PHOTOS

ફટાફટ બાયોડેટા તૈયાર રાખજો! વિશ્વની સૌથી મોટી કંપની આપશે 6 લાખ નોકરીઓ, મહિલાઓને ફાયદો

Jobs in India: એપલ ભારતમાં સૌથી વધુ બ્લૂ કોલર જોબ પૈદા કરનાર કંપનીઓમાં સામેલ થઈ ચૂકી છે. એપલના વેન્ડર અત્યાર સુધી લગભગ 1.65 લાખ નોકરીઓ આપી ચૂક્યા છે.

Advertisement
1/5

Jobs in India: દુનિયાની દિગ્ગજ કંપની એપલ ઈંક આ વર્ષે ભારતમાં લગભગ 6 લાખ નોકરીઓનું સર્જન કરવા જઈ રહી છે. આ નોકરીઓ એપલની સાથે તેમની સાથે કામ કરી રહેલી કંપનીઓ મારફતે પૈદા થશે. તેમાંથી લગભગ 2 લાખ લોકોને સીધો એપલ માટે કામ કરવાનો મોકો મળશે. નવી જોબમાં મહિલાઓની સંખ્યા લગભગ 70 ટકા રહેવાની છે. નોકરીઓનો આ અવસર આ નાણાકીય વર્ષમાં માર્ચ સુધીમાં પૈદા કરવામાં આવશે.

2/5
મેન્યુફેર્ચરિંગ માટે ભારતને બનાવવામાં આવશે ગઢ
મેન્યુફેર્ચરિંગ માટે ભારતને બનાવવામાં આવશે ગઢ

ઈકોનોમિક ટાઈમ્સના એક રિપોર્ટ અનુસાર, એપલ જલ્દીથી જલ્દી ચીનમાં મેન્યુફેક્ચરિંગ પર નિર્ભરતા ઓછી કરવા માંગે છે. એપલે પોતાનો નવો ગઢ ભારતને પસંદ કર્યો છે. કંપની સૌથી વધુ મેન્યુફેક્ચરિંગ ભારતમાં કરવા માંગે છે. જેના લીધે દેશમાં નોકરીઓની સિઝન ખીલી ઉઠવાની છે. એપલ અને તેની સાથે જોડાયેલી કંપનીઓ દ્વારા સરકારને આપવામાં આવેલા ડેટા અને અનુમાનોના આધાર પર રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ વર્ષ પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રોજગાર લગભગ 6 લાખથી વધુ નોકરીઓ પૈદા થશે.

Banner Image
3/5
આ કંપનીઓ મારફતે આપવામાં આવી છે 1.65 લાખ જોબ
આ કંપનીઓ મારફતે આપવામાં આવી છે 1.65 લાખ જોબ

રિપોર્ટમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે ફોક્સકોન, વિસ્ટ્રોન અને પેગાટ્રોને લગભગ 80,872 નોકરીઓનું સર્જન કર્યું છે. વિસ્ટ્રોન હવે ટાટા ઈલેક્ટ્રોનિક્સ બની ગયું છે. આ સિવાય એપલને સપ્લાય કરતી ટાટા ગ્રુપ, સાલકોમ્પ, મધરસન, ફોક્સલિંક, સનવોડા, એટીએલ અને જેબિલ પણ 84 હજારથી વધુ નોકરીઓનું સર્જન કરી ચૂકી છે.  

4/5
સૌથી વધુ બ્લૂ કોલર જોબ પૈદા કરનાર કંપનીઓમાં થઈ સામેલ
સૌથી વધુ બ્લૂ કોલર જોબ પૈદા કરનાર કંપનીઓમાં થઈ સામેલ

છેલ્લા કેટલાંક સમયમાં એપલ દેશમાં સૌથી વઘુ કોલર જોબ પૈદા કરનાર કંપનીઓ સામેલ થઈ ચૂકી છે. Apple માટે કામ કરનારાઓમાં મોટી સંખ્યામાં યુવાનો તેમજ મહિલાઓનો સમાવેશ થાય છે.

5/5

એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે વર્ષ 2020માં સ્માર્ટફોન પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ (PLI સ્કીમ) રજૂ કરવામાં આવી ત્યારથી એપલ વેન્ડર્સે લગભગ 165,000 નોકરીઓનું સર્જન કર્યું છે. સરકાર માને છે કે ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગમાં પ્રત્યેક 1 સીધી નોકરી માટે 3 પરોક્ષ નોકરીઓનું સર્જન થાય છે.





Read More