PHOTOS

પરેશ ગોસ્વામીની ખુશ કરી દેતી આગાહી : અરબ સાગરમાં નવો કરંટ આવ્યો, પલટાઈ ગયું હવામાન

Paresh Goswami Forecast : હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની નવી આગાહી ખુશ કરી દેતી છે. તેમણે અરબ સાગરમાં નવી સિસ્ટમ સક્રિય થવાની માહિતી આપી છે, જેથી સપ્ટેમ્બર મહિનો વરસાદથી ભરપૂર રહેશે. 

Advertisement
1/4
હાલ વરસાદનો કોઈ રાઉન્ડ નહિ આવે
હાલ વરસાદનો કોઈ રાઉન્ડ નહિ આવે

હાલ ગુજરાતમાં ચારેતરફ વરાપનો મોહાલ છે. ચારેતરફ છુટો છવાયો વરસાદ છે. પરંતું સારા વરસાદની કોઈ શક્યતા નથી. આવતીકાલે 7 અથવા 8 ઓએલઆર ડાઉન થઈ રહ્યો છે. ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં આટલું ઓછું તાપમાન જતુ નથં. પરંતું પહેલીવાર આટલી ગરમી પડી રહી છે. હવે વાદળો આવી રહ્યો છે. છુટાછવાયા વિસ્તારાં વાદળો જોવા મળશે. ગુજરાતમાં મિક્સ વાતાવરણ જોવા મળશે. તાપમાનમાં 1 કે 2 ડિગ્રીનો ઘટાડો થશે. હાલ વરસાદની કોઈ શક્યતા નથી. મોટા રસાદની રાઉન્ડની કોઈ શક્યતા દેખાતી નથી. પરતું હવામાનમાં ફેરફાર જરૂર થશે.   

2/4
બંગાળની ખાડી અને અરબ ફરીથી સક્રિય થયા
બંગાળની ખાડી અને અરબ ફરીથી સક્રિય થયા

તેમણે કહ્યું કે, ઓગસ્ટનું પ્રથમ અઠવાડિયું પૂરુ થવા આવ્યું છે, બીજી તરફ વરસાદની ખેંચ છે. આવાં સારા સમાચાર એ છે કે, બંગાળની ખાડી અને અરબ ફરીથી સક્રિય થઈ રહ્યાં છે. અરબ સાગરમાં એક સિસ્ટમ બની હતી, જેને કારણે નૈઋત્યના ચોમાસાની શરૂઆત થઈ હતી. તે સમયે વરસાદનો પ્રથમ રાઉન્ડ બન્યો હતો. તેના બાદ અરબ સાગરમાં કોઈ સિસ્ટમ બની ન હતી. તેના બાદથી સગાગર નિષ્ક્રિય રહ્યો હતો. તમામ વરસાદ બગાળની ખાડીાંથી આવ્યા હતા. આ કારણે ભારેથી અતિભારે વરસાદ આવ્યો હતો. હવે બંગાળી ખાડી ધીરે ધીરે નિષ્ક્રીય બની રહી છે. અને જો બંગાળની ખાડી નિષ્ક્રીય થાય તો અરબ સાગર સક્રિય થાય. પરંતુ હવે બંગાળની ખાડી નબળી પડી છે. જેથી અરબ સાગરમા નવો કરન્ટ આવ્યો છે. 

Banner Image
3/4
અરબ સાગરમાં નવો કરંટ આવ્યો 
અરબ સાગરમાં નવો કરંટ આવ્યો 

નવી સિસ્ટમ આવી રહી છે. નવો મોન્સુન ટ્રફ આવી રહ્યો છે. જે 2025 ના ચોમાસાં પહેલીવાર જોવા મળ્યું. અરબ સાગર સક્રિય થાય તો તેનો સૌથી વધુ ફાયદો ગુજરાતને મળતો હોય છે. પરંતું 15 ઓગસ્ટથી જે વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે, તો બંગાળની ખાડીમાંથી આવી રહ્યો છે. પરંતું હવે ધીરે ધીરે અરબ સાગર સક્રિય થઈ રહ્યો છે. તેથી ઓગસ્ટનું છેલ્લું અઠવાડિયું અને સંપૂર્ણ સપ્ટેમ્બર મહિનો સારો વરસાદ જોવા મળશે.   

4/4
સપ્ટેમ્બરમાં વરસાદ જ વરસાદ હશે
સપ્ટેમ્બરમાં વરસાદ જ વરસાદ હશે

1 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધીના સેશનમાં ખૂબ સારો વરાસદ જોવા મળે તેનું અનુમાન છે. અરબ સાગરની સક્રિયતા ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં વરસાદ લાવશે. અનેક વિસ્તારો જ્યા વરસાદનું પ્રમાણ ઓછું છે, ત્યાં પણ પાણી આવશે. તેથી ખેડૂતો આ ડર કાઢી નાંખે. ગુજરાતીઓ માટે અરબ સાગર ખુશીનો વરસાદ લાવશે અને પાણીની સમસ્યાઓ દૂર થશે. 





Read More