PHOTOS

NASA Found in Asteroid Bennu: ધરતી તરફ આવી રહ્યો છે પ્રલય, 22 પરમાણુ બોમ્બના ધડાકા જેટલી ભીષણ તબાહી મચશે, લાખો લોકોના મોત થાય! NASA એ જણાવી તારીખ

Bennu Asteroid: ધરતી પર પ્રલય ક્યારે આવશે, પૃથ્વીનો ક્યારે અંત આવશે? આ સવાલનો જવાબ મળી ગયો છે. વૈજ્ઞાનિકોએ ધરતી તરફ આગળ વધી રહેલી એક એવી ભીષણ તબાહીની તારીખ જણાવી દીધી છે. જેના અથડાવવાથી 22 પરમાણુ બોમ્બ વિસ્ફોટ જેટલી તબાહી મચશે. 
 

Advertisement
1/7

Bennu hit Earth: આ તબાહીનું નામ છે બેન્નુ, જેના વિશે વૈજ્ઞાનિકો ખુબ ચિંતામાં છે. વૈજ્ઞાનિકોની ચિંતા યોગ્ય પણ છે કારણ કે બેન્નુ ધરતી સાથે અથડાય તો 22 પરમાણુ બોમ્બ વિસ્ફોટ જેટલી તબાહી લાવશે. 

2/7
નાસાએ સ્વીકાર્યું ખતરનાક છે બેન્નુ
નાસાએ સ્વીકાર્યું ખતરનાક છે બેન્નુ

બેન્નુ એક એસ્ટેરોઈડ છે. જે ઝડપથી ધરતી તરફ આગળ વધી રહ્યો છે. અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસા (NASA) એ  બેન્નુ નામના આ મહાકાય એસ્ટેરોઈડને ખતરનાક શ્રેણીમાં રાખ્યો છે અને સતત આ એસ્ટેરોઈડનો અભ્યાસ કરી રહ્યા છે. 

Banner Image
3/7
ભીષણ તબાહી મચશે
ભીષણ  તબાહી મચશે

બેન્નુ એસ્ટેરોઈડ જો પૃથ્વી સાથે અથડાય તો 1.4 બિલિયન ટન ટીએનટીના વિસ્ફોટ જેટલી ઉર્જા નીકળશે. પછી ભલે તે જમીન સાથે અથડાય કે સમુદ્ર સાથે, તબાહી ભીષણ હશે. તેની ટક્કરથી બનનારો ખાડો લગભગ 10 કિમી પહોળો હશે. આ સાથે જ 22 પરમાણુ બોમ્બ બ્લાસ્ટ જેવા વિસ્ફોટના કારણે ટક્કરવાળી જગ્યાની ચારેબાજુ લગભગ 1000 કિમી સુધી કશું જ બચશે નહીં. 

4/7
અનેક દેશોને તબાહ કરી દેશે સુનામી
અનેક દેશોને તબાહ કરી દેશે સુનામી

જો તે સમુદ્રમાં પણ પડે તો તેનાથી ભારે તબાહી મચી શકે છે. કારણ કે તેની ટક્કરથી ઉઠનારી સુનામીની લહેરો અનેક ટાપુઓ અને દેશોને ખતમ કરી શકે છે. 

5/7
લાખો મોત થાય
લાખો મોત થાય

જો બેન્નુ ગાઢ વસ્તીવાળા વિસ્તારમાં પડે તો લાખો લોકોના મોત થઈ શકે છે. જાનવરો, પક્ષી, છોડ-ઝાડ વગેરે નષ્ટ થઈ જશે. વૈજ્ઞાનિકોના જણાવ્યાં મુજબ બેન્નુ એ ઉલ્કાપિંડથી 20 ગણો ઓછો પહોળો છે જેણે ડાયનાસોરોને પૃથ્વી પરથી ખતમ કરી નાખ્યા હતા. 

6/7
ખુબ જૂનો છે બેન્નુ
ખુબ જૂનો છે બેન્નુ

વૈજ્ઞાનિકોનું માનવું છે કે બેન્નુ એસ્ટેરોઈડ 2 અબજથી 70 કરોડ વર્ષ પહેલા એક મોટા એસ્ટેરોઈડથી અલગ થયો હશે. સપ્ટેમ્બર 2023માં નાસાનું  OSIRIS-REX અંતરિક્ષ યાન બેન્નુનું એક સેમ્પલ લઈને પૃથ્વી પર આવ્યું હતું. જેની વૈજ્ઞાનિકો તપાસ કરી રહ્યા છે. 

7/7
ક્યારે ટકરાઈ શકે
ક્યારે ટકરાઈ શકે

બેન્નુ એસ્ટેરોઈડને '101955 બેન્નુ (1999 RQ36)' તરીકે પણ ઓળખવામાં આવે છે. લાઈવ સાયન્સના રિપોર્ટ મુજબ વૈજ્ઞાનિકોનું માનવું છે કે વિનાશકારી બેન્નુ 24 સપ્ટેમ્બર 2182ના રોજ પૃથ્વીની નજીકથી પસાર થશે અને ત્યારે તે પૃથ્વી સાથે અથડાય તેવી શક્યતા છે. વૈજ્ઞાનિકો આ એસ્ટેરોઈડની દિશા બદલવા કે તેને ટુકડાઓમાં તોડવા જેવા વિકલ્પો પર કામ કરી રહ્યા છે. જેથી કરીને ધરતીને આ સંભવિત વિનાશકારી તબાહીથી બચાવી શકાય. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી મીડિયા રિપોર્ટ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)





Read More