PHOTOS

ઓગસ્ટમાં આવશે વરસાદનો મારફાડ રાઉન્ડ! 10 ઈંચથી પણ વધુ પડી શકે છે વરસાદ: અંબાલાલની ભયાનક આગાહી

Ambalal Patel Weather Forecast: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. 27 જુલાઈથી 2 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદનો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. ગુજરાતના કેટલાક ભાગોમાં મૂશળદાર વરસાદની શક્યતા રહેલી છે. ગુજરાતના કેટલાક ભાગોમાં જળબંબાકાર થશે. નદી, તળાવ, ચેકડેમ ઓવરફ્લો થવાની શક્યતા રહેલી છે. એટલું જ નહીં, 8થી 10 ઈંચ વરસાદ થવાની પણ આગાહી વ્યક્ત કરાઈ છે. કચ્છ-સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે.
 

Advertisement
1/6

હવામાન વિભાગે ઘણા જિલ્લાઓમાં રેડ એલર્ટની સાથે ઓરેન્જ જારી કરી છે. આ ઉપરાંત જૂનાગઢ, બોટાદ, સુરેન્દ્રનગર, આણંદ, રાજકોટ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આમાં દ્વારકા, કચ્છ, બનાસકાંઠા, જામનગરનો સમાવેશ થાય છે. રાજ્યમાં હજુ પણ ચોમાસાની ગતિવિધિ ચાલુ છે. જેના કારણે ઘણી જગ્યાએ વરસાદ પડી રહ્યો છે. IMD એ ચોમાસા વિશે કહ્યું છે કે હાલ તેની ગતિવિધિ જોવા મળશે.

2/6

હાલમાં ગુજરાતમાં હળવો વરસાદ ચાલુ છે. તાજેતરમાં, છેલ્લા અને આ અઠવાડિયામાં વરસાદ જોવા મળી રહ્યો છે. ઘણા જિલ્લાઓમાં સતત વરસાદ પડી રહ્યો છે. રાજ્યમાં સતત વરસાદને કારણે ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. ઘણા ડેમ પણ છલકાઈ ગયા છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે કેટલાક દિવસોથી ચોમાસાની પ્રવૃત્તિ ઓછી હતી, પરંતુ હવે ફરીથી સક્રિય થવાને કારણે હળવો વરસાદ પડી રહ્યો છે. જુલાઈના છેલ્લા અઠવાડિયામાં હજુ પણ વરસાદ પડવાનો છે.

Banner Image
3/6

અંબાલાલ પટેલે આજથી સારા વરસાદની આગાહી કરી છે. 23થી 24 તારીખ સુધીમાં અરવલ્લી, પંચમહાલ અને મધ્ય ગુજરાતમં ભારે વરસાદ વરસી શકે છે, તો  દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરશે તેવી અંબાલાલ પટેલે આગાહી આપી. તેમજ 26થી 30 સુધીમાં નર્મદા નદીમાં જળસ્તર વધશે અને નદી બે કાંઠે વહેતી થશે. જ્યારે 27 તારીખથી ભારે પવન સાથે વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરી છે. 

4/6

હાલ તો ગુજરાતમાં સામાન્ય વરસાદની શક્યતા છે. ગુજરાતમાં વરસાદનું જોર ઘટી ગયું છે. તેનું કારણ છે દક્ષિણ ચીન તરફ એક વાવાઝોડું બની રહ્યું છે. આફ્રિકા તરફથી આવતા પવનો અરબી સમુદ્રમાં આવી દોઢ કિલોમીટર ઊંચાઈના પવનો વાવાઝોડા તરફ જઈ રહ્યા છે. જેના કારણે અરબી સમુદ્ર કે બંગાળના ઉપસાગરમાં ભેજ આવી શકતો નથી.

5/6

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પોતાની આગાહીમાં જણાવ્યુ છે કે, 22 થી 31 જુલાઈમાં વરસાદનો એક મોટો અને લાંબો રાઉન્ડ આવી રહ્યો છે. જેને કારણે સારો વરસાદ પડે તેવી અપેક્ષા છે. જુલાઈ મહિનાના છેલ્લા અઠવાડિયામાં બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બનશે અને તે ગુજરાત પરથી પસાર થાય તેવી પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે. 22 તારીખથી બંગાળની ખાડીમાં એક સિસ્ટમ્સ સક્રિય થશે અને તે પશ્ચિમ દિશા તરફ ગતિ કરશે. તે ગુજરાત તરફ ગતિ કરે તેવી સંભાવના છે. તેની અસર 23 તારીખથી ગુજરાતને થાય તેવું અનુમાન છે. 

6/6

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 22 થી 31 જુલાઈ દરમિયાન રાજ્યમાં હળવો થી ભારે વરસાદ પડી શકે છે. 22 જુલાઈએ વડોદરા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, સુરત, તાપી, રાજકોટ, જામનગર, પોરબંદર, વલસાડ, નવરાત્રિમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની શક્યતા છે. આ સાથે જ પંચમહાલ, બનાસકાંઠા, દાહોદ, અમદાવાદ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા સહિત અનેક જિલ્લાઓમાં 23 થી 31 જુલાઈ દરમિયાન હળવા વરસાદની ચેતવણી આપવામાં આવી છે.   





Read More