Watermelon Benefits: ઉનાળા દરમિયાન શરીરમાં પાણીની ઊણપ ન સર્જાય તે માટે ડાયટમાં તરબૂચનો સમાવેશ કરવો જોઈએ. તરબૂચમાં 90 ટકા પાણી હોય છે. આ ફળ ખાવામાં સ્વાદિષ્ટ અને શરીર માટે ફાયદાકારક હોય છે. ઉનાળામાં 4 સમસ્યામાં તો રોજ તરબૂત ખાવું જોઈએ.
ગરમીમાં ડિહાઈડ્રેશનનું જોખમ વધારે હોય છે. આ સિવાય કબજિયાત, ચક્કર આવવા, મોં સુકાવું જેવી તકલીફો પણ ઘણાને થાય છે. આ સમસ્યામાં તરબૂચ ખાવું લાભકારી સાબિત થાય છે.
તરબૂચમાં કેલેરી નહિવત હોય છે. તેમાં ફાઈબર વધારે હોય છે. જે વજન ઘટાડવામાં મદદ કરે છે. વજન ઘટાડવા માંગતા હોય તે લોકોએ તરબૂચ રોજ ખાવું જોઈએ.
તરબૂચ વિટામિન એ નો સારો સોર્સ છે. જે આંખના રેટિનામાં પિગમેંટનું ઉત્પાદન કરવામાં મદદ કરે છે. તરબૂચનું સેવન કરવાથી આંખની રોશની વધારી શકાય છે.
તરબૂચ પાચન તંત્ર માટે પણ લાભકારી છે. તેનાથી પાચન તંત્ર સ્વસ્થ રહે છે. જે લોકોને વારંવાર કબજિયાત, એસિડીટી જેવી તકલીફ થતી હોય તેમણે તરબૂચ ખાવું જોઈએ.