PHOTOS

આવી છે અંબાલાલની ભયંકર આગાહી, આ તારીખો નોંધી લો...આવી રહી છે ગુજરાત તરફ મોટી મુસીબત

Gujarat Rain Forecast: રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ સુધી ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. રાજ્યના તમામ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. નર્મદા , ભરૂચ , સુરત , ડાંગ , નવસારી , વલસાડ , દમણ , દાદરા નગર હવેલી અને તાપીમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા અહીં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અમરેલી, ભાવનગર, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા અને છોટાઉદેપુરમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે અહીં યલો એલર્ટ આપ્યું છે.

Advertisement
1/9

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં 9 જુલાઇ સુધી છુટછવાયો વરસાદ રહેશે. ત્યારબાદ 9થી 12 જુલાઇ વચ્ચે સારા વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજ્યના પાંચ જિલ્લામાં મૂશળધાર વરસાદનું અનુમાન છે. સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે.  તો પ્રવાસન સ્થળ દીવના કેટલાક વિસ્તારોમાં  છુટોછવાયો વરસાદ વરસી શકે છે.

2/9

રથયાત્રાના દિવસે પવનનું જોર રહેશે. કેટલાક ભાગોમાં વરસાદ તો શહેરમાં વરસાદી છાંટા આવી શકે છે. અષાઢી પાંચમે વીજળી થતા ખેડૂતો માટે સારા સંકેત રહી શકે છે. તો અમદાવાદ, ગાંધીનગરમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડશે. 6 અને 7 તારીખમાં હવાના હળવા દબાણના કારણે 7 થી 14 જૂલાઈ સુધી ગુજરાતમાં વરસાદ થશે. કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. આ દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં આહવા, ડાંગ, વલસાડ, સુરતમાં ભારે વરસાદ થઈ શકે છે. દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભાવનગર, જૂનાગઢ, અમરેલીમાં હળવાથી ભારે વરસાદ આવી શકે છે. 11 જુલાઈએ અષાઢી પાંચમે રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થઈ શકે છે. 

Banner Image
3/9

આગામી 7 જૂલાઈ સુધી રાજ્યના ભાગોમાં વરસાદી ઝાપટાનું પ્રમાણ વધી શકે છે. અમદાવાદમાં અને મધ્ય ગુજરાતના ભાગોમાં વાતાવરણ વાદળછાયું રહેશે. પૂર્વ ગુજરાતમાં વરસાદી ઝાપટાં પડી શકે છે. 15 જૂલાઈ ડિપ ડિપ્રેશન બંગાળના ઉપસાગર માત્ર રચાશે. 17 થી 19 જુલાઈ દરમિયાન મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ છે. 25 જૂલાઈ સુધી ભારે વરસાદ આવી શકે છે, જેના કારણે રાજ્યમાં પૂરની સ્થિતિ ઉભી થઈ શકે છે.

4/9
રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી
રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી

હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે, રાજ્યમાં આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી છે. જેમાં રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી ,જૂનાગઢમાં અતિભારે વરસાદ તૂટી પડશે. તેથી આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થઈ છે. ગત જુન મહિનામાં 12 ટકા વરસાદની ઘટ રહી હતી. જુન મહિનામાં 118 mm વરસાદ હોવો જોઈતો હતો. તેની સામે 104 mm વરસાદ નોંધાયો હતો.  

5/9
અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થઈ
અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થઈ

જુનના અંતિમ સપ્તાહમાં વરસાદે ધબધબાટી બોલાવી છે. અટવાયેલા વાદળોનું ઝુંડ ગુજરાત તરફ અચાનક ધસી આવ્યું હોય તેમ ગુજરાતમાં ઠેરઠેર વરસાદ નોંધાયો છે. પૂર્વ અને બંગાળની ખાડીમાંથી ચોમાસાનો પ્રવેશ થયો છે. ભારતના ઉત્તરથી હવે વાદળો નીચે ઉતરી રહ્યાં છે, જે પૂર્વીય વાદળો સાથે એકબીજા સાથે ટકરાઈને અરબ સાગરમાં પહોંચીને વિક્ષોભથી મળીને ફરી પશ્ચિમી હવાઓ સાથે ગુજરાત, મહારાષ્ટ્રના રસ્તે પહોંચ્યા છે. 

6/9

અરબ સાગરમાં વાદળો મસ્કત સુધી પહોંચીને વિખેરાઈને ફરી ભારત તરફ પરત ફરી રહ્યાં છે. જેથી મુંબઈમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી છે. તેની અસરથી દક્ષિણી ગુજરાતથી મધ્ય પ્રદેશના પશ્ચિમી ભાગમાં તેની અસર જોવા મળશે. વાતાવરણના આ સમીકરણને કારણે જુલાઈના પ્રથમ સપ્તાહમાં ગુજરાતના વાતાવરણમાં જબરદસ્ત મોટો પલટો આવશે. આ કારણે ગુજરાતમાં મુશળધાર વરસાદ આવશે. 

7/9
અંબાલાલ પટેલની આગાહી
અંબાલાલ પટેલની આગાહી

આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી પણ આવી ગઈ છે. તેમણે કહ્યું કે, શ્રવણ પંચકમાં વરસાદ થાય તો તે પછી સારો વરસાદ થાય છે. ગુજરાતમાં પંચક શરૂ થતાની સાથે વરસાદ પણ થતા સારા સંકેત ગણાય છે. આજે સવારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘરવો વરસાદ એ ચોમાસા આગમનનું સૂચન છે. 4 જુલાઈથી 8 જુલાઈ વચ્ચે સારો વરસાદ થવાની શક્યતા છે. રથયાત્રા દરમિયાન પણ રાજ્યમાં સારો વરસાદ રહેશે. અષાઢ સુદ બીજે આથમતો સૂર્ય વાદળોમાં રહેવાની શક્યતા છે. 

8/9

આજે પણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. આજે સુરત, નવસારી, વલસાડમાં વરસાદની આગાહી છે. તો દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદની આગાહી છે. તાપી અને ડાંગમાં હવામાન વિભાગ દ્વારા યલો અલર્ટ જાહેર કરાયું છે. આ ઉપરાંત 4 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. શુક્રવારે ગુજરાતના 121 તાલુકામાં સાર્વત્રિ વરસાદ નોંધાયો છે. જેમાં સુરતના ઉમરપાડા અને નવસારીના વાંસદામાં સાડા 4 ઈંચ વરસાદ વરસ્યો છે. 43 તાલુકામાં 1 ઈંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે.

9/9
રાજ્યમાં વરસાદી માહોલ યથાવત
રાજ્યમાં વરસાદી માહોલ યથાવત

હવામાન વિભાગના આંકડા અનુસાર, છેલ્લાં 24 કલાકમાં રાજ્યના 131 તાલુકામાં વરસાદ વરસ્યો છે. રાજ્યના 50 તાલુકામાં 1 ઈંચથી વધારે વરસાદ વરસ્યો. સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 5 ઈંચ વરસાદ નોંધાયો. અન્યની વાત કરીએ તો, નવસારીના વાંસદા, વલસાડના કપરાડામાં 4.5 ઈંચ વરસાદ તથા નવસારીના ખેરગામમાં પણ વરસ્યો 4.5 ઈંચ વરસાદ નોંધાયો. વલસાડના પારડી, સુરતના કામરેજમાં 4 ઈંચ વરસાદ નોંધાયો. ભાવનગરના વલ્લભીપુરમાં પણ વરસ્યો 4 ઈંચ વરસાદ આવ્યો. ડેડિયાપાડા, ડોલવણ, તિલકવાડામાં પોણા 4 ઈંચ વરસાદ નોંધાયો. આમ, દક્ષિણ ગુજરાતના તમામ તાલુકામાં નોંધપાત્ર વરસાદ જોવા મળ્યો છે. મધ્ય ગુજરાતમાં નર્મદા, ખેડા, છોટાઉદેપુરમાં વરસાદની પધરામણી થઈ છે. સૌરાષ્ટ્રમાં ભાવનગરમાં નોંધપાત્ર વરસાદ જોવા મળ્યો. 

TAGS

gujarat weather forecastGujarat Weatherweather updatesઅંબાલાલની આગાહીગુજરાતનું હવામાનrain todayahmedabad weatherpredictionGujarat Monsoon ForecastAmbalal Patel forecastગુજરાત હવામાન આગાહીગુજરાતgujaratmetrology departmentગુજરાતમાં વરસાદની અંબાલાલ પટેલની આગાહીRainfall NewsWeather expertઅંબાલાલ પટેલની આગાહીઅંબાલાલ પટેલગુજરાત હવામાનગુજરાતમાં વરસાદની આગાહીGujarat Rain forecastAmbalal PatelIMDIndia Meteorological DepartmentIMD AlertMeteorologist Ambalal Patelઆજનું હવામાનઠંડીનું આગમનશિયાળોઠંડીનો ચમકારોબેવડી ઋતુWinter Alertવરસાદની આગાહીહવામાનમાં થશે મોટો ફેરફારકમોસમી વરસાદની આગાહીHeavy Rainsભારેથી અતિભારે વરસાદની આગાહીકમોસમી વરસાદgujarat rainAhmedabad Rainડિસેમ્બરજાન્યુઆરીdecember roundJanuaryકાતિલ ઠંડીહાડ થીજવતી ઠંડીભીષણ ગરમી પડશેઆકરી ગરમીગરમીની આગાહીઅલ નીનોલા નીનોheatwave prediction




Read More