Curd Facial: ફેશિયલ કરાવવાથી સ્કિન પર ચમક આવી જાય છે અને ડેડ સ્કિન સાફ થી જાય છે. ઉનાળામાં તમે ફેશિયલ કરાવ્યા વિના પણ ચમકતી ત્વચા મેળવી શકો છો. તેના માટે બસ 2 ચમચી દહીં જરૂરી છે. દહીંથી આ રીતે સ્કિન કેર કરવાથી ફેશિયલ જેવો ગ્લો સ્કિન પર આવી જશે.
ફેશિયલની શરુઆત સ્કિન ક્લીન કરીને કરો. તેના માટે દહીંથી સ્કિન પર માલિસ કરો. ત્યારબાદ પાણીથી ચહેરો સાફ કરી લો.
સ્કિનની ડેડ સ્કિન દુર કરવા માટે દહીંમાં કોફી પાવડર મિક્સ કરી સ્કિન પર સ્ક્રબ કરો. 10 મિનિટ પછી સ્કિનને સાફ કરી લો.તેનાથી બધી જ ડેડ સ્કિન સાફ થઈ જશે.
દહીમાં મધ ઉમેરી સ્કિન પર અપ્લાય કરો. જે લોકોની સ્કિન ડ્રાય હોય તેમણે મધ સાથે વિટામિન ઈની કેપ્સૂલ પણ ઉમેરી દેવી.
આટલા સ્ટેપ ફોલો કર્યા પછી દહીંમાં ચણાનો લોટ મિક્સ કરી એક ફેસપેક તૈયાર કરો અને તેને ચહેરા પર અપ્લાય કરો. આ રીતે દહીંથી સપ્તાહમાં એકવાર ફેશિયલ કરી લેશો તો ચહેરો ઉનાળામાં પણ ચાંદ જેવો ચમકતો રહેશે.