Anant Ambani Wedding Photos: અંબાણી પરિવારના રાજકુંવર એવા અંનત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંકશનમાં દુનિયાભરની નામાંકિત હસ્તીઓ હાજર રહી. જોકે, એમાં કેટલી તસવીરો એટલી વાયરલ થઈ કે શું કહેવું. જોઈને આ તસવીરો જોઈને તમે પણ કહેશો કે ક્યા બાત હૈ...
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંકશનની કેટલીક તસવીરો સૌથી વધારે ચર્ચામાં રહી. જોશો તો તમે પણ જોતા રહેશો.
આ ફંક્શનમાં બોલીવુડનું વધુ એક સ્ટાઈલીશ કપલ સૈફ અને કરીના પણ જોવા મળ્યા હતા. સૈફ અલી ખાન બ્લેક સૂટમાં તો કરીના સેક્સી સાડીમાં જોવા મળી. તેમની સાથે તૈમૂર પણ હાજર હતો.
આ ફંક્શનમાં ફેસબુકના ફાઉન્ડર માર્ક ઝકરબર્ગ અને તેમની પત્ની પ્રિસિલા ચાન જોવા મળ્યા હતા. બ્લેક આઉટફિટમાં આ કપલે જમાવટ કરી હતી.
અનંત-રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શનમાં ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને પત્ની સાક્ષી પણ જોવા મળ્યા હતા. બન્ને ખુબ જ હોટ લાગી રહ્યાં હતાં.
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાન્કા ટ્રમ્પ તેમના પતિ જેરેડ કુશનર સાથે અંબાણીના ફંકશનમાં જોવા મળી. ઈવાન્કાની ડિઝાઈનર સાડીએ સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું હતું.
અદાર પૂનાવાલા અને તેની પત્ની નતાશા પૂનાવાલા પ્રી-વેડિંગમાં જોવા મળ્યા હતા. નતાશાનો અનોખો ડ્રેસ લાઈમલાઈટમાં રહ્યો હતો. તેણે કસ્ટમ ગાઉન પહેર્યું હતું, જેની ઉપર સિલ્વર મેટલનો ડોમ હતો.