PHOTOS

ભાજપના નેતાની પત્ની અને મોડલ-ઈન્ફ્લુએન્ઝર રિદ્ધી સુથારનો આપઘાત, કેનાલમાંથી મળી લાશ

Model Rid Suthar Suicide : આણંદના બોરીયાવી નગરપાલિકાના નવનિયુક્ત કારોબારી ચેરમેન રૂષિન પટેલની પત્નીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. મોડલ અને ઈન્ફ્લુએન્દજર રિદ્ધિ સુથારનો કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યો છે. રિદ્ધિ ના અચાનક આપઘાતથી ઉઠ્યા સવાલ! 
 

Advertisement
1/6

પ્રાપ્ત માહિતી અનુસાર, બોરીયાવીના રૂષિલ પટેલે આણંદની રિદ્ધિ સુથાર સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. ત્યારે દોઢ વર્ષના બાળકની માતા રિદ્ધ સુથારના આપઘાતથી બોરીયાવીમાં ચર્ચાઓ ઉઠી છે. એવું તો શું થયું કે રિદ્ધી સુથારને મોત વ્હાલુ કરવું પડ્યું.   

2/6

રિદ્ધી પટેલે લાંભવેલ પાસેથી પસાર થતી કેનાલમાં ઝંપલાવ્યું હતું. જ્યાં કેનાલમાં તરતો તેનો મૃતદેહ મળી આવ્યો છે. કણજરી પાસેથી રિદ્ધિના મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે નડિયાદ ખસેડાયો છે.   

Banner Image
3/6

રિદ્ધિ સુથાર મોડલિંગ અને ઈનફલ્યુન્સર તરીકે કામ કરતી હતી. તો પતિ રૂષિલ પટેલ તાજેતરમાં જ બોરીયાવી પાલિકાની ચૂંટણીમાં ભાજપના મેન્ડેડથી જીતી કારોબારી ચેરમેનનું પદ ધરાવે છે.  

4/6

અચાનક રિદ્ધિના સ્યુસાઇડથી બોરીયાવી સહિતના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. પોલીસે સમગ્ર મામલે ઊંડાણ પૂર્વ તપાસ હાથ ધરી છે. રિદ્ધિના અચાનક આપઘાતથી ઉઠ્યા સવાલ! વડતાલ પોલીસે આત્મહત્યાનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. 

5/6
6/6




Read More