PHOTOS

બાબા વેંગાની ચોકાવનારી ભવિષ્યવાણી, આ લાઈલાજ બીમારીનો મળશે ઈલાજ; 2025માં થશે ત્રીજું વિશ્વ યુદ્ધ!

Baba Venga Bhavishvani: બાબા વેંગાએ તેમની ભવિષ્યવાણીમાં કહ્યું છે કે, વૈજ્ઞાનિકોને કેન્સરની સામે મોટી સફળતા મળી શકે છે. જે એક સુકુન આપનારી ભવિષ્યવાણી છે.

Advertisement
1/5
બાબા વેંગાની 2025 માટે ભવિષ્યવાણી
બાબા વેંગાની 2025 માટે ભવિષ્યવાણી

બલ્ગેરિયાના નેત્રહીન ભવિષ્યવક્તા બાબા વેંગાએ તેમના જીવનકાળ દરમિયાન ઘણી એવી ભવિષ્યવાણીઓ કરી છે, જેમાંથી મોટાભાગની સાચી સાબિત થઈ છે. તેમની ભવિષ્યવાણીમાં 9/11 આતંકવાદી હુમલો, બ્રેક્ઝિટ અથવા ફરી સુનામીની તબાહી, સોવિયેત યુનિયનનું પતન, ચેર્નોબિલ અકસ્માત અને બરાક ઓબામાના રાષ્ટ્રપતિ બનવાની ભવિષ્યવાણીનો પણ સમાવેશ થાય છે. બાબા વેંગાએ વર્ષ 2025 માટે પણ ઘણી ભવિષ્યવાણીઓ કરી છે. જેમાંથી કેટલીક ભયાનક છે તો કેટલીક રાહત આપનારી છે.

2/5
બાબા વેંગાનો દાવો છે કે કેન્સરનો મળશે ઈલાજ
બાબા વેંગાનો દાવો છે કે કેન્સરનો મળશે ઈલાજ

બાબા વેંગાએ દાવો કર્યો છે કે, 2025માં કેન્સરનો ઈલાજ મળી જશે. વેંગાએ પોતાની ભવિષ્યવાણીમાં કહ્યું છે કે, વૈજ્ઞાનિકો કેન્સર સામે મોટી સફળતા મેળવી શકે છે. જે એક સુકુન આપનારી વાત છે.

Banner Image
3/5
બાબા વેંગાએ ત્રીજું વિશ્વયુદ્ધની કરી ભવિષ્યવાણી
બાબા વેંગાએ ત્રીજું વિશ્વયુદ્ધની કરી ભવિષ્યવાણી

બાબા વેંગાએ 2025 વિશે પણ એક ભયાનક આગાહી કરી છે. તેમણે કહ્યું છે કે, 2025માં ત્રીજું વિશ્વયુદ્ધ થશે, જેની સૌથી વધુ અસર યુરોપિયન દેશોમાં જોવા મળશે. રશિયા અને યુક્રેન વચ્ચે વધતા તણાવને જોઈને બાબા વેંગાના શબ્દો સાચા સાબિત થઈ રહ્યા હોય તેવું લાગે છે. બન્ને વચ્ચે વધતા તણાવને કારણે યુદ્ધ થઈ શકે છે. આ ઉપરાંત તેમણે અમેરિકાના પશ્ચિમ કિનારા પર ભૂકંપનો પણ દાવો કર્યો છે.

4/5

બાબા વેંગાએ 2025 માટે ઘણી ભવિષ્યવાણીઓ કરી છે, જેમ કે આ વર્ષ આર્થિક રીતે અસ્થિર રહી શકે છે, રાજકીય તણાવ વધશે, વેપારને લઈને મોટા દેશો વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિઓ ઊભી થશે, જેની અર્થવ્યવસ્થા પર ખરાબ અસર પડશે. બાબા વેંગાની ભવિષ્યવાણીમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, 2025માં માનવતાનું પતન શરૂ થશે અને 5079 સુધીમાં દુનિયાનો અંત આવશે.

5/5

ઉલ્લેખનીય છે કે, 1911માં બલ્ગેરિયામાં જન્મેલા બાબા વેંગાનું સાચું નામ વેંગેલિયા પાંડેવા ગુશ્તેરોવા હતું. બાબા વેંગાએ 5079 સુધીની ભવિષ્યવાણીઓ કરી હતી. જેમાં 2028માં મનુષ્ય ઊર્જા સ્ત્રોત તરીકે શુક્ર ગ્રહ શોધવાનું શરૂ કરશે, 2033માં વિશ્વભરમાં સમુદ્રનું સ્તર વધશે, 2076માં દુનિયામાં સામ્યવાદ ફેલાશે, 2130માં મનુષ્ય એલિયન્સનો સંપર્ક કરી શકશે, 2170માં દુષ્કાળ પડશે, 3005માં પૃથ્વીના લોકો મંગળ પર ઉતરશે, 3797માં પૃથ્વીને ખાલી કરાવવી પડશે, જ્યારે 5079માં દુનિયા ખતમ થઈ જશે.





Read More