PHOTOS

તહેવારો પર મોટું સંક્ટ! ગુજરાતના આ વિસ્તારોના નીકળી જશે છોતરાં, અંબાલાલની તારીખ સાથે આગાહી

Ambalal Patel Forecast: ગુજરાતમાં સતત હળવાથી ભારે વરસાદ પડી રહ્યો છે અને તેના કારણે ઘણી જગ્યાએ સ્થિતિ ખરાબ છે. હવામાન વિભાગે આગામી દિવસો અંગે ફરીથી ચેતવણી જારી કરી છે. ગુજરાતમાં ક્યારે અને ક્યાં વરસાદ પડી શકે છે, ચાલો જાણીએ IMD ના નવીનતમ અપડેટ. છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ઘણા જિલ્લાઓમાં પાણી ભરાઈ ગયા છે. ઘણી જગ્યાએ પરિસ્થિતિ એવી છે કે રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા છે. જેના કારણે રસ્તો ક્યાં ગયો તે પણ ખબર નથી. 

Advertisement
1/7
ક્યાં ક્યાં પડી શકે છે વરસાદ?
ક્યાં ક્યાં પડી શકે છે વરસાદ?

29 જુલાઈના રોજ સુરત, નવસારી, નર્મદા, દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, તાપી, ભરૂચ, ડાંગ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, રાજકોટ, જૂનાગઢ, કચ્છમાં હળવો વરસાદ પડવાની શક્યતા છે. 30 અને 31 જુલાઈના રોજ જામનગર, અમરેલી, કચ્છ, રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં થોડો વરસાદ પડવાની શક્યતા છે. 

2/7

1 અને 2 ઓગસ્ટના રોજ જામનગર, અમરેલી, કચ્છ, મોરબી, રાજકોટ, ભાવનગર સહિત કેટલાક સ્થળોએ હળવો વરસાદ પડી શકે છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, મધ્ય ગુજરાત, સુરત, નવસારી, આણંદ, વડોદરાના ઘણા સ્થળોએ હળવો વરસાદ પડવાની શક્યતા છે. સામાન્ય લોકોને રાહતની સાથે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં રાજ્યમાં હજુ પણ હળવાથી ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Banner Image
3/7

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી ગુજરાતના વરસાદમાં અપડાઉન લાવે તેવી છે. તેમણે કહ્યું કે, ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ધીરે ધીરે ઘટશે. 29 જૂલાઈ સુધી વરસાદ યથાવત રહેશે. બંગાળના ઉપસાગરમાંથી આવેલો ભેજ ગુજરાતમાં ફરી વરસાદ લાવશે. 3 ઓગસ્ટથી મોટા ફોરાનો વરસાદ પડશે. તો 6 થી 10 ઓગસ્ટ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે. આ કારણે તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા છે.   

4/7

તેમણે કહ્યું કે, વરસાદી સિસ્ટમ ઉત્તર ભારત તરફ જશે. 18 થી 20 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં વરસાદનો ફરી મોટો રાઉન્ડ આવશે. 23 ઓગસ્ટથી પર્વતાકાર વરસાદ પડશે. જ્યાં ચઢે ત્યાં વરસાદ પડે તેવી સ્થિતિ સર્જાશે. ગણેશ ચતુર્થીના તહેવાર દરમિયાન પણ વરસાદી માહોલ રહેશે. ફરી 27 થી 30 ઓગસ્ટ દરમિયાન સારો વરસાદ રહેશે. 3 સપ્ટેમ્બરથી 14 સપ્ટેમ્બર દરમિયાન વિવિધ વિસ્તારમાં વરસાદ પડશે. અંબાલાલ પટેલે જન્માષ્ટમી દરમિયાન સામાન્ય વરસાદની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમી દરમિયાન લોકો મેળાની મજા માણી શકશે. જન્માષ્ટમી દરમિયાન વરસાદી ઝાપટા પડી શકે છે. ઓગસ્ટના અંતમાં ગણેશ ચતુર્થી દરમિયાન વરસાદ રહેશે.

5/7
પરેશ ગોસ્વામીની આગાહી
પરેશ ગોસ્વામીની આગાહી

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી સામે આવી છે. તેમણે જણાવ્યું કે અત્યારે વરસાદી સિસ્ટમ દક્ષિણ અને પૂર્વ રાજસ્થાન પર સક્રિય છે. તેનું શિયર ઝોન ગુજરાત પરથી પસાર થઈ રહ્યો છે. જેના લીધે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 29 અને 30 તારીખ સુધી તીવ્રતા સાથે વરસાદ પડશે. 5થી 7 ઈંચ સુધીના વરસાદ નોંધાઈ શકે છે.

6/7
સુરત શહેરના રસ્તાઓ પર પાણી પાણી!
સુરત શહેરના રસ્તાઓ પર પાણી પાણી!

સુરત શહેરમાં એટલો બધો વરસાદ પડ્યો છે કે નદીઓ, નાળાઓ અને રસ્તાઓમાં બધે પાણી જ પાણી છે. વહીવટીતંત્રે સાવચેતીના ભાગ રૂપે 10 રસ્તાઓ બંધ કરી દીધા છે. જેમાં આજ મુજલાવ બૌધના રોડ, ઉટેવા ગામિત ફળિયા રોડ, મોરીથા કાલીબેનલ રેગામા રોડ, આબા ચોરા ફળિયા ઉટેવા રોડ, માંગરોળથી નાની નરોલી, માંગરોળમાં લિંબાલા મોતી પારડી રોડ, પલસાણા તાલુકામાં બગુમરા બાલેશ્વર રોડ, મહુવા તાલુકાના નલધરા સરકાર ફળિયાથી બેજિયા ફળિયા, મહુવરિયા કાંકરી મોરા રોડનો સમાવેશ થાય છે. સામાન્ય લોકોને અન્ય માર્ગોનો ઉપયોગ કરવાનું કહેવામાં આવ્યું છે. કોઝવે ઓવરફ્લો થવાને કારણે સુરતમાં ટ્રાફિક બંધ થઈ ગયો છે. ઘણા વાહનોની અવરજવર બંધ થઈ ગઈ છે.

7/7

હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસે આગામી 7 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, આગામી 2 દિવસ ગુજરાત પ્રદેશમાં ભારેથી અત્યંત ભારે વરસાદ રહેશે. આગામી 5 દિવસ દરિયો તોફાની બનશે. માછીમારોને આગામી 1 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવા ચેતવણી અપાઈ છે. હાલમાં 3 સિસ્ટમ સક્રિય થતા દક્ષિણ ગુજરાતમાં બારે મેઘ ખાંગાની સ્થિતિ સર્જાઈ શકે છે. અમદાવાદમાં ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદની આગાહી છે.    





Read More