PHOTOS

Photos: 'અનુપમા'ના લાડકા સમરને રિયલ લાઈફમાં આ અભિનેત્રીએ આપ્યો હતો મોટો આઘાત, નામ જાણીને ચોંકશો

અનુપમાનો લાડકો સમર તો ફેન્સનો પણ લાડકો છે. પરંતુ શું તમે જાણો છો સમર એટલે કે પારસ કલનાવતની એક્સ ગર્લફ્રેન્ડ વિશે?

Advertisement
1/7
પારસની એક્સ ગર્લફ્રેન્ડ
પારસની એક્સ ગર્લફ્રેન્ડ

સિરીયલ અનુપમામાં સમરની ભૂમિકા ભજવતો પારસ આજકાલ તો ઘરે ઘરે જાણીતો થઈ ગયો છે. લોકો પારસને હવે સમરના નામથી જ ઓળખવા લાગ્યા છે. શું તમે જાણો છો કે  પારસ કલનાવત બિગ બોસ સ્પર્ધક ઓટીટી સ્ટાર ઉર્ફી જાવેદ (Urfi Javed) નો એક્સ બોયફ્રન્ડ છે. થોડા વર્ષો પહેલા જ પારસ અને ઉર્ફી એકબીજાને ડેટ કરતા હતા. પારસ અને ઉર્ફીની પહેલી મુલાકાત સિરીયલ 'મેરી દુર્ગા' ના સેટ પર થઈ હતી. જો કે જલદી આ બંનેનો સંબંધ હંમેશા માટે ખતમ થઈ ગયો. 

2/7
નવ મહિનામાં થઈ ગયું બ્રેકઅપ
નવ મહિનામાં થઈ ગયું બ્રેકઅપ

અમારી સહયોગી બોલીવુડ લાઈફ વેબસાઈટના અહેવાલ મુજબ પારસ કલનાવત ઉર્ફી જાવેદ અંગે ખુબ ગંભીર હતો. પારસ ઉર્ફી સાથેના સંબંધ આગળ લઈ જવા માંગતો હતો. તમને જાણીને નવાઈ લાગશે કે પારસ અને ઉર્ફીનો સંબંધ એક વર્ષ પણ ન ટક્યો અને ઉર્ફીએ પારસ  સાથે 9 મહિનામાં જ બ્રેકઅપ કરી લીધુ. 

Banner Image
3/7
પારસે બનાવ્યું હતું ટેટુ
પારસે બનાવ્યું હતું ટેટુ

ઉર્ફી જાવેદે અચાનક પારસ સાથે બ્રેક અપ કરી લીધુ હતું. આ ખબરે ઉર્ફી જાવેદના ફેન્સને ચોંકાવી દીધા હતા. બ્રેકઅપ થયા બાદ પારસ કલનાવતે ઉર્ફી જાવેદના નામનું એક ટેટુ બનાવડાવ્યું હતું. બ્રેકઅપ બાદ પારસ કલનાવતે ઉર્ફી જાવેદને તેના તમામ ગિફ્ટ પણ પાછા આપી દીધા હતા. 

4/7
પારસે ન જણાવ્યું કારણ
પારસે ન જણાવ્યું કારણ

પારસ કલનાવત ઉર્ફી જાવેદ સાથે બ્રેકઅપ થયા બાદ તૂટી ગયો હતો. પોતાને સંભાળવામાં તેને ખુબ સમય લાગ્યો હતો. પારસ આજે પણ એ વાત સમજી શકતો નથી કે ઉર્ફીએ તેની સાથે બ્રેકઅપ કેમ કર્યું. ઉર્ફી જાવેદે પણ આજ સુધી પારસ કલનાવતને તેની સાથે બ્રેકઅપનું કોઈ કારણ જણાવ્યું નથી. 

5/7
ઉર્ફીએ આપ્યું હતું આ કારણ
ઉર્ફીએ આપ્યું હતું આ કારણ

બ્રેકઅપ બાદ ઉર્ફી જાવેદે પારસ અંગે ચૂપ્પી તોડી હતી. ઉર્ફી જાવેદે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું કે પારસ કલનાવત અને તે એકબીજા કરતા બિલકુલ અલગ છે. પારસને લોકોને મળવું ગમતું નથી. જ્યારે ઉર્ફી જાવેદ પાર્ટી લવર છે. ઉર્ફી જાવેદ નોનવેજ ખાય છે જ્યારે પારસ કલનાવત સંપૂર્ણ રીતે વેજિટેરિયન છે. આ જોડીને અપોઝિટ પેર કહેવી જોઈએ. આવામાં બ્રેકઅપ કરવું જ બંનેની ભલાઈ હતી. 

6/7
હાલમાં જ ટ્રોલ થઈ ઉર્ફી જાવેદ

ઉર્ફી તેના લૂકના કારણે ખુબ ટ્રોલ થયા કરતી હોય છે. હાલમાં તો તેણે તમામ હદો પાર કરી નાખી. એરપોર્ટ પર ઉર્ફી ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં જોવા મળી. પાપારાઝીઓને ત્યાં ઊભેલા જોઈને તેમની સામે થોભી તસવીરો પણ પડાવી. લોકોએ તેને આ કપડાંના કારણે ટ્રોલ પણ કરી નાખી. કોઈએ તો તેને રણવીર સિંહની બહેન કરી ગણાવી દીધી તો કોઈએ તેને સુધરી જવાની સલાહ આપી દીધી. 

7/7
લોકોએ આપ્યા આ રિએક્શન

એક યૂઝરે કોમેન્ટ સેક્શનમાં લખ્યું કે 'ઉર્ફી નહીં ઉલ્ટી છે આ'. અન્ય એક યૂઝરે લખ્યું કે 'હવે કોઈ દિવસ કપડાં વગર આ એરપોર્ટ પહોંચી જાય તો પણ મને નવાઈ નહીં લાગે.' આ જ રીતે અન્ય એક યૂઝરે લખ્યું કે 'આ આખરે કરવા શું માગે છે. દર વખતે તેના દરજીને કપડાં ઓછા પડે છે કે શું?' ઉર્ફી દર વખતે આવા કપડાં પહેરીને પહોંચી જાય છે અને લોકો તેને ટ્રોલ કરે છે. જો કે અભિનેત્રીએ આ અંગે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે તે આ પ્રકારના કપડાં અટેન્શન મેળવવા માટે નહીં પરંતુ પોતાની ખુશી માટે પહેરે છે. 





Read More