PHOTOS

અદ્ભુત, અવિશ્વસનીય કારીગરી! ભારતની આ 6 રહસ્યમય ગુફાઓ, અહીં પથ્થરોમાં છુપાયેલો છે સદીઓ જૂનો ઇતિહાસ

Mysterious Caves of India: ભારતમાં એવી ઘણી ગુફાઓ આવેલી છે, જેનું ધાર્મિક અને ઐતિહાસિક મહત્વની સાથે-સાથે તે આપણને પ્રાચીન કાળની કહાનીઓ પણ કહે છે. દરેક વ્યક્તિએ જીવનમાં એકવાર આ ગુફાઓની મુલાકાત લેવી જોઈએ. તેમની સુંદરતા અને શાંતિ દિલને સુકુન આપે છે. જો તમને ઇતિહાસ, કલા અને પ્રકૃતિ પસંદ છે, તો ચોક્કસપણે આ સ્થળોની મુલાકાત લો.

Advertisement
1/8

ભારત એક એવો દેશ છે જે તેની વિવિધતાપૂર્ણ સંસ્કૃતિ, ઐતિહાસિક વારસો અને કુદરતી સૌંદર્ય માટે જાણીતો છે. અહીં અસંખ્ય સ્થળો છે જે આપણને ભૂતકાળમાં ડોકિયું કરવાનો અને પ્રકૃતિના અદ્ભુત દૃશ્યો જોવાનો મોકો આપે છે. આવી જ કેટલીક ખાસ જગ્યાઓ છે ભારતની ગુફાઓ. આ ફક્ત પથ્થરો અને અંધારાવાળી જગ્યાઓ નથી, પરંતુ આ ઇતિહાસના પાના છે, જ્યાં એક સમયે સંસ્કૃતિઓનો વિકાસ થયો હતો અને કલાનો જન્મ થયો હતો, જ્યાં દર વર્ષે લાખો પ્રવાસીઓ મુલાકાત લે છે. ચાલો જાણીએ ભારતની 6 મુખ્ય ગુફાઓ વિશે...

2/8
અજંતા ગુફાઓ
અજંતા ગુફાઓ

અજંતા ગુફાઓ મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ જિલ્લામાં આવેલી છે. તે ઔરંગાબાદ શહેરથી લગભગ 107 કિલોમીટર ઉત્તરમાં સ્થિત છે. આ ગુફા આશરે 2,000 વર્ષ જૂની છે. અહીં કુલ 30 ગુફાઓ છે, જે પહાડો કાપીને બનાવવામાં આવી છે. તેની દિવાલો પરના ચિત્રો ભગવાન બુદ્ધના જીવનની કહાનીઓ કહે છે. આ ચિત્રોમાં એટલી બધી વિગતો છે કે તેમને જોઈને એવું લાગે છે કે, જાણે તેઓ હજી જીવંત છે. યુનેસ્કોએ આ ગુફાઓને વર્લ્ડ હેરિટેજમાં સામેલ કરી છે.

Banner Image
3/8
એલોરા ગુફાઓ
એલોરા ગુફાઓ

એલોરા ગુફાઓ મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં આવેલી છે. તેમાં કુલ 34 ગુફાઓ છે, જે છઠ્ઠી અને દસમી સદી વચ્ચે બનાવવામાં આવી હતી. અહીંની સૌથી પ્રખ્યાત ગુફા કૈલાસ મંદિર છે, જે એક જ ખડક કાપીને બનાવવામાં આવી છે. તેની સ્થાપત્ય અને શિલ્પકળા એટલી અદ્ભુત છે કે વિશ્વભરના પ્રવાસીઓ અહીં આકર્ષાય છે.

4/8
એલિફન્ટા ગુફાઓ
એલિફન્ટા ગુફાઓ

એલિફન્ટા ગુફાઓ મહારાષ્ટ્રના મુંબઈમાં સ્થિત પ્રખ્યાત રોક-કટ ગુફા મંદિર છે. અહીંની સૌથી ખાસ વાત 'ત્રિમૂર્તિ' છે, જે ભગવાન શિવના ત્રણ સ્વરૂપોમાં બનેલી એક વિશાળ પ્રતિમા છે. આ ગુફાઓ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં પણ સામેલ છે. અહીં પહોંચવા માટે ફેરી દ્વારા મુસાફરી કરવી પડે છે, જે પોતાનામાં એક સુંદર અનુભવ છે.

5/8
બોરા ગુફાઓ
બોરા ગુફાઓ

આ ગુફાઓ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ જિલ્લામાં સ્થિત છે. આ ગુફાઓ સંપૂર્ણપણે કુદરતી રીતે બનેલી છે. અહીં ચૂનાના પથ્થરોથી બનેલા સ્ટેલેગ્માઇટ અને સ્ટેલેક્ટાઇટ્સ તમને એક રહસ્યમય દુનિયામાં લઈ જાય છે. આ ગુફાઓમાં વિવિધ આકારના પથ્થરો છે, જે જોવાનો એક અનોખો અનુભવ છે. પ્રકૃતિ પ્રેમીઓ માટે આ સ્થળ સ્વર્ગથી ઓછું નથી.

6/8
બાઘ ગુફાઓ
બાઘ ગુફાઓ

બાઘ ગુફાઓ મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં આવેલી છે. કુલ 9 બાઘ ગુફાઓ છે, જેમાંથી ઘણી ગુફાઓમાં ભિત્ર ચિત્રો હજુ પણ સુરક્ષિત્ર છે. આ ગુફાઓ બૌદ્ધ સાધુઓ માટે રહેવા અને ધ્યાન કરવા માટે બનાવવામાં આવી હતી. તેમની દિવાલો પર રામાયણ અને બૌદ્ધ ધર્મની વાર્તાઓ દર્શાવવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે આ પણ પથ્થરો કાપીને બનાવવામાં આવ્યા છે.  

7/8
અમરનાથ ગુફા
અમરનાથ ગુફા

અમરનાથ ગુફાને આસ્થા અને બરફથી બનેલો ચમત્કાર માનવામાં આવે છે. આ ગુફા જમ્મુ-કાશ્મીરમાં આવેલી છે. અહીં દર વર્ષે હજારો ભક્તોને આવે છે. અહીં બરફમાંથી કુદરતી રીતે એક શિવલિંગ બનેલું છે, જેને જોવા માટે ભક્તો મુશ્કેલ યાત્રા કર્યાને પહોંચે છે. આ ગુફા સમુદ્ર સપાટીથી લગભગ 3888 મીટરની ઊંચાઈ પર આવેલી છે. આ ફક્ત ધાર્મિક સ્થળ જ નથી પણ કુદરતનો અજાયબી પણ છે.

8/8
આ ગુફાઓની મુલાકાત એક વાર અવશ્ય લો
આ ગુફાઓની મુલાકાત એક વાર અવશ્ય લો

આ બધી ગુફાઓમાં કંઈક ખાસ છે, ક્યાંક શિલ્પો છે, ક્યાંક ચિત્રો છે, તો ક્યાંક કુદરતે બનાવેલી અનોખી રચનાઓ છે. આ ગુફાઓની મુલાકાત લેવાથી આપણને આપણી સંસ્કૃતિ અને ઇતિહાસની ઝલક તો મળે જ છે, સાથે-સાથે આપણા પૂર્વજો કેટલા કુશળ કલાકારો હતા તેનો પણ અહેસાસ થાય છે. હવે જ્યારે તમે ફરવાનું વિચારો ત્યારે ચોક્કસપણે તમારી યાદીમાં આ ગુફાઓમાંથી એકનો સમાવેશ કરો.





Read More