Cricketer Retired : ઓસ્ટ્રેલિયાના અનુભવી ક્રિકેટર સ્ટીવ સ્મિથ અને બાંગ્લાદેશના અનુભવી વિકેટકીપર-બેટ્સમેન મુશફિકુર રહીમે ચેમ્પિયન્સ ટ્રોફી પછી વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી. હવે બીજા એક મોટા ખેલાડીએ નિવૃત્તિ લેવાનો નિર્ણય લઈને બધાને ચોંકાવી દીધા છે.
Cricketer Retired : સ્ટીવ સ્મિથ અને મુશફિકુર રહીમે બાદ વધુ એક ક્રિકેટરે નિવૃત્તિની જાહેરાત કરી છે. સ્મિથ અને રહીમથી આગળ વધીને આ ક્રિકેટરે ODI ક્રિકેટ જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી પણ નિવૃત્તિની જાહેરાત કરી છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરનાર આ ક્રિકેટર બાંગ્લાદેશના અનુભવી ઓલરાઉન્ડર મહમુદુલ્લાહ છે. મહમુદુલ્લાહે સોશિયલ મીડિયા પર નિવૃત્તિની જાહેરાત કરી છે.
39 વર્ષીય મહમુદુલ્લાહ 2021માં ટેસ્ટ અને 2024માં T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે અને ચેમ્પિયન્સ ટ્રોફી પછી તેણે વનડે ક્રિકેટમાંથી પણ નિવૃત્તિની જાહેરાત કરી છે.
મહમુદુલ્લાહે ફેસબુક પર પોસ્ટમાં લખ્યું છે કે, મેં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે. મારી પત્ની અને બાળકોનો આભાર કે જેમણે મને સારા અને ખરાબ સમયમાં સાથ આપ્યો.
મહમુદુલ્લાહે 430 આંતરરાષ્ટ્રીય મેચોમાં 11,047 રન બનાવ્યા છે. તો 166 વિકેટ પણ લીધી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેની 9 સદી છે અને તે છેલ્લા કેટલાક વર્ષોમાં બાંગ્લાદેશના સૌથી મોટા મેચ વિનરમાંથી એક છે.
મુશફિકુર રહીમ, શાકિબ અલ હસન અને તમિમ ઇકબાલ પછી મહમુદુલ્લાહ બાંગ્લાદેશ માટે ચોથા ક્રમે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. આ બાંગ્લાદેશ માટે એક મોટો ઝટકો છે.