PHOTOS

ગુજરાતને શર્મસાર કરતી ઘટના! મહિલાને અર્ધનગ્ન કરીને સરઘસ કાઢ્યું, હાથે સાંકળ બાંધી આખા ગામમાં ફેરવી

Women Safety In Gujarat : દાહોદના સંજેલીમાં ઢાલસૂમળ ગામે પરણિતા પર અત્યાચાર.... પ્રેમીને મળવા ગયેલી પરણિતાને અર્ધનગ્ન કરીને વરઘોડો કાઢ્યો... વીડિયો ઉતારીને સોશિયલ મીડિયામાં કર્યો વાયરલ....પોલીસે ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી

Advertisement
1/5
મહિલા પર અમાનુષી અત્યાચાર
મહિલા પર અમાનુષી અત્યાચાર

આજના શિક્ષિત સમાજને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. દાહોદના સંજેલી તાલુકામાં પરિણીતા પર અમાનુષી અત્યાચાર કરાયો. ગામ લોકોએ મહિલાને અર્ધનગ્ન હાલતમાં ફેરવી હતી. એટલું જ નહિ, તેને બાઈક પાછળ સાંકળથી બાંધી વરઘોડો કાઢ્યો હતો. અન્ય મહિલાઓ અને બાળકો પણ વરઘોડામાં જોવા મળ્યા હતા. સંજેલીના ઢાલસૂમળ ગામનો વીડિયો હોવાનું અનુમાન છે. મહિલા પ્રેમીને મળવા ગઈ હોવાનો લોકોનો આરોપ તેના પર મૂકાયો છે. 

2/5
મહિલા પ્રેમી સાથે પકડાતા તાલિબાની સજા અપાઈ
મહિલા પ્રેમી સાથે પકડાતા તાલિબાની સજા અપાઈ

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાનાના ઢાલસૂમળ ગામે 35 વર્ષીય પરિણીતા મહીલા ઉપર અત્યાચારનો કિસ્સો સામે આવ્યો છે. પરિણીતા તેના પ્રેમીને મળવા ગઈ ત્યારે 15 વ્યક્તિઓ ટોળાએ તેને ઘરમાંથી બહાર કાઢી અર્ધનગ્ન હાલતમાં બાઈક ઉપર બેસાડી આખા ગામમાં વરઘોડો કાઢ્યો હતો. 15 લોકોના ટોળાએ મહિલાને અર્ધનગ્ન કરી માર મારી બાઈકના કેરીયર ઉપર બેસાડી ગામમાં ફેરવી હતી. એટલું જ નહિ, આ ઘટનાનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.

Banner Image
3/5
ઘટનાના સળગતા સવાલ
ઘટનાના સળગતા સવાલ

ત્યારે આ ઘટના અનેક સળગતા સવાલ ઉભા કરે છે શક્તિ સ્વરૂપા મહિલા સાથે આ વ્યવહાર કેટલો યોગ્ય? મહિલાને અર્ધનગ્ન હાલતમાં ફેરવવી કેટલું ઉચિત? મહિલાએ ભૂલ કરી તો આવી રીતે સજા આપવાની? શું આવી રીતે સમાજ કોઈ સ્ત્રીનું સન્માન કરે છે? ટોળાને મહિલાનું સરાજાહેર ચિરહરણ કરતાં શરમ ન આવી? ટોળામાં અન્ય મહિલાઓ પણ હતી તેમને પણ દયા ન આવી? આધુનિક યુગમાં આ પ્રકારના જઘન્ય કૃત્ય ચલાવી શકાય? સમાજને કોણે આપી દીધો છે કોઈને સજા આપવાનો હક? 

4/5
વીડિયો વાયરલ થયા બાદ ફરિયાદ 
વીડિયો વાયરલ થયા બાદ ફરિયાદ 

વીડિયો વાયરલ થયા બાદ સ્થાનિક પોલીસ હરકતમાં આવી છે. પોલીસે આ મામલે મહિલાની ફરિયાદ નોંધી 15 જણા વિરુદ્ધ નામજોગ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

5/5
કોની કોની સામે ફરિયાદ દાખલ
કોની કોની સામે ફરિયાદ દાખલ

બાહદુર કાંતી ડામોર- સસરા, સંજય બાહદુર ડામોર, કીર્તન કાંતી ડામોર, રાજુ ધર્મેન્દ્ર રાજુ ડામોર, હંસા રાજુ ડામોર, હીમંત ડાભોર, રમીલા સિસોદીયા, સીતા વિનોદ, ચંપા બાહદુર ડામોર, ગોવિંદ ભરત ડામોર, કલ્યાણ ડામોર, હીમત ગેદાલ ડામોર, વર્ષા પપ્પુ ડામોર, વિક્રમ બહાદુર પગી





Read More