PHOTOS

WWDC 2022: એપલે લોન્ચ કર્યું iOS 16, નવા ફીચર્સે મચાવી ધમાલ, જાણો A To Z માહિતી

અન્ય ફીચર્સમાં જોઈએ તો લાઈવ ટેક્સ્ટમાં પણ અપડેટ કરાયું છે. તે હવે વીડિયોમાં પણ કામ કરશે. તેનાથી વીડિયોને પોઝ કરીને ટેક્સ્ટને કોપી કરી શકાય છે. વોલેટમાં પણ અપડેટ આવ્યું છે. આ ઉપરાંત ફોટાથી કોઈ આઈટમને લિફ્ટ આઉટ કરી શકાય છે. સ્પોર્ટ્સ ફેન્સ માટે આ અપડેટમાં માય સ્પોર્ટ્સ ઓપ્શન મળશે. જેમાં લાઈવ સ્કોર, ફિક્સર, સ્ટેન્ડિંગ જોઈ શકાશે. ફોટોઝમાં પણ અપડેટ  કરાયું છે. 

Advertisement
1/6
iOS 16 release date
iOS 16 release date

કંપની દ્વારા એપલ ડેવલપર પ્રોગ્રામના સભ્યો માટે iOS 16નું ડેવલપર પ્રીવ્યૂ રોલ આઉટ કરવાનું શરૂ કરી દેવાયું છે. યૂઝર્સ માટે જુલાઈથી એક જાહેર બીટા ઉપલબ્ધ થશે અને યૂઝર્સ કંપનીની વેબસાઈટ પર સાઈન અપ કરી શકે છે. કંપનીના જણાવ્યાં મુજબ iOS 16  અપડેટ અને WWDC માં જોવા મળેલા સોફ્ટવેર ફીચર્સ ચાલુ વર્ષના અંતમાં-સપ્ટેમ્બર સુધીમાં આઈફોન 8 અને ત્યારબાદના મોડલ માટે ઉપલબ્ધ હશે. 

2/6
ઉત્તમ લોક સ્ક્રિન સપોર્ટ
ઉત્તમ લોક સ્ક્રિન સપોર્ટ

iOS 16ની અપડેટ મલ્ટી લેયર્ડ કટોમાઈઝેશન ઓપ્શન્સ સાથે iOS 16 લોક સ્ક્રિન માટે સૌથી મોટા અપડેટમાંથી એક લાવશે. યૂઝર્સ પાસે વિઝેટ જેવી ક્ષમતાઓવાળા વોલપેપર સુધી પહોંચ રહેશે અને ઓએસ યૂઝર્સને તેમના સેટઅપને કસ્ટમાઈઝ કરતી વખતે જાત જાતના ટાઈપફેસ અને રંગ ફિલ્ટરથી પસંદ કરવાની મંજૂરી રહેશે. તેમાં એક ફોટોશફલ મોડ પણ હશે જે યૂઝર્સને પોતાની લોકસ્ક્રિનને સ્વસંચાલિત રીતે સ્વિચ કરવા દેશે. આઈઓએસ પર લોકસ્ક્રિન નોટિફિકેશન હવે સ્ક્રિનની નીચેથી સ્ક્રોલ થઈ જશે. જેનાથી તેને એક હાથથી ટેપ કરવા અને જોવા વધુ સરળ બનશે. 

Banner Image
3/6
Focus Modes
Focus Modes

iOS 15 સાથે ફોકસ મોડ રજૂ કરવામાં આવ્યા હતા અને એપલ તેને iOS 16 સાથે લોકસ્ક્રિન પર લાવી રહ્યું છે. યૂઝર હવે લોક સ્ક્રિનથી ફોકસ મોડને લોક સ્ક્રિન સાથે સ્વાઈપ સહિત એક્ટિવ કરી શકે છે. iOS 16 લોન્ચ થતાની સાથે એપલ પોતાની એપ્સમાં ફોકસ મોડ માટે  ડીપર ઈન્ટિગ્રેશન પણ લાવશે. જેનાથી યૂઝર કેલેન્ડર, મેઈલ, સંદેશ, અને સફારી જેવી એપથી ટેબ, એકાઉન્ટ, ઈમેઈલ અને સુવિધિાઓને ફિલ્ટર કરી શકશે. એપલ યૂઝરને એક મેસેજ સાથે સાવધ કરશે જે જાણ કરશે કે મેસેજ ફોકસ દ્વારા ફિલ્ટર કરાયા છે. 

4/6
મેસેજ
મેસેજ

એપલ હવે આઈમેસેજને એડિટ કે રીકોલ કરવાની પણ સુવિધા આપશે. એપલે પોતાની મેસેજિંગ એપમાં ત્રણ ફીચર્સને એડ કર્યા છે. જો મેસેજ એસએમએસ ટેક્સ્ટની જગ્યાએ આઈમેસેજ છે તો યૂઝર્સ તેને એડિટ કે રીકોલ કરી શકે છે. આ સિવાય તે ટેક્સ્ટને સ્નૂઝ પણ કરી શકે છે જેથી કરીને પાછળથી હેન્ડલ કરી શકાય. એપલના જણાવ્યાં મુજબ શેરપ્લે આઈઓએસ 16 સાથે મેસેજમાં પણ આવી રહ્યું છે. જેનાથી યૂઝર મૂવી, અને ગીતો જેવા સિંક કરાયેલા કન્ટેન્ટ પણ જોઈ શકે છે. જ્યારે સંદેશ ચેટમાં પ્લેબેક કંટ્રોલ શેર કરી શકે છે. 

5/6
મેઈલ
મેઈલ

આઈઓએસ 16 પર મેઈલ એપ પર ઈમેઈલ માટે શિડ્યૂલિંગ આવી રહ્યું છે. યૂઝર્સને એ પણ યાદ અપાવવામાં આવશે કે શું તેઓ પોતાના ઈમેઈલમાં એટેચમેન્ટ જોડવાનું ભૂલી ગયા છે. અત્રે જણાવવાનું કે આ સુવિધાઓ જીમેઈલ જેવી પ્રતિસ્પર્ધી સેવાઓ અને એપ્સ પર અપાય છે. એપલ મેઈલ એપમાં સર્ચ ફીચરને પણ અપડેટ કરાઈ રહ્યું છે. જે હાલના ઈમેઈલ, કોન્ટેક્ટ્સ, ડોક્યૂમેન્ટ્સ અને લિંક્સને ઈમેઈલ માટે સર્ચ કરવા પર સામે આવશે. 

6/6
Parental Controls
Parental Controls

કંપની દ્વારા પેરેન્ટલ કંટ્રોલ અપડેટની પણ જાહેરાત કરવામાં આવી છે. જેનાથી માતા પિતા ડિવાઈસ સેટ કરતી વખતે જ બાળકો માટેની વ્યવસ્થા કરી શકે છે. માતા પિતાને એવી મૂવી, એપ્સ, પુસ્તકો અને સંગીત માટે સૂચનો મળતા રહેશે. બાળકો માતા પિતા સાથે સંદેશાઓ પર વધુ સક્રિન સમય માટે મંજૂરી માંગી શકે છે અને માતા પિતા ચેટ પડતી મૂક્યા વગર આ ભલામણ સ્વીકારી કે અસ્વીકારી શકે છે.





Read More