Ambalal Patel Forecast: જો તમે ગુજરાતમાં આજથી ક્યાંય ફરવા જવાનું કે કામથી બહાર જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો સાવધાન રહેજો. કારણ કે, ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે. હાલ ગુજરાત પર સંકટના વાદળો મંડરાયા છે. ગઈકાલથી ગુજરાતમાં મોસમનો મિજાજ બદલાયો છે. ત્યાં હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા એક આગાહી કરવામાં આવી છે.
અંબાલાલ પટેલની ફરી એકવાર ઘાતક આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ લાવશે. હવામાન આગાહીકાર અંબાલાલની વરસાદને લઇને એક મોટી આગાહી સામે આવી છે. જુલાઈના ચોથા સપ્તાહમાં અને ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં બંગાળના ઉપસાગરમાં બનતી સિસ્ટમના લીધે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેમાં રાજ્યના કેટલાક ભાગોમાં પૂર જેવી સ્થિતિ પણ બની શકે છે.
દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર, અને સૌરાષ્ટ્રના અન્ય ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો, મહીસાગરના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, સાબરકાંઠાના ભાગો, કચ્છના ભાગો, ઉતર ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદ થઈ શકે છે. જ્યારે અંબાલાલે જણાવ્યું છે કે કોઈ કોઈ ભાગમાં તો પૂર જેવી સ્થિતિ બની શકે છે. 19 જૂલાઈમાં સૂર્યનો પ્રવેશ પુષ્ય નક્ષત્રમાં થશે. પુષ્ય નક્ષત્રમાં વરસાદી પાણી સારૂ ગણાશે. 23 જૂલાઈ થી 27 જુલાઈ સુધી ગુજરાતમાં વધુ એક સિસ્ટમ સક્રીય થશે. ઉત્તર ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો વડોદરામાં વરસાદ આવશે.
અંબાલાલની અઘરી આગાહી સામે આવી છે. બ્રેક લાગેલા વરસાદ અંગે અંબાલાલનું અનોખુ અનુમાન સામે આવ્યું છે. તેમના જણાવ્યા અનુસાર, જે ભાગોમાં ઈયળ પડે ત્યાં વરસાદ ઓછો થાય છે. આ જીવાતનું સાઈકલ 27 દિવસનું મનાય છે. હાલ જોવા મળતી જીવાત મોટી હોવાથી હવે થોડા દિવસોમાં સાઈકલ પૂર્ણ થશે. જીવાતની સાયકલ પૂર્ણ થતા આગમી 21 જુલાઈ હવામાન પલટો આવશે. 26 જૂલાઈથી 29 જૂલાઈ સુધીમાં ગુજરાતમાં અણધાર્યો વરસાદ થશે. 1લી ઓગસ્ટથી ગુજરાતમાં નવા વાદળો બનશે.
હાલમાં 3 સિસ્ટમને કારણે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ આવશે. તો ઉત્તર પૂર્વ રાજસ્થાન પર વેલમાર્ક લો પ્રેશર સાથે ઉત્તર પશ્ચિમ મધ્ય પ્રદેશ પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયુ છે, જેથી વરસાદી માહોલ છવાયો છે. રાજ્યના 7 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર અને પંચમહાલનો સમાવેશ થાય છે. અંબાલાલે વધુમાં જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાત-કચ્છમાં ભારે વરસાદ થશે. રાજકોટ, સૌરાષ્ટ્ર, સુરેન્દ્રનગર, ભાવનગર, ચોટીલા, થાનમાં ભારે વરસાદ થઈ શકે છે. ગુજરાતમાં નવી સિસ્ટમ ભારે વરસાદ લાવશે.
અંબાલાલ પટેલના અનુસાર, 22 થી 30 જુલાઈ દરમિયાન 2 થી 10 ઈંચ જેટલો વરસાદ વરસશે. નર્મદા અને સાબરમતી નદી બે કાંઠે વહેતી થશે. બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આવતીકાલથી સૌરાષ્ટ્રમાં બે દિવસ ભારે વરસાદની આગાહી કરાઈ છે. સુરજગઢમાં મોન્સૂન ટ્રફ પસાર થતા ભારે વરસાદની આગાહી કરી છે. અમદાવાદમાં આજે વીજળીના કડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
ગુજરાત પર એક નવી વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે, જેના કારણે કેટલાક જિલ્લાઓમાં અગાઉથી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉત્તરથી લઇને દક્ષિણ અને સૌરાષ્ટ્ર સુધીના કેટલાક વિસ્તારોમાં આગામી 26 થી 30 જુલાઇ દરમિયાન ભારે વરસાદ ખાબકી શકે છે. હાલ રાજ્યમાં એક સાથે 3 સિસ્ટમ સક્રિય હોવાના પગલે વિવિધ ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 6થી 10 ઓગસ્ટ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે. ભિન્ન ભિન્ન ભાગોમાં મોટા ફોરા સાથે વરસાદ પડશે.
મધ્ય પ્રદેશમાં ભારે વરસાદ થતા નર્મદા નદીમાં પાણી વધી શકે છે. સાબરમતી, મહિસાગરમાં પણ પાણીનું જળસ્તર વધશે. કાતરા પડતા કેટલાક ભાગોમાં વરસાદ ઓછો અને વાદળછાયું વાતાવરણ રહી શકે છે. અંબાલાલ પટેલનો દાવો છે કે, 22 જુલાઈ બાદ હવામાનમાં પલટો આવવાની શક્યતા છે. જ્યારે 24થી 30 જુલાઈ દરમિયાન અતિભારે વરસાદની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી ધીમું પડેલું ચોમાસું ફરી ગતિ પકડશે તેવી શક્યતા છે.