PHOTOS

અંબાલાલ પટેલે તારીખ સાથે કરી આગાહી, જન્માષ્ટ્રમીની મજા પર ફરી શકે છે પાણી! વરસાદ બોલાવશે ભુક્કા

Ambalal Patel Forecast: ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી મેઘરાજાએ વિરામ લીધો છે, હવે નવી આગાહી સામે આવી છે. હવામાન વિભાગે ગુજરાતમાં જુલાઈ મહિનામાં વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી કરી છે. આ સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપી છે. અમદાવાદમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી છે. હાલમાં 3 સિસ્ટમને કારણે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ આવશે. તો ઉત્તર પૂર્વ રાજસ્થાન પર વેલમાર્ક લો પ્રેશર સાથે ઉત્તર પશ્ચિમ મધ્ય પ્રદેશ પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયુ છે, જેથી વરસાદી માહોલ છવાયો છે. 

Advertisement
1/7

ગુજરાત પર એક નવી વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે, જેના કારણે કેટલાક જિલ્લાઓમાં અગાઉથી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉત્તરથી લઇને દક્ષિણ અને સૌરાષ્ટ્ર સુધીના કેટલાક વિસ્તારોમાં આગામી 26 થી 30 જુલાઇ દરમિયાન ભારે વરસાદ ખાબકી શકે છે. હાલ રાજ્યમાં એક સાથે 3 સિસ્ટમ સક્રિય હોવાના પગલે વિવિધ ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

2/7

હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી સાત દિવસમાં રાજ્યના વિવિધ ભાગોમાં ફરી ભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે. રાજ્યમાં બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આજે અરવલ્લી, સાબરકાંઠામાં ભારે વરસાદની અનુમાન છે.  મહીસાગર જિલ્લામાં પણ  ભારે વરસાદનું યલો એલર્ટ અપાયું છે. 

Banner Image
3/7

રાજ્યના 7 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર અને પંચમહાલનો સમાવેશ થાય છે. આ જિલ્લાઓમાં આજે પણ વરસાદની સંભાવના છે. આ ઉપરાંત, વડોદરા અને ભરૂચમાં પણ મધ્યમ વરસાદ વરસી શકે છે. આગામી દિવસોમાં આ સિસ્ટમ સક્રિય થતાં રાજ્યના ઘણા વિસ્તારોમાં સારો વરસાદ થવાની શક્યતા છે, જેના પગલે ખેતીની પાકને લાભ થશે.

4/7

અંબાલાલ પટેલનો દાવો છે કે, 22 જુલાઈ બાદ હવામાનમાં પલટો આવવાની શક્યતા છે. જ્યારે 24થી 30 જુલાઈ દરમિયાન અતિભારે વરસાદની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી ધીમું પડેલું ચોમાસું ફરી ગતિ પકડશે તેવી શક્યતા છે. 

5/7

અંબાલાલ પટેલના અનુસાર, 22 થી 30 જુલાઈ દરમિયાન એક મજબૂત વરસાદી સિસ્ટમ બનશે.  જેને લઈ 2 થી 10 ઈંચ જેટલો વરસાદ વરસશે. નર્મદા અને સાબરમતી નદી બે કાંઠે વહેતી થશે. બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આવતીકાલથી સૌરાષ્ટ્રમાં બે દિવસ ભારે વરસાદની આગાહી કરાઈ છે. સુરજગઢમાં મોન્સૂન ટ્રફ પસાર થતા ભારે વરસાદની આગાહી કરી છે. અમદાવાદમાં આજે વીજળીના કડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 

6/7

અંબાલાલ પટેલે વરસાદને લઈ આગાહી કરી છે કે, બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સર્જાશે. આ સિસ્ટમ વરસાદ લાવશે. દક્ષિણ ગુજરાત, મઘ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે. જ્યારે ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં પણ વરસાદ વરસી શકે છે. જુલાઈના અંતમાં બીજી સિસ્ટમ બનશે, જેના કારણે ફરી વરસાદની શક્યતા રહેશે અને આ સમયે પવનની ગતિ પણ વધુ રહેવાની સંભાવના છે. 

7/7

અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, ઓગસ્ટના સૂર્ય આશ્લેષા નક્ષત્રમાં આવશે. 2 થી 4 ઓગસ્ટ દરમિયાન મુંબઈના અમુક વિસ્તારોમાં વરસાદ પડશે. 6 થી 10 ઓગસ્ટના ગુજરાતના અનેક અનેક ભાગોમાં તેમજ 14 અને 15 તારીખે ઉત્તર ભારતના કેટલાક ભાગમાં ભારે વરસાદ પડશે. તારીખ 16 અને 17 ઓગસ્ટ દરમિયાન પૂર્વના ભાગોમાં વરસાદ પડશે. તેમજ 19 થી 23 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં વરસાદની શક્યતાઓ છે. તેમજ 26 થી 27 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં વરસાદની શકયતાઓ છે. આ ઉપરાંત 29-30 ઓગસ્ટ રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ રહેશે.





Read More