ગી, વિશાલ મેગામાર્ટ, ક્રેડિલા ફાઇનાન્શિયલ સર્વિસીસ, ઇન્દિરા IVF અને ફિઝિકવાલા પછી ગુપ્ત પ્રી-ફાઇલિંગ રૂટ પસંદ કરનારી આ...
TATA IPO: ટાટા ગ્રુપની નાણાકીય સેવાઓની કંપની તેના IPO માટેની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ સંદર્ભમાં, કંપનીએ ગુપ્ત પ્રી-ફાઇલિંગ રૂટ દ્વારા સેબી સમક્ષ દસ્તાવેજો ફાઇલ કર્યા છે. આ સાથે, ટાટા પ્લે, ઓયો, સ્વિગી, વિશાલ મેગામાર્ટ, ક્રેડિલા ફાઇનાન્શિયલ સર્વિસીસ, ઇન્દિરા IVF અને ફિઝિકવાલા પછી ગુપ્ત પ્રી-ફાઇલિંગ રીત પસંદ કરનારી આઠમી મોટી ભારતીય કંપની બનવા જઈ રહી છે.
કંપનીએ જણાવ્યું કે ડ્રાફ્ટ પેપર્સ ગોપનીય પ્રી-ફાઇલિંગ રૂટ દ્વારા બજાર નિયમનકાર સમક્ષ ફાઇલ કરવામાં આવ્યા છે. ટાટા સન્સ અને રોકાણકાર IFC આ IPOમાં તેમનો હિસ્સો ઘટાડશે. 31 માર્ચ, 2024 સુધીમાં, ટાટા સન્સનો ટાટા કેપિટલ લિમિટેડમાં સીધો 92.83 ટકા હિસ્સો હતો, જ્યારે બાકીનો હિસ્સો ટાટા ગ્રુપની અન્ય કંપનીઓ અને IFC પાસે હતો.
તમને જણાવી દઈએ કે ટાટા કેપીટલ(Tata Capital)નો આ 15000 કરોડ રૂપિયાથી વધુનો IPO હશે. 25 ફેબ્રુઆરીએ ટાટા કેપિટલ બોર્ડે IPO પ્લાનને મંજૂરી આપી હતી. IPOમાં 230 મિલિયન સુધીના શેરનો નવો ઈશ્યુ અને તેના વર્તમાન શેરધારકો દ્વારા ઈક્વિટી શેરના વેચાણ માટેની ઓફરનો સમાવેશ થશે. ટાટા કેપિટલના બોર્ડે ફેબ્રુઆરીમાં IPO લોન્ચ કરતા પહેલા 1,504 કરોડ રૂપિયા એકત્ર કરવા માટે રાઇટ્સ ઇશ્યૂને પણ મંજૂરી આપી હતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટાટા કેપિટલે મેગા લિસ્ટિંગ માટે 10 ઇન્વેસ્ટમેન્ટ બેંકોને સલાહકાર તરીકે નિયુક્ત કર્યા છે. આ 10 રોકાણ બેંકોમાં કોટક મહિન્દ્રા કેપિટલ, સિટી, જેપી મોર્ગન, એક્સિસ કેપિટલ, આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ, એચએસબીસી સિક્યોરિટીઝ, આઈઆઈએફએલ કેપિટલ, બીએનપી પરિબાસ, એસબીઆઈ કેપિટલ અને એચડીએફસી બેંકનો સમાવેશ થાય છે.
કંપની વિશે વાત કરીએ તો, ટાટા કેપિટલ એક નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ સર્વિસિસ (NBFC) ફર્મ છે. ક્રિસિલ રેટિંગ્સના અહેવાલ મુજબ, ટાટા સન્સે છેલ્લા પાંચ નાણાકીય વર્ષોમાં ટાટા કેપિટલ લિમિટેડમાં 6,097 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે, જેમાંથી નાણાકીય વર્ષ 2019 માં 2,500 કરોડ રૂપિયા, નાણાકીય વર્ષ 2020 માં 1,000 કરોડ રૂપિયા, નાણાકીય વર્ષ 23માં 594 કરોડ રૂપિયા અને નાણાકીય વર્ષ 2024 દરમિયાન 2,003 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું હતું.
(Disclamar: Zee 24 કલાક ફક્ત માહિતી આપે છે, આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ કરવું જોખમી છે. કોઈપણ રોકાણ કરતા પહેલા એક્સપર્ટની સલાહ લો.)