જગત જનની મા જગદંબાની માઈભક્તોમાં ગજબની આસ્થા છે. દૂર દૂરથી લોકો પગપાળા માતાજીના મંદિરે દર્શન કરવા આવતા હોય છે. એમાંય ભાદરવી પૂનમ પર અંબાજીમાં દર વર્ષે વિશેષ મેળાનું આયોજન કરવામાં આવતું હોય છે. કોરોના કાળને કારણે છેલ્લાં બે વર્ષથી જે ચમક ઝાંખી પડી હતી. જોકે, આ વર્ષે તેની ડબલ ચમક ધમક સાથે અંબાજી ધામને સતરંગી રોશનીથી ચમકાવાયું છે.