
શબાના સઈદ પણ પહોંચી હતી એનસીબી ઓફિસ
શબાના સઈદ પણ પહોંચી હતી એનસીબી ઓફિસ

ફિરોઝ નડીયાદવાલાના ત્યાં પણ એનસીબીએ દરોડા પાડ્યા હતા. જેમાં તેમના ઘરેથી અનેક પ્રકારની ડ્રગ્સ મળી આવી હતી. ત્યારબાદ પૂછપરછ માટે એનસીબી અધિકારીઓએ શબાના સઈદને એનસીબી ઓફિસ બોલાવી. શબાના હળવા ગુલાબી રંગના સલવાર સૂટમાં એનસીબી ઓફિસ પહોંચી હતી.   

7/9
રિયા ચક્રવર્તી
રિયા ચક્રવર્તી

સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી પણ લાઈટ પીંક ડ્રેસમાં પૂછપરછ માટે એનસીબી ઓફિસ પહોંચી હતી. 

8/9
અનેકવાર સૂટમાં NCB ઓફિસ પહોંચી રિયા
અનેકવાર સૂટમાં NCB ઓફિસ પહોંચી રિયા

ધરપકડ અગાઉ રિયા અનેકવાર સલવાર-સૂટમાં જ જોવા મળી હતી. કેટલાક લોકોએ તેને આ દેખાવ જોઈને ટ્રોલ પણ કરી હતી. 

9/9
જામીન પર છે રિયા ચક્રવર્તી
જામીન પર છે રિયા ચક્રવર્તી

રિયા ચક્રવર્તી આ કેસમાં જામીન પર છૂટી છે. પરંતુ કેસ હજુ ચાલુ છે. સુશાંતના પરિવારે રિયાને જ સુશાંતના મોત માટે જવાબદાર ઠેરવી હતી. હાલ આ કેસમાં જો કે રોજે રોજ નવા ખુલાસો જોવા મળે છે. હવે જોવાનું એ રહેશે કે કયા નામ બીજા સામે આવશે. 





Read More