Guru Ast 2025 Rashifal: જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે કોઈ ગ્રહ અસ્ત થાય છે અથવા તો તેનો ઉદય થાય છે તો તેનું વિશેષ મહત્વ હોય છે. જ્યોતિષ ગણના અનુસાર હાલ ગુરુ મિથુન રાશિમાં ગોચર કરે છે અને જૂન મહિનામાં ગુરુ મિથુન રાશિમાં જ અસ્ત થશે. ગુરુ આ વર્ષે અતિચારી ચાલ ચાલશે. અતિચારી ગુરુનું અસ્ત થવું કેટલીક રાશિ માટે શુભ નથી. ગુરુ જ્યારે સૂર્યની નજીક હોય છે તો પોતાની શક્તિ ગુમાવે છે. પરંતુ ગુરુ ગ્રહ અસ્ત થઈને પણ 5 રાશિના લોકો માટે શુભ સાબિત થશે.
નવી નોકરી કે પ્રમોશન મળી શકે છે. આવકમાં અપાર વૃદ્ધિના યોગ છે. અચાનક ધન લાભ થઈ શકે છે. બિઝનેસમાં આર્થિક લાભ થવાની સંભાવના. આ સમય દરમિયાન રોકાણથી સારો લાભ થશે. આકસ્મિક ધન લાભ થઈ શકે છે.
ગુરુ અસ્ત થઈને વૃષભ રાશિના લોકોને પણ લાભ કરાવશે. વેપારમાં સ્થિરતા આવશે. રોકાણથી સારું રિટર્ન મળી શકે છે. ધનની સ્થિતિ સારી રહેશે. નોકરી કરતા લોકોને કાર્ય સ્થળ પર લાભ પ્રાપ્ત થઈ શકે છે. લવ લાઇફ શાનદાર રહેશે.
ગુરુ ગ્રહના અસ્ત થવાથી આવકમાં જબરદસ્ત વૃદ્ધિ થઈ શકે છે. અચાનક ધન લાભ થશે. પૈતૃત સંપત્તિથી લાભ મળવાની સંભાવના. આ સમય દરમિયાન યાત્રાથી લાભ થઈ શકે છે. કારોબારમાં વિસ્તાર થશે. પરિણીત લોકોને ખુશખબરી મળી શકે છે
આવકના સ્ત્રોત બનવાથી આર્થિક સ્થિતિ મજબૂત થશે. વેપારીઓની આવક વધશે. ધનની બચત સરળતાથી થશે. ગુરુ ગ્રહની કૃપાથી જ્ઞાન વધશે. વિદ્યાર્થીઓને લાભ પ્રાપ્ત થશે. કાયદાકીય અડચણ દૂર થશે. જમીન સંબંધિત કાર્યોમાં લાભ થવાના યોગ.
ગુરુ ગ્રહના અસ્ત થવાથી આવકમાં વધારો થશે. અગાઉ કરેલા રોકાણથી લાભ મળી શકે છે. કારોબારમાં જબરદસ્ત આર્થિક વૃદ્ધિ જોવા મળશે. નોકરી કરતા લોકોને કાર્ય સ્થળ પર ઉચ્ચ અધિકારીઓ તરફથી સહયોગ મળશે. સુખ અને ઐશ્વર્ય પ્રાપ્ત થશે. બિઝનેસમાં રોકાણ કરવાથી સારું રિઝલ્ટ મળી શકે છે.