એક જમાનામાં એશ્વર્યા રાયને પણ ટક્કર આપનારી આ અભિનેત્રી હવે બધુ છોડીને સન્યાસી બની ગઈ છે. આજે આ અભિનેત્રી એક બૌદ્ધ સન્યાસી બની ચૂકી છે. જો તમે જુઓ તો ઓળખી પણ નહીં શકો.
બોલીવુડમાં કરિયર બનાવવી એ કોઈ સામાન્ય વાત નથી. પરંતુ 90ના દાયકામાં કેટલાક એવા પણ કલાકાર હતા જેમને આ ઝાકમઝોળ ગમી નહીં અને તેમણે ઈન્ડસ્ટ્રીમાંથી સન્યાસ લઈ લીધો. આજે અમે તમને એક એવી જ અભિનેત્રી વિશે જણાવીશું જેણે બધુ છોડીને સાધવીનું જીવન અપનાવી લીધુ. એક જમાનામાં આ અભિનેત્રી ઐશ્વર્યાને ટક્કર આપતી હતી.
અમે જે અભિનેત્રીની વાત કરી રહ્યા છીએ તે છે બરખા મદનની. જેણે હવે ફિલ્મી દુનિયાથી એકદમ અંતર જાળવી લીધુ છે.
અભિનેત્રી બરખા મદને પોતાની કરિયરની શરૂઆત અક્ષયકુમાર સ્ટારર ફિલ્મ ખિલાડીઓ કા ખિલાડીઓથી કરી હતી. રામ ગોપાલ વર્માની ફિલ્મ ભૂતમાં અભિનેત્રીનો રોલ ફેન્સને ખુબ ગમ્યો હતો.
ફિલ્મી દુનિયા છોડીને એક બૌદ્ધ ભિક્ષુ બનનારી અભિનેત્રી બરખા મદને હવે પોતાનું નામ પણ બદલી નાખ્યુ છે. આજે ગ્યાલટેન સમતેન નામથી ઓળખાય છે.
અત્રે જણાવવાનું કે બરખાએ 1994માં મિસ ઈન્ડિયા સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં સુષ્મિતા સેન અને ઐશ્વર્યા રાય જેવા મોટા ચહેરાઓ સામેલ હતા. જ્યાં સુષ્મિતા અને ઐશ્વર્યા વિજેતા અને રનર અપ રહ્યા હતા. બરખાને મિસ ટુરિઝમ ઈન્ડિયનો ખિતાબ મળ્યો હતો અને મલેશિયામાં આયોજિત મિસ ટુરિઝમ ઈન્ટરનેશન સ્પર્ધામાં ત્રીજુ સ્થાન મેળવ્યું હતું.
ફિલ્મો ઉપરાંત બરખા અનેક ટીવી શોમાં પણ જોવા મળી હતી. ન્યાય, 1857 ક્રાંતિઅને સાત ફેરે-સલોની કા સફર જેવી સીરિયલોમાં પણ બરખા મદને કામ કર્યું છે.
અત્રે જણાવવાનું કે અભિનેત્રી બરખા મદન લાંબા સમયથી દલાઈ લામાની અનુયાયી રહી છે. આ કડીમાં અભિનેત્રીએ વર્ષ 2012માં અધિકૃત રીતે બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો અને સન્યાસ લઈ લીધો હતો.
આજે ફિલ્મો ઝાકમઝોળથી દૂર બરખા હિમાચલ અને લદાખ જેવી શાંત અને પહાડી જગ્યાઓ પર એક સન્યાસીનું જીવન જીવી રહી છે.