અમરેલીની ડો.રૂપલ પટેલ
અમરેલીની ડો.રૂપલ પટેલ
ગામડું હોય કે શહેર વ્યક્તિનું ટેલેન્ટ છૂપાઈને રહી શક્તુ નથી. અમરેલી જેવા નાના શહેરમાં રહેનાર અને લગ્ન પછી પણ મિસિસ ઇન્ડિયા આઇડેન્ટિટી બ્યુટી કોન્ટેસ્ટમા ભાગ લઈને રનર્સ અપ બનનાર ડો.રૂપલ પટેલ ગુજરાતની અન્ય મહિલાઓ માટે પણ પ્રેરણાદાયી છે.
ડો. રૂપલ પટેલ યોગા એક્સપર્ટસ તથા ડેન્ટલ સર્જન પણ છે. તેમણે 70 જેટલા દેશમાં યોગા શીખવાડ્યા છે. પરિવારની જવાબદારીમાંથી સમય કાઢીને મિસિસ ઇન્ડિયા બ્યુટી કોન્ટેસ્ટમાં ભાગ લઈને બીજો નંબર પ્રાપ્ત કર્યો છે.
અમરેલીની ડો.રૂપલ પટેલ
તાજેતરમાં દિલ્હીમાં મિસિસ ઈન્ડિયા-માય આયડેન્ટીટી 2018માં અમરેલીની યુવતી ડો. રુપલ પટેલે ભાગ લીધો હતો. જેમને રનર્સ અપનું ટાઈટલ મળ્યું છે. દિલ્હીમાં યોજાયેલ આ સ્પર્ધામાં દેશભરની અનેક મહિલાઓએ ભાગ લીધો હતો. રૂપલ પટેલના પિતા અમરેલીની અમર ડેરીના મુખ્ય સંચાલક અને એમડી આર.એસ.પટેલ છે.
અમરેલી જેવા નાના શહેરમાં રહીને વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવો એ મોટી વાત છે. ડો.રૂપલને નાનપણથી જ આ પ્રકારની પ્રવૃત્તિમાં શોખ હતો. તેમણે સ્થાનિક લેવલની અનેક સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. આ વિશે ડો.રૂપલ કહે છે કે, લગ્ન પછી કદાચ બ્યુટી કોન્ટેસ્ટમાં ભાગ લેવા મળશે કે નહીં તેવુ લાગતું ન હતું. પરંતુ મારા મુંબઈમાં એન્જિનિયર છે, જેઓએ મને પ્રોત્સાહન આપ્યું. તો બીજી તરફ મારા સાસુ અને સસરાએ પણ મારી ઈચ્છાને સહર્ષ સ્વીકારીને મને સ્પર્ધામાં ભાગ લેવાની પણ મંજૂરી આપી. મને આ ટાઈટલ મેળવવામાં મારા સાસુ, સસરા અને પતિએ ખુબજ સહકાર આપ્યો હતો. રૂપલ મિસિસ ઇન્ડિયા આડેન્ટિટી સ્પર્ધામાં રનર્સ અપ આવી તે વાતનો એક માતા તરીકે મને ખૂબ જ ગર્વ છે.
ડો.રૂપલે કહ્યું કે, આ સ્પર્ધામાં રનર્સ અપ તરીકે વિનર થવું મારા માટે ગર્વની લાગણી છે.