Benefits of Ashwagandha: આયુર્વેદમાં અશ્વગંધાનો ઉપયોગ અનેક પ્રકારની સમસ્યાઓને દૂર કરવા માટે કરવામાં આવે છે. તેને દૂધમાં મિક્સ કરીને પીવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે.
અશ્વગંધા એક શક્તિશાળી આયુર્વેદિક ઔષધિ છે, જે દરરોજ સૂતા પહેલા ગરમ દૂધ સાથે લેવામાં આવે તો ઘણી સમસ્યાઓ દૂર થઈ શકે છે. અશ્વગંધા અને દૂધનું મિશ્રણ શરીરને શક્તિ, ઉર્જા અને માનસિક સંતુલન આપવા માટે જાણીતું છે. ચાલો જાણીએ અશ્વગંધા અને દૂધ પીવાથી શું ફાયદા થાય છે?
દરરોજ રાત્રે સૂતા પહેલા અશ્વગંધા પાવડર દૂધમાં મિક્સ કરીને પીવાથી શરીરને એનર્જી મળે છે. આટલું જ નહીં, અશ્વગંધા સ્નાયુઓનો થાક ઘટાડે છે અને સ્ટેમિના વધારે છે.
આયુર્વેદમાં અશ્વગંધાને સ્પર્મ કાઉન્ટ વધારનાર માનવામાં આવે છે. તેને સૂતા પહેલા દૂધ સાથે લેવાથી સ્પર્મની ગુણવત્તા, માત્રા અને શક્તિ વધે છે.
કમજોર રોગપ્રતિકારક શક્તિ અથવા બીમારી પછી થાકને ઘટાડવા માટે આ કોમ્બિનેશન બેસ્ટ હોઈ શકે છે.
સૂતા પહેલા દૂધ સાથે અશ્વગંધા લેવાથી ભૂખ વધે છે અને પાચન પણ સ્વસ્થ રહે છે.
અશ્વગંધા એક એડેપ્ટોજેન છે, જે તણાવ ઘટાડવા અને મનને શાંત કરવામાં મદદ કરે છે. તેને રોજ દૂધ સાથે લેવાથી ઊંઘ પણ સારી આવે છે.
રાત્રે સૂતા પહેલા 1 ગ્લાસ ગરમ દૂધમાં 1/2 થી 1 ચમચી અશ્વગંધા પાવડર મિક્સ કરો. સ્વાદ માટે થોડું મધ અથવા ખાંડ મિક્સ કરીને પીવો.
Disclaimer: પ્રિય વાચક, અમારા સમાચાર વાંચવા બદલ આભાર, આ સમાચાર ફક્ત તમને માહિતગાર કરવા માટે લખવામાં આવ્યા છે. અમે આ લખવા માટે સામાન્ય માહિતીની મદદ લીધી છે. Zee 24 કલાક આ વાતની પુષ્ટિ કરતું નથી.