અંક જ્યોતિષ અનુસાર દરેક સંખ્યાનો એક વિશેષ ગુણ અને પ્રભાવ હોય છે. જન્મતિથિના આધાર પર વ્યક્તિના સ્વભાવ, વિચાર, કરિયર અને ભવિષ્યની સંભાવનાઓનું અનુમાન લગાવી શકાય છે.
જન્મતિથિથી મૂળાંક કાઢવામાં આવે છે, જે 1થી 9 વચ્ચેની સંખ્યા હોય છે અને દરેકનો સંબંધ કોઈને કોઈ ગ્રહ સાથે જોડાયેલો રહે છે. મૂળાંક 4ના સ્વામી ગ્રહ રાહુ છે, જે વ્યક્તિમાં બુદ્ધિ અને મહત્વકાંક્ષાનો સંચાર કરે છે.
જે વ્યક્તિઓનો જન્મ કોઈ મહિનાની 4, 13, 22 કે 31 તારીખે થયો હોય તેનો મૂળાંક 4 માનવામાં આવે છે. આ અંકના પ્રભાવથી લોકો મહેનતું, જોખમ ઉઠાવનાર અને નિખાલસ હોય છે.
આ અંકના લોકો કઠિન પરિશ્રમથી સફળતા મેળવે છે. આ લોકો પોતાનું કામ નિષ્ઠાથી કરે છે અને દરેક સ્થિતિમાં તેને પૂર્ણ કરવાનો પ્રયાસ કરે છે. મહેનતને કારણે તેને અચાનક આર્થિક લાભ મળવાની સંભાવના રહે છે.
આ લોકો નિર્ણય લેવામાં સાહસિક હોય છે અને પરિણામની ચિંતા કર્યા વગર જોખમ ઉઠાવે છે. તેની પાસે અનોખા વિચાર અને દ્રષ્ટિકોણ હોય છે, જેથી તે અન્ય લોકો કરતા અલગ ઓળખ બનાવે છે.
મૂળાંક 1ના લોકો રાજનીતિ, કાયદો અને મીડિયા ક્ષેત્રમાં સારી નામના મેળવે છે. તેના રણનીતિક વિચાર તેને નેતૃત્વ ભૂમિકામાં આગળ વધારે છે.
અંક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મૂળાંક 4ના લોકો ધાર્મિક પ્રવૃત્તિના હોય છે અને પોતાના ઈમાનદાર તથા સંયમિત વ્યવહારથી સમાજમાં સન્માન મેળવે છે.
મૂળાંક 4ની સૌથી મોટી વિશેષતા તેની નિખાલસતા હોય છે. આ મૂળાંકના લોકો પોતાની વાત સ્પષ્ટ રીતે રજૂ કરે છે અને જરૂર પડવા પર બીજાની મદદ માટે હંમેશા આગળ રહે છે.
ડિસ્ક્લેમરઃ અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતા પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.