PHOTOS

અમદાવાદનું વાતાવરણ બદલાયું! આ જિલ્લાઓમાં આજે ગાજવીજ સાથે અતિભારે વરસાદની આગાહી

arat Rain Forecast: ગુજરાતમાં ચોમાસાની પધરામણી થઈ ચૂકી છે, ત્યારે આજથી ગુજરાતમાં વરસાદ ધબધબાટી બોલાવશે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજર...

Advertisement
1/6

વડોદરા, પંચમહાલ અને આણંદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ અને ભરૂચમાં ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના કેટલાકમાં ભાગોમાં વરસાદની આગાહી છે. મધ્યપ્રદેશના બોર્ડર જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. 22 તારીખથી બંગાળમાં સિસ્ટમમાં સક્રિય થતા ગુજરાતમા 24 થી 30 ગુજરાતમા વરસાદની આગાહી છે. જેમાં દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ ઉપરાંત વડોદરા, છોટા ઉદેપુર, દાહોદ, પંચમહાલ, ભાવનગર અને અમરેલીમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. 

2/6

ગુજરાતમાં 20 જૂન સુધીમાં ચોમાસું પહોંચે, તે પહેલા પ્રી-મોન્સૂન એક્ટિવિટીના વરસાદ યથાવત રહેશે. હવામાન વિભાગ અનુસાર, ઉત્તર-પશ્ચિમ ભારતમાં ચોમાસાની શરૂઆત સમય પહેલા થઈ શકે છે. IMD ની આગાહી મુજબ, ચોમાસુ હવે 18 જૂન સુધીમાં મધ્ય અને પૂર્વ ભારતના બાકીના ભાગો અને ઉત્તરપશ્ચિમ ભારતના કેટલાક વિસ્તારોને આવરી લેશે. તે 19 જૂનથી 25 જૂનની વચ્ચે ઉત્તરપશ્ચિમ ભારતના મોટાભાગના ભાગોમાં આગળ વધવાની ધારણા છે. આ સિવાય સૌરાષ્ટ્રના બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.   

Banner Image
3/6

રવિવારે દિલ્હી-એનસીઆરમાં વરસાદથી રાહત મળી અને ગુજરાતમાં ચોમાસાએ દસ્તક આપી, જેના કારણે ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો. ઉત્તર ભારત સહિત દેશના ઘણા ભાગોમાં આ સમયે ભારે ગરમી પડી રહી છે. પરંતુ હવે લોકોને આમાંથી રાહત મળવાની છે, જ્યાં ભારતીય હવામાન વિભાગ (IMD) એ ચોમાસા અને વરસાદ વિશે નવી માહિતી આપી છે. 

4/6

હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદના આગમન સાથે ભારે વરસાદની આગાહી કરી છે. 16થી 18 જૂન સુધી વરસાદી એક્ટિવિટી વધશે. 16 જૂને ભારે પવન ફૂંકાવાનું એલર્ટ છે. 17 જૂને ભારે પવન સાથે વરસાદ આવશે. માછીમારોને હાલ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. ગુજરાતના 104 તાલુકામાં વિધિવત ચોમાસું બેઠું છે. હવામાન વિભાગે 18 જૂન સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. ચોમાસું 25 જૂન સુધી દેશના મોટાભાગના વિસ્તારોને આવરી લેશે. મધ્ય ભારતના કેટલાક બાકીના ભાગો ઉપરાંત પૂર્વમાં ચોમાસાનો 18 જૂન સુધીમાં સત્તાવાર પ્રારંભ થઈ શકે છે. 

5/6

કેરળ-મુંબઈમાં તો ચોમાસું આવી ગયું હતું, પરંતુ ત્યાંથી ચોમાસું આગળ વધતુ જ ન હતું. ચોમાસું મુંબઈ બાદ અટકી ગયું હતું. જેને હવામાનની ભાષામાં મોન્સુન બ્રેકની સ્થિતિ કહેવાય છે. ત્યારે મોન્સુન બ્રેક હટી ગયું છે. કારણ કે, અરબ સાગરમાં નવી સિસ્ટમ સક્રિય થતા ચોમાસું ધીરે ધીરે આગળ વધતું ગુજરાત સુધી પહોંચી ગયું છે. જેથી ગુજરાતમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થવા જઈ રહ્યો છે. હાલ જે વરસાદ પડી રહ્યો છે, તે પ્રિમોન્સુન એક્ટિવિટીનો વરસાદ છે. 

6/6

ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ત્યારે હવે ગુજરાતીઓએ આજે શુકનની લાપસી બનાવવી જોઈએ. ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી વિશે અંબાલાલ પટેલની આગાહી પણ આવી ગઈ છે.  હવામાન આગાહીકાર અંબાલાલની ચોમાસાની આગાહી આવી છે. કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, કેટલાક સાયક્લોનિક સર્કલયુશેનના કારણે 18 જુન થી 24 જુને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે. 





Read More