PHOTOS

Anupamaa Spoiler Alert: કાવ્યાના સૌથી મોટા રહસ્ય પરથી ઉઠશે પડદો, શું અનુપમા બનશે વનરાજનો સહારો?

નવી દિલ્લીઃ ટીવી સીરિયલ અનુપમામાં હવે વનરાજ અને અનુપમાના તલાક થઈ ચૂક્યા છે. અનુપમા (Anupamaa) એ પોતાને પરિવારથી અલગ તો કરી લીધી પણ તે મનથી આજે પણ તેમની સાથે જોડાયેલી છે. જોકે, અનુપમાએ પોતાની જિંદગીમાં આગળ વધવાનો નિર્ણય લઈ લીધો છે. પાછલા એપિસોડમાં દર્શાવવામાં આવ્યું હતુંકે, વનરાજ અને કાવ્યા કોર્ટમાં જશે જેથી કાવ્યા અને અનિરુદ્ધ હંમેશા હંમેશા માટે અલગ થઈ જાય.
 

Advertisement
1/5
વનરાજ અને અનિરુદ્ધની થશે ટક્કર
વનરાજ અને અનિરુદ્ધની થશે ટક્કર

કોર્ટમાં જેવા જ વનરાજની સામે અનિરુદ્ધ આવશે તો એકબીજા વચ્ચે બોલાચાલી થવાની પુરી શક્યતા છે. અનિરુદ્ધ કાવ્યા સાથે વનરાજને જોઈને તુરંત જ ભાન ભૂલી જાય છે. અને વનરાજ જોડે લડી પડશે. ત્યાર બાદ બન્ને એકબીજા સાથે હાથાપાઈ કરવા લાગે છે.

2/5
કાવ્યા કરાવશો મામલો શાંત
કાવ્યા કરાવશો મામલો શાંત

વચ્ચે પડીને કાવ્યા બન્નેને દૂર કરીને મામલો શાંત કરાવવાનો પ્રયાસ કરે છે. અનિરુદ્ધ કાવ્યાને મનાવવાની પુરી કોશિશ કરે છે કે કાવ્યા તલાક લેવાની ના પાડી દે. પરંતુ કાવ્યા નથી માનતી. વનરાજને પણ ભલે પોતાની ભૂલનો અહેસાસ થયો હોય, પણ હવે બધું બદલાઈ ચૂક્યું છે.  

Banner Image
3/5
કાવ્યા કરશે અનિરુદ્ધ સાથે એક સોદો
કાવ્યા કરશે અનિરુદ્ધ સાથે એક સોદો

વનરાજ આટલી આસાનીથી કાવ્યાની ચંગુલમાંથી નથી નીકળવાનો. અનુપમાના અપકમિંગ એપિસોડમાં તમે જોશોકે, અનિરુદ્ધ સાથે કાવ્યા એક સોદો કરવાની છે. આ કારણે એ તેને તલાક આપવા માટે પણ રાજી થઈ જશે. અને પછી કાવ્યા અને અનિરુદ્ધનો તલાક થઈ જશે.  

4/5
કાવ્યા કરશે લગ્નની તૈયારી
કાવ્યા કરશે લગ્નની તૈયારી

તલાક થયા બાદ તુરંત જ કાવ્યા પોતાના લગ્નની તૈયારીઓ શરૂ કરી દેશે. વનરાજ એ વાતથી ખુબ પરેશાન થઈ જશે. તેને લાગશે કે તે અનુપમાને હંમેશા માટે ખોઈ બેસશે. વનરાજ દર વખ્તે કાવ્યાને ભાગતો દેખાશે.  

5/5
વનરાજને ખબર પડશે કાવ્યાનું સત્ય
વનરાજને ખબર પડશે કાવ્યાનું સત્ય

એવામાં ખુબ જ જલ્દી વનરાજને કાવ્યા અને અનિરુદ્ધની ડીલ એટલેકે, સોદા અંગેની ખબર પડી જશે. કાવ્યા પુરો પ્રયાસ કરશે કે વનરાજને તેની સાચી વાત ખબર ન પડે. પણ અનુપમાની મદદથી વનરાજ સામે કાવ્યાનો અસલી ચહેરો પણ સામે આવી જશે. અને એના કારણે એ વધારે દુઃખી થઈ જશે.  





Read More