PHOTOS

પ્રેમલગ્ન કરીને જતી દીકરીને મનાવતા લાચાર માબાપ, આ દ્રશ્યો જોઈ તમારું હૈયુ હચમચી જશે

Banaskantha Newsઅલકેશ રાવ/બનાસકાંઠા : બનાસકાંઠામાં હૈયુ હચમચી જાય તેવા દ્રષ્યો જોવા મળ્યા હતા. બનાસકાંઠા જિલ્લામાં દીકરીએ પ્રેમમાં અંધ બની માતા-પિતાને ઓળખવાનો ઇનકાર કરતા માં-બાપ હાથ જોડી આજીજી કરતા રહ્યા અને દીકરી  પ્રેમી સાથે જતી રહી હતી. દિયોદરના રૈયા ગામની યુવતીએ પ્રેમલગ્ન કર્યા બાદ માતા પિતાને ઓળખવાનો ઇનકાર કર્યો હતો. માતા પિતાએ પોતાની દીકરીના પગ પકડવા પડ્યા હતા. પરંતું પિતાની આજીજીને અવગણી દીકરી પ્રેમી સાથે ચાલતી નીકળી હતી. 

Advertisement
1/9
Banaskantha News
Banaskantha News

રૈયા ગામની યુવતીએ પ્રેમલગ્ન કરી પ્રેમી સાથે ફરાર થઈ હતી. પિતાની ગુમસુદા અરજીને આધારે યુવક-યુવતીને દિયોદર પોલીસ મથકે હાજર કર્યા હતા. આ સમયે દીકરીને મનાવતા માતાપિતાના હદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા. પ્રેમ લગ્ન કરીને ભાગી ગયેલી દીકરીને મનાવતા લાચાર માતાપિતાના હૃદયદ્રાવક દ્રશ્યો જોઈ તારું લોહી પણ ઉકળી જશે.

આ પણ વાંચો : માતાપિતા પગે પડ્યા, હાથ જોડી આજીજી કરી પણ દીકરીએ ઈજ્જત ઉછાળી પ્રેમી સાથે ચાલતી પકડી

2/9
father and daughter
father and daughter

દીકરી વ્હાલનો દરિયો કહેવાય છે, કાળજાનો કટકો હોય છે અને એ જ કટકો માતા-બાપની ઈજ્જત ઉછાળી છૂટી જાય તો લાચાર માતાપિતા પર આભ તૂટી પડે છે, આવી જ ઘટના બની દિયોદરના રૈયા ગામે. મા-બાપ કલ્પાંત કરતા રહ્યા, હાથ જોડી આજીજી કરતાં રહ્યા છતાં. પ્રેમમાં અંધ બનેલ દીકરી પ્રેમી સાથે મા-બાપને છોડીને જતી રહી. બસ રહી ગયો તો માં-બાપનો કલ્પાંત. પ્રેમ લગ્ન દીકરીએ કર્યા પણ અનેક પરિવાર તૂટવાની દહેશત વચ્ચે માં-બાપની કલ્પાંત રુદન કંપાવી દે તેવી છે.

આ પણ વાંચો : જામનગર : 3 વર્ષની બાળકી 40 ફૂટ ઊંડા બોરમાં ફસાઈ, 4 કલાકથી માસુમ અંદર છે

Banner Image
3/9

સમગ્ર ઘટનાની વાત કરીએ તો મજૂરી કરીને પેટિયું રળતા ગરીબ પરિવારે પેટે પાટા બાંધીને વ્હાલસોહી દીકરીને મોટી કરી, પણ યુવાનીના ઉંમરે જ માં બાપને છોડી દીકરી ભાગી ગઈ. જોકે અગાઉ દીકરીની સામાજિક રીત રિવાજ મુજબ તેના સગા મોટા ભાઈના સાટામાં સગાઈ કરાઈ હતી. પણ કર્મની કઢીનાઈ એ કે, દીકરીએ જ્યાં સગાઈ થઈ ત્યાં નહીં પણ, બીજા નાના ભાઈના સાળા જોડે જ ભાગી પ્રેમ લગ્ન કરી લીધા. જે સામાજિક રીતે પણ માં બાપના માથે કાળી ટીલી સમાન સાબિત થયું. 

આ પણ વાંચો : ગુજરાત પર એક નહિ બે સંકટ : એકસાથે બે વાવાઝોડા ત્રાટકશે, ફરી ચક્રવાત તબાહી લાવશે

4/9

દીકરીને મોટા ભાઈના સાટામાં સગાઈ થઈ હતી અને ત્યાં પરણાવવાની હતી. જોકે યુવતીના મોટાં ભાઈ પણ કેન્સર પીડિત છે, માં બાપ ગરીબીમાં ઝૂમી રહ્યા છે. છતાં, દીકરીએ કોઈનો પણ વિચાર કર્યા વિના નાના ભાઈના સાળા જોડે પ્રેમ લગ્ન કરી લીધા. પરિણામે મોટા ભાઈ અને નાના ભાઈના ઘરસંસારમાં અસર પડે એમ છે. જ્યારે માં બાપ પર આભ તૂટી પડ્યું અને શબ્દો નીકળી પડ્યા કે કાળજાનો કટકો હાથમાંથી છૂટી ગયો.

આ પણ વાંચો : અમદાવાદીઓ આ ખાતા પહેલા સાવધાન! ફેમસ KFC રેસ્ટોરન્ટના પાણીમાં મળ્યા બેક્ટેરિયા

5/9

દીકરી જતા માં બાપ પર આભ તૂટી પડ્યું છે. દીકરી પ્રેમમાં અંધ બનતા પરિસ્થિતિ કપરી બની હતી. દીકરીના પિતાને સામાજિક ધમકી પણ મળી, સમાજ એ કઈ ન કરતા માં બાપ દીકરી આગળ કલ્પાંત કરતા જોવા મળ્યા હતા. હાથ જોડી આજીજી કરતા માં બાપના દ્રશ્ય કાળજું કપાવી નાંખે એવા હતા. પણ સમય બદલાયો સ્થિતિ બદલાઈ અને માં બાપ દીકરી આગળ લાચાર બનતા જોવા મળ્યા.

આ પણ વાંચો : રાજકોટના આ ફેમસ તીખા ઘુઘરા ખાતા પહેલા સો વાર વિચારજો, વાસી ચટણી અને બટેટાનો માવો હતો

7/9
8/9
9/9




Read More