Best Mileage Car : ભારતમાં મારુતિ લગભગ દરેક સેગમેન્ટની કાર બનાવે છે. લગભગ તમામ વાહનોમાં બે બાબતો સમાન હોય છે, જેમાંથી એક રિફાઈન્ડ એન્જિન અને બીજું મજબૂત માઈલેજ છે. આ જ કારણ છે કે ગ્રાહકો આંખ બંધ કરીને કંપનીના વાહનો ખરીદે છે. ત્યારે આ લેખમાં જાણીશું કે કઈ SUV સૌથી વધુ માઈલેજ આપે છે.
Best Mileage Car : ભારતમાં મારુતિ લગભગ દરેક સેગમેન્ટની કાર બનાવે છે. લગભગ તમામ વાહનોમાં બે બાબતો સમાન હોય છે, જેમાંથી એક રિફાઈન્ડ એન્જિન અને બીજું મજબૂત માઈલેજ છે. આ જ કારણ છે કે ગ્રાહકો આંખ બંધ કરીને કંપનીના વાહનો ખરીદે છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં SUV સેગમેન્ટ પણ ખૂબ ફેમસ બન્યું છે. ત્યારે આજે અમે તમારા માટે આ સેગમેન્ટની એક કાર વિશે જણાવીશું જબરદસ્ત માઈલેજ આપે છે.
આ કાર મારુતિની ગ્રાન્ડ વિટારા છે જેની માઈલેજ પેટ્રોલ પર લગભગ 28 કિલોમીટર પ્રતિ લીટર છે. મારુતિની કોમ્પેક્ટ એસયુવીની કિંમત 11.19 લાખ રૂપિયાથી શરૂ થાય છે.
મારુતિ ગ્રાન્ડ વિટારા 9-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ડિજિટલ ડ્રાઇવર ડિસ્પ્લે, પેનોરેમિક સનરૂફ, એમ્બિયન્ટ લાઇટિંગ, વાયરલેસ ફોન ચાર્જર, વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ અને હેડ-અપ ડિસ્પ્લે સાથે આવે છે.
આ ઉપરાંત તેમાં 6 એરબેગ્સ, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ (ESP), EBD સાથે ABS અને ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ (TPMS) પણ છે. આ ઉપરાંત તેમાં 360-ડિગ્રી કેમેરા, હિલ-ડિસેન્ટ કંટ્રોલ અને ISOFIX ચાઇલ્ડ-સીટ એન્કર પણ છે.
હાઇબ્રિડ કાર એક કરતાં વધુ એનર્જીના સપોર્ટ સાથે કામ કરે છે. તે પેટ્રોલ અથવા ડીઝલ એન્જિન અને ઇલેક્ટ્રિક મોટરનું મિશ્રણ છે અને આ બંને સિસ્ટમ વાહન ચલાવવા માટે એકસાથે કામ કરે છે અને કેટલીકવાર કાર ફક્ત ઇલેક્ટ્રિક મોટર પર પણ ચાલી શકે છે. જે ઓછા ઈંધણનો ઉપયોગ કરે છે અને બેસ્ટ માઈલેજ આપે છે.