PHOTOS

Visa મેળવવા દેશ-વિદેશના લોકો ગુજરાતના આ મંદિરમાં માને છે માનતા, 800 વર્ષ જૂનું છે દાંલા માતાજીનું મંદિર

વિદેશમાં સ્થાયી થવું અને જલસાની જીંદગી જીવવી... આ સપનું દર બીજા ગુજરાતીનું હોય છે. ઘણા લોકોનું આ સપનું સપનું જ રહી જાય છે. જ્યારે કેટલાક લોકો પોતાનું સપનું પુરુ કરવા દિવસ રાત એક કરી દે છે. 
 

Advertisement
1/10
ગાંડો ક્રેઝ ગુજરાતીઓમાં
ગાંડો ક્રેઝ ગુજરાતીઓમાં

વિદેશમાં સ્થાયી થવાનો ગાંડો ક્રેઝ ગુજરાતીઓમાં જોવા મળે છે. આ વાતનો પુરાવો છે મહેસાણા જિલ્લાનું આ ગામ. આ ગામના દરેક ઘરમાંથી એક માણસ વિદેશમાં સ્થાયી છે.

2/10
ઘરમાંથી એક વ્યક્તિ વિદેશમાં
ઘરમાંથી એક વ્યક્તિ વિદેશમાં

ગુજરાતના મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ઝુલાસણ ગામના દરેક ઘરમાંથી એક વ્યક્તિ વિદેશમાં સ્થાયી વસવાટ કરે છે. ઝુલાસણ ગામની વસ્તી અંદાજે 7000 જેટલી છે. જોકે મહેસાણા જિલ્લાનું ઝુલાસણ ગામ માત્ર આ કારણથી જ પ્રખ્યાત નથી પરંતુ અહીં આવેલું એક મંદિર પણ ખૂબ જ પ્રખ્યાત છે અને તેનું કારણ પણ વિદેશ છે. 

Banner Image
3/10
મંદિરને લઈને ભક્તોમાં આસ્થા
મંદિરને લઈને ભક્તોમાં આસ્થા

ઝુલાસણ ગામમાં દાંલા માતાજીનું મંદિર આવેલું છે. આ મંદિરને લઈને ભક્તોમાં આસ્થા છે કે વિઝા મેળવવા માટે અહીં માનતા રાખવામાં આવે તો તે અચૂક ફરે છે. 

4/10
વિઝા મેળવવા માટે માનતા
વિઝા મેળવવા માટે માનતા

મંદિરને લઈને વિઝા મેળવવાની જે આસ્થા છે તેના કારણે માત્ર ગુજરાતમાંથી જ નહીં પરંતુ રાજસ્થાન હરિયાણા સહિત અનેક રાજ્યોમાંથી લોકો અહીં આવે છે અને વિઝા મેળવવા માટે માનતા રાખે છે.

5/10
મંદિર કોમી એકતાનું પણ પ્રતીક
મંદિર કોમી એકતાનું પણ પ્રતીક

દાંલા માતાજીનું મંદિર 800 વર્ષથી વધારે જૂનું છે અને અહીં પથ્થરના યંત્રની દેવી તરીકે પૂજા કરવામાં આવે છે. આ મંદિર કોમી એકતાનું પણ પ્રતીક છે. કારણ કે અહીં મુસ્લિમ સમુદાયના લોકો પણ માનતા રાખે છે અને માનતા પૂરી થાય પછી ચાદર ચડાવે છે. 

6/10
સુખડી અને શ્રીફળનો પ્રસાદ
સુખડી અને શ્રીફળનો પ્રસાદ

હિન્દુ લોકોની વિઝા મેળવવાની માનતા પૂરી થાય ત્યારે તેઓ સુખડી અને શ્રીફળનો પ્રસાદ ચઢાવે છે.

7/10
3,000 થી વધુ લોકો વિદેશમાં વસવાટ
3,000 થી વધુ લોકો વિદેશમાં વસવાટ

આ ગામના મંદિરના પુજારીનું કહેવું છે કે ગામની 7000 જેટલી વસ્તીમાંથી 3,000 થી વધુ લોકો વિદેશમાં વસવાટ કરે છે. તેમનું કહેવું છે કે આ મંદિરમાં દર્શન કરવા આવતા લોકોમાંથી 80 ટકા લોકો એવા હોય છે જેઓ વિઝા મળે તે માટે માનતા રાખવા આવે છે.   

8/10
90 ટકા લોકોની વિઝાની માનતા ફળી
90 ટકા લોકોની વિઝાની માનતા ફળી

પૂજારીનું કહેવું છે કે અત્યાર સુધીમાં 90 ટકા લોકોની વિઝાની માનતા ફળી છે. અહીં દર્શન કરીને માનતા રાખવાથી લોકોને વિઝા મળી જાય છે.

9/10
મંદિર 800 વર્ષથી વધુ જૂનું
મંદિર 800 વર્ષથી વધુ જૂનું

ઝુલાસણ ગામમાં વિઝાની માનતા પૂરી કરતું આ મંદિર 800 વર્ષથી વધુ જૂનું છે. સ્થાનિકોનું કહેવું છે કે વર્ષો પહેલા મંદિર છે ત્યાંથી યંત્ર નીકળ્યું હતું. ત્યાર પછી ગામ લોકોએ આ યંત્રની દેવી તરીકે પૂજા કરવાની શરૂઆત કરી. 

10/10
લોકોમાં પણ મંદિરને લઈને શ્રદ્ધા
લોકોમાં પણ મંદિરને લઈને શ્રદ્ધા

લોકો અહીં માનતા રાખવા લાગ્યા અને તેમના કામ પૂરા થવા લાગ્યા જેને લઈને આસપાસના લોકોમાં પણ મંદિરને લઈને શ્રદ્ધા જાગી. ખાસ કરીને જે પણ લોકો વિઝાની લઈને અહીંની માનતા રાખે છે તેમને વિઝા મળી જાય છે જેના કારણે હવે દેશભરમાંથી અહે લોકો વિઝા માટે માનતા રાખવા આવે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)





Read More