PHOTOS

AUS VS NZ: ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે આ સ્ટાર બેટ્સમેન, ગુસ્સે થયેલા ફેન્સે તેની પત્નીને આપી ધમકી

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ (AUS VS NZ) વચ્ચે પાંચ મેચોની ટી20 સિરીઝ રમાઈ રહી છે. પ્રથમ બે મેચ જીતી ન્યૂઝીલેન્ડ સિરીઝમાં 2-0થી આગળ છે. આ સિરીઝમાં ટીમના કેપ્ટન આરોન ફિન્ચનું પ્રદર્શન ખરાબ રહ્યું છે. ત્યારબાદ તેની પત્નીને ધમકી આપવામાં આવી છે. 

Advertisement
1/5
ફિન્ચનું ફ્લોપ પ્રદર્શન
ફિન્ચનું ફ્લોપ પ્રદર્શન

ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમાયેલી પ્રથમ બે મેચમાં કેપ્ટન ફિન્ચ સારૂ પ્રદર્શન કરી શક્યો નહીં. તેણે પ્રથમ મેચમાં 12 રન બનાવ્યા તો બીજી મેચમાં માત્ર એક રન બનાવી આઉટ થયો હતો. 

 

 

2/5
ફિન્ચની પત્ની એમીને મળી ધમકી
ફિન્ચની પત્ની એમીને મળી ધમકી

આરોન ફિન્ચના ખરાબ પ્રદર્શન બાદ એક ફેને તમામ હદ પાર કરી દીધી. ફેને ઇન્સ્ટાગ્રામ પર એમી ફિન્ચને ગાળો આપી અને લખ્યુ, તારા પતિને કહી દે કે કેપ્ટનશિપ છોડી દે. તેના કારણે હું મારા બધા પૈસા હારી ગયો છું. 

 

 

Banner Image
3/5
આ વસ્તુ સ્વીકાર્ય નથી- એમી
આ વસ્તુ સ્વીકાર્ય નથી- એમી

આ ધમકી મળ્યા બાદ ફિન્ચની પત્ની એમી ભડકી અને તેણે ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી પોસ્ટ કરી ઘટના જણાવી. સાથે એમીએ કહ્યું કે, આવી વાતો સ્વીકારી શકાય નહીં. મારા પતિ રન બનાવવા માટે પ્રયાસ કરી રહ્યાં છે. આવી વાત એક ખરાબ સપનાની જેમ છે પરંતુ આ સૌથી ખરાબ નથી. આ પહેલા પણ આવું થઈ ચુક્યું છે. પરંતુ પ્રથમવાર મને અને મારા પરિવારને ટાર્ગેટ કરવામાં આવ્યો છે. હું આવી વાતો સહન કરી શકું નહીં. 

 

 

4/5
આઈપીએલમાં પણ રહ્યો હતો ફ્લોપ
આઈપીએલમાં પણ રહ્યો હતો ફ્લોપ

આરોન ફિન્ચ ખુબ ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી તેનું બેટ શાંત છે. પોતાના આ પ્રદર્શનને કારણે ફિન્ચને નુકસાન થયું છે. આઈપીએલમાં પણ તે અનસોલ્ડ રહ્યો. તેવામાં આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ વર્ષે રમાનાર ટી20 વિશ્વકપમાં પણ તે પોતાનું સ્થાન ગુમાવી દે. 

 

 

5/5
ફિંચના રેકોર્ડ
ફિંચના રેકોર્ડ

ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન શાનદાર બેટ્સમેન છે. ફિન્ચે પોતાના કરિયરમાં ઘણા મુકામ હાસિલ કર્યા છે. તેણે 68 ટી20 આંતરરાષ્ટ્રીયમાં બે સદી અને 12 અડધી સદી સાથે 2162 રન બનાવ્યા છે. તો ઓલઓવર ટી20માં તેણે 31 મેચ રમી છે અને 9535 રન બનાવ્યા છે. 

 

 





Read More