PHOTOS

આ તારીખ લખી રાખજો! ગુજરાતના આ વિસ્તારોમાં આંધી-વટોળ સાથે આવશે વરસાદ! અંબાલાલ પટેલની મોટી આગાહી

arat Weather Forecast: ગુજરાતમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. ગુજરાતમાં દરરોજ ગરમી અને તાપમાનમાં વધારો જોવા ...

Advertisement
1/7

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, 25 એપ્રિલથી કેટલાક દિવસ માટે ગુજરાતમાં વરસાદ વરસી શકે છે. જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત, અમદાવાદ, ગાંધીનગર અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં છૂટાછવાયા વરસાદની કરી આગાહી છે. તો 8 મેના રોજ ઉત્તર ભારત અને ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાના કારણે વાતાવરણમાં પલટો આવતા વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. ગુજરાત સાથે પાકિસ્તાનમાં પણ બદલાયેલા વાતાવરણની અસર જોવા મળી શકે છે.  

2/7

અંબાલાલ પટેલે કહ્યું કે, મે મહિનામાં ગુજરાતમાં ફરી એક વખત કમોસમી વરસાદની આગાહી છે. 8 મે આસપાસ ગાજવીજ સાથે ગુજરાતમાં વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી છે. તો આ બાદ મેથી 4 જુન સુધી અરબી સમુદ્રમાં સાઇકલોનનું નિર્માણ થશે. વાવાઝોડાના કારણે પણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. આ વર્ષે મે મહિનામાં પણ ધૂળિયું વાતાવરણ રહેશે. જ્યાં સુધી કમોસમી વરસાદ ન થાય ધૂળકટ બેસશે નહીં. મે મહિનાની શરૂઆતમાં પણ ધૂળકટ રહેશે. પવનનું જોર ઘણું રહેશે. કચ્છના ભાગોમાં પણ આંચકાના પવનની ગતી 45 કિમી પ્રતિ કલાક સુધીની રહી શકે છે તેવું તેમનું કહેવું છે.   

Banner Image
3/7

પરેશ ગોસ્વામીએ કહ્યું કે, હાલ તો આકરો ઉનાળો જોવા મળી રહ્યો છે. પરંતુ આવનારા દિવસમાં એટલે કે મે મહિનામા બેથી ત્રણ વખત પ્રિ-મોન્સૂન એક્ટિવિટી પણ જોવા મળી શકે છે. આવનાર સમયમાં આકરો ઉનાળો જોવા મળશે. મે મહિનામાં પ્રિમોન્સુન એક્ટિવીટી બેથી ત્રણ વખત જોવા મળશે. એપ્રિલ મહિનામાં પ્રિમોન્સુન એક્ટિવિટીની કોઇ શક્યતા નથી. 

4/7

પરંતુ 14થી 18 મેની વચ્ચે એક પ્રિમોન્સુન એક્ટિવીટી થશે. બીજી પ્રિમોન્સુન એક્ટિવીટી મે મહિના છેલ્લા અઠવાડિયામાં જોવા મળશે. 25 મેથી રોહિણી નક્ષત્ર ચાલુ થતુ હોય છે તેમાં પ્રિમોન્સુન એક્ટિવિટીની શક્યતા વધારે છે. જૂન મહિનાના બીજા અઠવાડિયામાં પ્રિમોન્સુન એક્ટિવીટી જોવા મળશે તેવી શક્યતા છે. 

5/7

હવામાન શાસ્ત્રી પરેશ ગોસ્વામીએ કહ્યું છે કે, આગામી દિવસોમાં રાજ્યના હવામાનમાં પરિવર્તન આવશે. પરેશ ગોસ્વામીએ કહ્યું કે, મેના પહેલા અઠવાડિયામાં હવામાન બદલાશે. ત્યાં જ ધૂળવાળુ હવામાન પણ મે મહિનામાં જોવા મળશે. આ સિવાય ધૂળનું તોફાન ચાલશે. કચ્છના કેટલાક ભાગોમાં પવનની ગતિ 45 કિ.મી સુધી પહોંચી શકે છે.

6/7

પરેશ ગોસ્વામીએ વરસાદનો વરતારો કાઢતા કહ્યું કે, મે મહિનામાં બે થી ત્રણ વખત પ્રી-મોન્સૂન એકિટવિટી જોવા મળી શકે છે. જેમાં ખાસ કરીને 14 થી 18મી મે વચ્ચેના ચાર દિવસનો સમય પ્રી-મોન્સૂન એક્ટિવિટીનો પ્રથમ તબક્કો હશે. જે બાદ 25મી મેથી રોહિણી નક્ષત્ર ચાલુ થાય, ત્યારે પ્રી-મોન્સૂન એક્ટિવિટીનો બીજો તબક્કો આવતો હોય છે. જેમાં સાર્વત્રિક નહીં, પરંતુ કેટલાક ભાગોની અંદર છૂટોછવાયો વરસાદ રહેતો હોય છે.  

7/7

છેલ્લા 5-7 વર્ષની પેટર્ન જોઈએ તો, વેધર સાયકલમાં જે પરિવર્તન આવ્યું છે, તે પ્રમાણે પાછોતરો વરસાદ વધારે પડે છે. એટલે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ સપ્ટેમ્બરમાં ખૂબ વરસાદ પડવાનો છે. જૂન, જુલાઈ અને ઓગસ્ટમાં જેમ સારો વરસાદ પડ્યો. તેના કરતાં પણ સપ્ટેમ્બર અર્થાત ભાદરવા મહિનામાં ભરપુર વરસાદ પડવાનો છે.





Read More