PHOTOS

Bank Holiday : શુક્રવારે તમામ બેંકો રહેશે બંધ, જાણો RBIએ 27 જૂને કેમ આપી રજા ?

Bank Holiday : શુક્રવારે બેંકો બંધ રહેશે. 27 જૂન, શુક્રવારના રોજ તમામ સરકારી અને ખાનગી ક્ષેત્રની બેંકો બંધ રહેશે. એટલે કે જો ગ્રાહકોને કોઈ કામ હોય તો આજે પતાવી લેવું કેમકે આવતીકાલે એટલે કે શુક્રવારે બેંકમાં રજા હોવાથી બેંકનું કામ થઈ શકશે નહીં.

Advertisement
1/5

Bank Holiday On 27 June 2025 : આવતીકાલે એટલે કે શુક્રવારે રોજ બેંકો બંધ રહેશે. 27 જૂન, શુક્રવારના રાજ તમામ સરકારી અને ખાનગી ક્ષેત્રની બેંકો બંધ રહેશે. તમને જણાવી દઈએ કે આવતીકાલે બે રાજ્યોમાં બેંકો બંધ રહેશે. બાકી બધા રાજ્યોમાં બેંકો ખુલ્લી રહેશે. 

2/5

27 જૂન, રથયાત્રા નિમિત્તે ઓડિશા અને મણિપુરમાં બેંકો બંધ રહેશે. આ તહેવાર ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રાના રૂપમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે, જેમાં લાખો ભક્તો ભાગ લે છે.

Banner Image
3/5

મણિપુરમાં તેને કાંગ તરીકે ઓળખવામાં આવે છે અને ત્યાં પણ આ તહેવાર ધાર્મિક શ્રદ્ધા અને સાંસ્કૃતિક પરંપરાઓ સાથે ઉજવવામાં આવે છે. સરકારી રજાને કારણે આ રાજ્યોમાં બધી જાહેર અને ખાનગી બેંકો આ દિવસે બંધ રહેશે.

4/5

રજા દરમિયાન તમારી બધી ડિજિટલ સેવાઓ જેમ કે નેટ બેંકિંગ, મોબાઇલ એપ્લિકેશન, UPI, વોલેટ અને ATM પહેલાની જેમ ચાલુ રહેશે. એટલે કે, તમે કોઈપણ સમસ્યા વિના ઓનલાઈન વ્યવહારો કરી શકો છો. 

5/5

જો તમારે ચેક જમા કરાવવાનો હોય, ડ્રાફ્ટ મેળવવાનો હોય, ખાતું ખોલવાનો હોય અથવા બેંક શાખાની મુલાકાત લઈને કોઈપણ પ્રકારનું કામ કરવું હોય, તો રજાઓ પહેલાં આ કામ પૂરા કરી લો તો વધુ સારું રહેશે. ઉપરાંત, તમારા વિસ્તારની બેંક શાખામાંથી રજાઓ વિશે એકવાર સાચી અને નવીનતમ માહિતી મેળવો, જેથી તમને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે.  





Read More