PHOTOS

Baba Vanga Prediction: બાબા વેંગાની ભવિષ્યવાણી, 20 વર્ષમાં આ દેશોમાં હશે ઈસ્લામિક શાસન, જાણો નામ

Baba Vanga Predictions: બાબા વેંગાની ભવિષ્યવાણીઓ દાયકાઓથી લોકો વચ્ચે ચર્ચાનો વિષય રહી છે. તેમની મુખ્ય બે ભવિષ્યવાણીઓ ખાસ કરીને લોકોનું ધ્યાન આકર્ષી રહી છે જેમાં એક છે 2076 સુધીમાં સામ્યવાદી શાસનની વાપસી અને 5079માં એક કુદરતી આફતના કારણે દુનિયાનો અંત. આ ઉપરાંત તેમણે મુસ્લિમ શાસન વિશે પણ ભવિષ્યવાણી કરી છે. 

Advertisement
1/6

બાબા વેંગાની ભવિષ્યવાણીઓ સોશિયલ મીડિયામાં અને વૈશ્વિક સ્તરે ખુબ ચર્ચામાં રહે છે. બાબા વેંગાનું પૂરું નામ વેંગેલિયા પાંડેવા ગુશ્ટેરોવા હતું. તેઓ બલ્ગેરિયાના એક જાણીતા મહિલા હતા. જે  પોતાની દૂરંદર્શિતા અને ભવિષ્યવાણીઓ માટે જાણીતા હતા. 31 જાન્યુઆરી 1911ના રોજ ઓટોમન સામ્રાજ્ય સમયના સ્ટ્રુમિકા વિસ્તારમાં તેમનો જન્મ થયો, બાબા વેંગાએ બાળપણમાં એક દુર્ઘટનાના કારણે દ્રષ્ટિ ગુમાવી હતી. જો કે આ ઘટના બાદ તેમના વિશે એવું માનવામાં આવ્યું કે તેમણે ભવિષ્યની ઘટનાઓને જોવાની અને સમજવાની અસાધારણ ક્ષમતાઓ વિક્સિત કરી. 

2/6
બાબા વેંગાની પ્રમુખ ભવિષ્યવાણીઓ
બાબા વેંગાની પ્રમુખ ભવિષ્યવાણીઓ

બાબા વેંગાએ પોતાના જીવનમાં અનેક મહત્વપૂર્ણ ભવિષ્યવાણીઓ કરેલી છે જેમાંથી કેટલીક સાચી પણ ઠરી છે. જેમ કે સોવિયેત સંઘના ભાગલા, અમેરિકામાં થયેલો 9/11 હુમલો, બ્રેક્ઝિટની ભવિષ્યવાણી. 

Banner Image
3/6
2076 સુધીમાં સામ્યવાદી શાસનની વાપસી
2076 સુધીમાં સામ્યવાદી શાસનની વાપસી

બાબા વેંગાએ  ભવિષ્યવાણી કરી હતી કે વર્ષ 2076 સુધીમાં દુનિયા સામ્યાવાદી વિચારધારા તરફ પાછી વળશે. તેમનું માનવું હતું કે સામૂહિક શાસન તરફ એક વૈશ્વિક  બદલાવ આવશે, જેનાથી સામ્યવાદ એકવાર ફરીથી પ્રબળ થશે. આ ભવિષ્યવાણી લોકશાહી પ્રણાલીઓ અને વ્યક્તિગત સ્વતંત્રતા માટે સંભવિત પડકારોનો સંકેત આપે છે. હાલમાં સામ્યવાદ વિચારધારાનો પ્રભાવ મર્યાદિત છે. પરંતુ બાબા વેંગાની ભવિષ્યવાણી દર્શાવે છે કે ભવિષ્યમાં આ વિચારધારાને કોઈ નવી શક્તિ મળી શકે છે. 

4/6
5079 માં દુનિયાનો અંત
5079 માં દુનિયાનો અંત

બાબા વેંગાની ભવિષ્યવાણી મુજબ 5079માં એક કુદરતી આફત દુનિયાના અંતનું કારણ બનશે. તેમનો દાવો છે કે આફત માનવ સર્જિત નહીં હોય પરંતુ એક કુદરતી ઘટના હશે જે માનવતાના અંત તરફ લઈ જશે. જો કે આ ભવિષ્યવાણીની સટિકતા પર સવાલ ઉઠી રહ્યા છે. 

5/6
મુસ્લિમ શાસન
મુસ્લિમ શાસન

બાબા વેંગાએ 2043 માટે એક મહત્વપૂર્ણ ભવિષ્યવાણી કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે યુરોપ મુસ્લિમ શાસનને આધીન થશે. તેમનું માનવું હતું કે આ સમય સુધીમાં મુસ્લિમ સમુદાય યુરોપમાં મોટા પાયે રાજનીચિક શક્તિ મેળવશે. આ ભવિષ્યવાણી જનસાંખ્યકીય અને સાંસ્કૃતિક ફેરફારોને ધ્યાનમાં રાખે છે. જેમાં તે યુરોપમાં મહત્વપૂર્ણ ફેરફારોના સંકેત આપે છે. અત્રે જણાવવાનું કે વર્તમાન સ્થિતિ જોઈએ તો યુરોપમાં ઓસ્ટ્રિયા, બેલ્જિયમ, બલ્ગેરિયા, ક્રોએશિયા, યુનાઈટેડ કિંગડમ, સાયપ્રસ, ડેનમાર્ક, ફિનલેન્ડ, ફ્રાન્સ, જર્મની, ગ્રીસ, હંગરી, ઈટાલી, આયરલેન્ડ, લક્ઝમબર્ગ, માલ્ટા, નેધરલેન્ડ જેવા અનેક દેશો આવેલા છે. 

6/6
બાબા વેંગાનો વારસો
બાબા વેંગાનો વારસો

પોતાના જીવનકાળ દરમિયાન અને મૃત્યુ બાદ પણ બાબા વેંગાની ભવિષ્યવાણીઓએ આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું. તેમના સમર્થકોનું માનવું છે કે તેમના શબ્દોમાં સચ્ચાઈ છૂપાયેલી છે. જ્યારે કેટલાક લોકો તેમની ભવિષ્યવાણીઓને શંકાની દ્રષ્ટિથી જોવે છે. આમ છતાં તેમની દૂરંદર્શિતા અને વ્યક્તિત્વએ તેમને વૈશ્વિક સ્તર પર એક રહસ્યમયી વ્યક્તિ તરીકે સ્થાપિત કર્યા છે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)  





Read More