Bajaj Electric Chetak: બજાજ ઓટોનું ઈલેક્ટ્રિક સ્કૂટર ચેતક (Electric Scooter Chetak) જલદી જ માર્કેટમાં આવવાનું છે. આ સ્કૂટરનું બુકિંગ એવુ રહ્યું હતું કે કંપનીએ એપ્રિલ મહિનામાં જ તેનું બુકિંગ રોક્યું હતું.
મળેલી માહિતી પ્રમાણે હવે આ ઈલેક્ટ્રિક સ્કૂટરની ડિલિવરી સપ્ટેમ્બર મહિનાથી શરૂ થવાની છે. કંપનીના વાર્ષિક રિપોર્ટ 2021-22માં આ જણાવવામાં આવ્યું છે. જવા બજાજ ચેતકનું પ્રોડક્શન બજાજના પુણેના ચાકન પ્લાન્ટમાં થઈ રહ્યું છે.
આ સ્કૂટરની પોપ્યુલારિટીનો અંદાજો એ વાતથી લગાવી શકાય છે કે કંપની પાસે તેનું એટલુ બધુ બુકિંગ આવ્યું કે તેના પછી કંપનીએ 13 એપ્રિલ 2021થી ફરી બુકિંગ શરૂ કર્યું. અને વધારે પડતી ડિમાન્ડના કારણે કંપનીએ 48 કલાકમાં બુકિંગ બંધ કર્યું.
બજાજ ઓટોએ પોતાના સૌથી વધારે પ્રખ્યાત સ્કૂટર Chetakના ઈલેક્ટ્રિક વર્ઝનને બજારમાં લોન્ચ કર્યું હતું. આ સ્કૂટરના બે વેરિયન્ટ ચેતક પ્રીમિયમ (Chetak Premium) અને ચેતક અર્બન (Chetak Urbane) માર્કેટમાં આવશે.
બજાજ ચેતક ઈલેક્ટ્રિકમાં IP67 રેટેડ હાઈટેક લીથિયમ આર્યન બેટરી લગાવવમાં આવી છે. તેના એક સ્ટાન્ડર્ડ 5 એમ્પિયરના ઈલેક્ટ્રિક આઉટલેટ પર આસાનીથી ચાર્જ કરી શકાશે. ઈકો મોડ પર આ સ્કૂટર સિંગલ ચાર્જ પર 95 કિ.મી સુધી ચાલી શક્શે. આ સ્કૂટરમાં ઑનબોર્ડ ઈન્ટેલિજન્સ બેટરી મેનેજમેન્ટ સિસ્ટમ છે જે ચાર્જિંગ અને ડિસચાર્જિંગને કંટ્રોલ કરે છે.
આ સિવાય, ઈલેક્ટ્રિક ચેતકમાં ફુલ્લી કનેક્ટેડ રાઈડિંગનો અનુભવ મળશે, આમા ડેટા કોમ્યુનિકેશ્ન્સ, સિક્યોરિટી અને યુઝર ઑથેન્ટિકેશન જેવા મોબિલિટી સૉલ્યુશન્સ આપવામાં આવ્યા છે. ચેતકનું પ્રોડક્શન બજાજ પુણેના ચાકન પ્લાન્ટમાં થઈ રહ્યું છે.