Ambalal Patel Monsoon Prediction: રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે અનેક જિલ્લામાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી છે. જ્યારે બીજી તરફ અંબાલાલ પટેલે ગુજરાતમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. અંબાલાલે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસાદની આગાહી વ્યક્ત કરી છે. જ્યારે સૌરાષ્ટ્ર-મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે. આગામી 3થી 5 જુલાઈ દરમિયાન ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે.
ગુજરાતમાં અત્યાર સુધી મેઘરાજાએ વિસ્ફોટક બેટિંગ કરીને અનેક વિસ્તારો પાણી-પાણી કરી નાંખ્યા છે. રાજ્યના કેટલાક શહેરોને જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. અનેક સોસાયટીઓને સરોવરમાં ફેરવી નાંખી છે. તો અનેક જગ્યાએ ખેતરો જળબંબાકાર થઈ ગયા, બીજી બાજુ બજારોને બેટ ફેરવાય છે. હજુ તો આ ચોમાસામાં મેઘરાજાની પહેલી ઈનિંગ હતી. હવે બીજી ઈનિંગમાં મેઘરાજા ક્યાં તાંડવ મચાવવાના છે તેની આગાહી હવામાન વિભાગ અને અંબાલાલે કરી છે. ત્યારે ક્યાં કેવો રહેશે વરસાદ? જાણો.
રાજ્યમાં વરસાદ અંગે હવામાન વિભાગે નવી આગાહી કરી છે. હવામાન વિભાગે રાજ્યમાં ભારે, મધ્યમ અને હળવા વરસાદની આગાહી કરી છે. જેમાં આગામી ત્રણ કલાક માટે વરસાદની આગાહી છે. કચ્છ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠા જિલ્લાઓમાં ભારે વરસાદ આગાહી સાથે ઓરેન્જ એલર્ટ છે.
જ્યારે પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, બોટાદ, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરાયું છે.
અંબાલાલ પટેલ જણાવ્યું કે, 29 જૂને શુક્ર વૃષભ રાશિમાં આવતા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. પંચમહાલ, મહીસાગર, વડોદરાના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે.
સૌરાષ્ટ્રમાં પણ હળવાથી ભારે વરસાદી ઝાપટાની શક્યતા છે. 3 થી 5 જુલાઈ સુધીમાં ઉત્તર ગુજરાતમાં પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને પંચમહાલમાં ભારે વરસાદની શક્યતા છે. તો કચ્છ, રાજકોટ, મોરબી, ચોટીલા, વાંકાનેરમાં ભારે વરસાદની શક્યતા છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની શક્યતા છે.
ગુજરાતના આ આગાહીકારે કહ્યું કે, 6 જૂલાઇથી સૂર્ય પૂનર્વસુ નક્ષત્રમાં આવતા સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં ફરી એક વહન આવતા ભારેથી અતિભારે વરસાદ આવશે. 6 જુલાઈ બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનવાની શક્યતા છે. 9 જુલાઈથી રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. 23થી 29 જુલાઈ વચ્ચે પણ ઘણા ભાગોમાં વરસાદની શક્યતા છે.