Bangladesh New Currency: ભારતના આ મુસ્લિમ પડોશી દેશે પોતાના દેશની કરન્સીમાંથી દેશના સ્થાપકના ફોટા દૂર કર્યા છે. તેના સ્થાને હિન્દુ અને બૌદ્ધ મંદિરો સાથે રાષ્ટ્રીય શહીદ સ્મારકોને નોટો પર સ્થાન આપવામાં આવશે.
ભારતના આ પાડોશી દેશે પોતાના કરન્સીમાં મોટો ફેરફાર કર્યો છે. મુસ્લિમ દેશે પોતાના કરન્સીમાંથી પોતાના સ્થાપકનો ફોટો હટાવી દીધો છે અને તેની જગ્યાએ હિન્દુ અને બૌદ્ધ મંદિરને સ્થાન આપ્યું છે.
અહીં આપણે જે દેશ વિશે વાત કરી રહ્યા છીએ તે આપણો પાડોશી દેશ બાંગ્લાદેશ છે. અહીંની વચગાળાની સરકારે દેશ માટે નવી કરન્સી નોટો જાહેર કરી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર 1 જૂનના રોજ 1,000 રૂપિયા, 50 રૂપિયા અને 20 રૂપિયાની નવી નોટો જાહેર કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, હાલ માટે જૂની નોટો અને સિક્કા પહેલાની જેમ માન્ય રહેશે.
એએફપીના રિપોર્ટ મુજબ બાંગ્લાદેશના સ્થાપક શેખ મુજીબુર રહેમાનના ફોટાને બદલે હવે હિન્દુ, બૌદ્ધ મંદિરોની સાથે-સાથે ઝૈનુલ આબેદિનની કલાકૃતિ અને રાષ્ટ્રીય શહીદ સ્મારકોને નોટો પર દર્શાવવામાં આવશે.
શેખ મુજીબુર રહેમાન, જેમને 'બંગબંધુ' કહેવામાં આવે છે. બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાના પિતા હતા. તાજેતરમાં વિરોધીઓ દ્વારા તેમના ઘરમાં તોડફોડ કરવામાં આવી હતી અને આગ લગાવવામાં આવી હતી.
તમને જણાવી દઈએ કે, શેખ હસીનાના પિતા મુજીબુર રહેમાનને બાંગ્લાદેશની આઝાદીના નાયક તરીકે જોવામાં આવે છે. 1975માં મુજીબુર રહેમાનની હત્યા કરી દેવામાં આવી હતી. (All Image: canva and BANGLADESH BANK)