PHOTOS

Moto થી લઈને POCO સુધી, આ છે 10,000 થી ઓછી કિંમતમાં મળતા શાનદાર 5G સ્માર્ટફોન

Best Smartphones Under 10,000: માર્કેટમાં ઘણા ફ્લેગશિપ સ્માર્ટફોન ઉપલબ્ધ છે, જે શાનદાર ફીચર્સ અને પરફોર્મંસ સાથે આવે છે. પરંતુ તેની કિંમત વધુ હોય છે. જો તમારૂ બજેટ ઓછું છે અને તમે 10 હજારથી ઓછી કિંમતનો સ્માર્ટફોન લેવા ઈચ્છો છો તો અમે તમને આવા શાનદાર સ્માર્ટફોનની માહિતી આપીશું. 

Advertisement
1/5
POCO M6
POCO M6

જો તમે ઓછી કિંમતમાં  5G સ્માર્ટફોન લેવા ઈચ્છો છો તો આ તમારા માટે સૌથી બેસ્ટ વિકલ્પ છે. આ ફોન 5જી કનેક્ટિવિટી સાથે આવે છે. તેનો મતલબ છે કે જો તમારા એરિયામાં 5જી નેટવર્ક ઉપલબ્ધ છે તો તમે હાઈ સ્પીડ ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકશો. પરફોર્મંસના મામલામાં આ ફોન ખુબ સારો છે. એમેઝોન પર તેના 4જીબી રેમ અને 128જીબી સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 9249 રૂપિયા છે.  

2/5
Moto G24 Power
Moto G24 Power

આ લિસ્ટમાં પ્રથમ નામ મોટો કંપનીના Moto G24 Power સ્માર્ટફોનનું છે. એન્ટ્રી લેવલ સેગમેન્ટમાં તે ખુબ શાનદાર સ્માર્ટફોન છે. આ સ્માર્ટફોન ઓછી કિંમતમાં દમદાર ફીચર્સ ઓફર કરે છે. તેમાં 6.56 ઇંચની IPS LCD સ્ક્રીન મળે છે, જે 90Hz રિફ્રેશ રેટની સાથે આવે છે. સાથે તેમાં ઘણા શાનદાર ફીચર્સ આપવામાં આવ્યા છે. એમેઝોન પર તેની કિંમત 8840 રૂપિયા છે.   

Banner Image
3/5
Lava Blaze 2 5G
Lava Blaze 2 5G

Lava Blaze 2 5G પણ એક 5જી સ્માર્ટફોન છે, જેમાં તમે હાઈ સ્પીડ ઈન્ટરનેટની મજા લઈ શકો છો. તેમાં 6.56 ઈંચની ડિસ્પ્લે મળે છે, જે 90Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. સાથે તેમાં Mediatek Dimensity 6020 (7 nm) ચિપસેટ મળે છે, એમેઝોન પર તેના 4GB રેમ અને 128GB સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 10499 રૂપિયા છે. 

4/5
Itel P55 5G
Itel P55 5G

Itel ના આ સ્માર્ટફોનના 6GB રેમ અને 128GB રોમ વેરિએન્ટની કિંમત 10499 રૂપિયા છે. ઓછી કિંમતમાં 5જી સ્માર્ટફોન માટે આ ખુબ સારો ઓપ્શન છે. આ સ્માર્ટફોન દમદાર બેટરી સાથે આવે છે. આ ફોનને પાવર આપવા માટે તેમાં 5000 mAh ની બેટરી આપવામાં આવે છે, જે 18W વાયર્ડ ચાર્જિંગને સપોર્ટ કરે છે.   

5/5
realme Narzo N63
realme Narzo N63

રિયલમીનો આ ફોન દમદાર ફીચર્સ અને સ્ટાઇલિશ ડિઝાઇન સાથે આવે છે. તેમાં 6.75 ઇંચની IPS LCD સ્ક્રીન ઓફર કરવામાં આવે છે, જે 90Hz રિફ્રેશ રેટ અને 560 નિટ્સ પીક બ્રાઇટનેસને સપોર્ટ કરે છે. તેમાં 5000 mAh ની બેટરી આપવામાં આવી છે, જે 45W વાયર્ડ ચાર્જિંગને સપોર્ટ કરે છે. કિંમતની વાત કરીએ તો એમેઝોન પર તેના 4GB રેમ અને 64GB સ્ટોરેજ વેરિએન્ટ 8498 રૂપિયા છે. 

 





Read More