PHOTOS

અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી અને હવામાન વિભાગની એકસાથે આગાહી, ગુજરાતમાં કંઈક તો થશે!

Ambalal Pael And Paresh Goswami Forecast : હાલ ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી વરસાદ લગભગ ગાયબ થઈ ગયો છે. ત્યારે અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી અને હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી શું કહે છે તે જાણી લઈએ. 

Advertisement
1/4
અંબાલાલ કહે છે વરસાદ આવશે
અંબાલાલ કહે છે વરસાદ આવશે

આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી કહે છે કે, 3 ઓગસ્ટથી સૂર્ય આશ્લેશા નક્ષત્રમાં આવતા વિવિધ ભાગોમાં હળવા વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. 6 થી 10 ઓગસ્ટ સુધી વિવિધ ભાગોમાં વરસાદી ઝાપટા વધી શકે છે. 17 ઓગસ્ટથી મઘા નક્ષત્ર અને સૂર્ય સિંહ રાશિમાં આવતા સારો વરસાદ થવાની શક્યતા છે. 19 ઓગસ્ટથી 26 ઓગસ્ટ સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં સારો વરસાદ થશે. 23 ઓગસ્ટથી 14 સપ્ટેમ્બર સુધી ગ્રહો જળ દાયક નક્ષત્રમાં હોવાથી ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ઓગસ્ટ બાદ વરસાદની સ્થિતિ સાનુકૂળ થશે. ઓગસ્ટ મહિનાના અંતમાં ગુજરાત સારો વરસાદ થશે. 

2/4
પરેશ ગોસ્વામી કહે છે, હાલ વરસાદ નહિ આવે 
પરેશ ગોસ્વામી કહે છે, હાલ વરસાદ નહિ આવે 

ઘણા વિસ્તારમાં વરસાદની જરૂર છે, છતા આવતો નથી. 1 થી 10 સુધીમાં સામાન્ય વરસાદ પડે તો પણ અપવાદ રહેશે. છુટોછવાયો વરસાદ રહેશે. પણ ક્યાંક સારો વરસાદ નહિ રહે. પવનની ઝડપ દરિયાઈ કાંઠાના વિસ્તારમાં જોવા મળશે. સૌરાષ્ટ્ર કાંઠાના 50 કિલોમીટર સુધીના વિસ્તારમાં દરિયાઈ પવનોમાં ગતિ વધારે હશે. બીજા વિસ્તારમાં પવનની ઝડપ 12 થી 15 કિલોમીટરની ઝડપ હશે. 

Banner Image
3/4
હવે હવામાન વિભાગ શું કહે છે તે પણ જોઈ લો
હવે હવામાન વિભાગ શું કહે છે તે પણ જોઈ લો

આગામી સાત દિવસ માટે હવામાન વિભાગની આગાહી આવી ગઈ છે. ગુજરાતના તમામ જિલ્લાઓમાં માત્ર હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. તારીખ 4, 5 અને 6 ઓગસ્ટ માટે માછીમારોને વોર્નિંગ અપાઈ છે. આંકડા અનુસાર, ગુજરાતમાં રેગ્યુલર કરતા 21 ટકા વધુ વરસાદ અત્યાર સુધી નોંધાઈ ગયો છે. તો ગુજરાત રીજન ૨૩ ટકા વધુ વરસાદ પડ્યો. સૌરાષ્ટ-કચ્છમાં 18 ટકા વધુ વરસાદ રહ્યો. આ સાથે આજે અમદાવાદ અને ગાંધીનગર હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. હાલ કોઈ સિસ્ટમ સક્રિયના હોવાથી ભારે વરસાદની સંભાવના નહિવત હોવાનું હવામાન વિભાગે જણાવ્યું. 

4/4
ગુજરાતના ખેડૂતો માટે ખાસ સલાહ 
ગુજરાતના ખેડૂતો માટે ખાસ સલાહ 

પરેશ ગોસ્વામીએ ખેડૂતોને સલાહ આપી કે, હાલ ચોમાસું પાક સૂકાય અને પિયતની જરૂર હોય તો આપી દેજો. કારણ કે હાલ મોટા વરસાદની કોઈ શક્યતા નથી. 1 થી 10 ઓગસ્ટ સુધી સારા વરસાદના કોઈ વાવડ નથી. હાલ બંગાળની ખાડીમાં કોઈ સિસ્ટમ બની નથી રહી. બનશે તો પણ નબળી બનશે અને ઉત્તર ભારત તરફ જાય તેવું લાગી રહ્યું છે. તેથી બંગાળની ખાડીનો લાભ હમણા નહિ મળે. અરબ સાગરમાં પણ કોઈ સિસ્ટમ નથી બની રહી.





Read More