PHOTOS

મઘા નક્ષત્રને લઈને અંબાલાલની સૌથી ભારે આગાહી; ગ્રહો જળ દાયક નક્ષત્રમાં હોવાથી આ જિલ્લાઓમાં પડશે અતિભારે વરસાદ

Ambalal Patel Rain Forecast: વરસાદ અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી આપી છે. મઘા નક્ષત્ર અને સૂર્ય સિંહ રાશિમાં આવતા 17 ઓગસ્ટથી સારો વરસાદ થવાની શક્યતા છે. 19થી 26 ઓગસ્ટ સુધીમાં ગુજરાતના ઘણા ભાગોમાં સારો વરસાદ થશે. તો 23 ઓગસ્ટથી 14 સપ્ટેમ્બર સુધી ગ્રહો જળ દાયક નક્ષત્રમાં હોવાથી ભારેથી અતિભારે વરસાદ શક્યતા વ્યક્ત કરી છે. ઓગસ્ટ મહિનાના અંતમાં મેઘરાજા ગુજરાતમાં ધમાકેદાર બેટિંગ કરશે.

Advertisement
1/5

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈ આગાહી કરી છે કે 6 થી10 ઓગસ્ટ સુધી વરસાદી ઝાપટા પડશે અને 18 થી 22 ઓગસ્ટ સુધી વરસાદની આગાહી કરાઈ છે, સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાત વરસાદની આગાહી કરાઈ છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, હજી વરસાદની નવી સિસ્ટમ બની નથી, નવી વરસાદની સિસ્ટમ બનશે એટલે ભૂક્કા કાઢી નાખતો વરસાદ પડી શકશે.  કોઈ પણ ભાગમાં 4 ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે. 

2/5

18 થી 22 ઓગસ્ટ દરમિયાન પણ વરસાદ યથાવત રહેશે અને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત તથા મધ્ય ગુજરાતમાં વરસાદ પડશે અને ઓગસ્ટના અંતિમ સપ્તાહમાં નવી વરસાદી સિસ્ટમ બનતા ભારે વરસાદ પડી શકે છે, બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનતા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.   

Banner Image
3/5

૨૩ ઓગસ્ટથી પર્વતાકાર વરસાદ પડશે, જ્યાં ચઢે ત્યાં વરસાદ પડે તેવી સ્થિતિ સર્જાશે. સાબરમતી નદીમાં પાણીનો આવરો આવે અને નર્મદા ડેમની પાણીની આવક વધી શકે છે, નર્મદા બે કાંઠે વહી શકે છે, તાપી નદીમાં પાણીનો પ્રવાહ વધી શકે છે. ગણેશ ચતુર્થીના તહેવાર દરમિયાન વરસાદી માહોલ રહેશે અને ૨૭ થી ૩૦ ઓગસ્ટ વરસાદ રહેશે.  

4/5

૩ સપ્ટેમ્બર થી ૧૪ સપ્ટેમ્બર દરમિયાન વિવિધ વિસ્તારમાં વરસાદ પડશે અને સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમી દરમિયાન લોકો મેળાની મજા માણી શકશે, જન્માષ્ટમી દરમિયાન વરસાદ સામાન્ય રહેશે. સૌરાષ્ટ્ર માં જન્માષ્ટમી દરમિયાન વરસાદી ઝાપટા પડી શકે છે. ઉતર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા રહેશે, સાબરકાંઠાના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે.  

5/5

આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી કરવામાં આવી છે. 3 ઓગસ્ટથી સૂર્ય આશ્લેશા નક્ષત્રમાં આવતા વિવિધ ભાગોમાં હળવા વરસાદી ઝાપટા પડવાની શક્યતા. 6 થી 10 ઓગસ્ટ સુધી વિવિધ ભાગોમાં વરસાદી ઝાપટા વધી શકે. 17 ઓગસ્ટથી મઘા નક્ષત્ર અને સૂર્ય સિંહ રાશિમાં આવતા સારો વરસાદ થવાની શક્યતા. 19 ઓગસ્ટથી 26 તારીખ સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં સારો વરસાદ થશે. 23 ઓગસ્ટથી 14 સપ્ટેમ્બર સુધી ગ્રહો જળ દાયક નક્ષત્રમાં હોવાથી ભારેથી અતિભારે વરસાદની આગાહી. 14-15  ઓગસ્ટ બાદ વરસાદની સ્થિતિ સાનુકૂળ થશે. ઓગસ્ટ મહિનાના અંતમાં ગુજરાત સારો વરસાદ થશે.   





Read More