PHOTOS

આખરે અંબાલાલ જ સાચા પડ્યા! કીધું હતું કે 15 જુલાઈ બાદ આ નદીમાં પૂર આવશે! ભયજનક સપાટી વટાવી

Ambalal Patel Rain Prediction: ભરૂચ નર્મદા નદીની જળસપાટી 20 ફૂટે પહોંચતાં તંત્ર સજ્જ છે. ભરૂચ જિલ્લાની મધ્યમાંથી વહેતી નર્મદા નદીની જળ સપાટીએ 20 ફૂટનો આંક વટાવ્યો છે. નદી હાલમાં તેના ચેતવણી લેવલથી માત્ર 2 ફૂટ દૂર છે, જેના પગલે તંત્ર દ્વારા સાવચેતીનાં પગલાં શરૂ કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે સાબરમતી નદીમાં પાણીનો આવરો આવે અને નર્મદા ડેમની પાણીની આવક વધી શકે છે, નર્મદા બે કાંઠે વહી શકે છે, તાપી નદીમાં પાણીનો પ્રવાહ વધી શકે છે. આ આગાહી બાદ આજે ભરૂચ વિસ્તારમાં નર્મદા નદીમાં વહેણમાં નોંધપાત્ર વધારો થયો છે.

Advertisement
1/4

અંકલેશ્વર તરફ આવેલ ગોલ્ડન બ્રિજના છેડા પર નર્મદા નદી કિનારે નર્મદાનું પાણી જોવા માટે આવતા સહેલાણીઓ માટે રસ્તો બંધ કરી દેવાયો છે. પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી બેરીકેટ લગાવાયા. 22 ફૂટ વોર્નિંગ લેવલ છે જ્યારે 24 ફૂટ ભયજનક છે જેથી અંકલેશ્વર તાલુકાના સરફુદ્દીન ખાલપિયા તળિયા ધનતુરીયા બોરભાઠા બેટ, ભાઠા, સક્કર બોરભાઠા, અને ભરૂચની ગોલ્ડન બ્રિજ ઝૂંપડપટ્ટી તેમજ બહુચરાજી ઓવારા પર રહેતા લોકોને સાવચેત રહેવા માટે તંત્ર દ્વારા સૂચનો કરવામાં આવ્યા છે.

2/4

ઉપરવાસમાં પડી રહેલા સતત વરસાદને કારણે સરદાર સરોવર નર્મદા ડેમમાંથી તબક્કાવાર પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે ભરૂચ વિસ્તારમાં નર્મદા નદીમાં વહેણમાં નોંધપાત્ર વધારો થયો છે.સંભવિત મુશ્કેલીઓ ટાળવા માટે પોલીસ વિભાગ દ્વારા નદીકાંઠે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. નદી નજીકના વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિંગ વધી દેવાયું છે અને મચ્ચીમાર તથા સ્થાનિક લોકોને નદીની નજીક ન જવાની સૂચનાઓ આપવામાં આવી છે.

Banner Image
3/4

હાલમાં તંત્ર પાણીની લેવલ પર નજર રાખી રહી છે અને સ્થિતિ ઉપર સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. ભારે વરસાદની સ્થિતિ યથાવત રહી તો નદીના સપાટીમાં વધુ વધારો થઈ શકે છે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, હજી વરસાદની નવી સિસ્ટમ બની નથી, નવી વરસાદની સિસ્ટમ બનશે એટલે ભૂક્કા કાઢી નાખતો વરસાદ પડી શકશે, 18 થી 22 ઓગસ્ટ દરમિયાન પણ વરસાદ યથાવત રહેશે અને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત તથા મધ્ય ગુજરાતમાં વરસાદ પડશે અને ઓગસ્ટના અંતિમ સપ્તાહમાં નવી વરસાદી સિસ્ટમ બનતા ભારે વરસાદ પડી શકે છે. 

4/4

સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાત વરસાદની આગાહી કરાઈ છે. અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, 18 થી 20 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં સારો વરસાદ થશે અને ૨૩ ઓગસ્ટથી પર્વતાકાર વરસાદ પડશે, જ્યાં ચઢે ત્યાં વરસાદ પડે તેવી સ્થિતિ સર્જાશે, ગણેશ ચતુર્થીના તહેવાર દરમિયાન વરસાદી માહોલ રહેશે અને ૨૭ થી ૩૦ ઓગસ્ટ વરસાદ રહેશે. ૩ સપ્ટેમ્બર થી ૧૪ સપ્ટેમ્બર દરમિયાન વિવિધ વિસ્તારમાં વરસાદ પડશે અને સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમી દરમિયાન લોકો મેળાની મજા માણી શકશે, જન્માષ્ટમી દરમિયાન વરસાદ સામાન્ય રહેશે. સૌરાષ્ટ્ર માં જન્માષ્ટમી દરમિયાન વરસાદી ઝાપટા પડી શકે છે.  





Read More