PHOTOS

Team India: ભુવનેશ્વર કુમારથી લઈને શિખર ધવન સુધી, શું આ 5 દિગ્ગજો માટે બંધ થયા ટીમ ઈન્ડિયાના દરવાજા?

BCCI Central Contract: ભારતીય ક્રિકેટ બોર્ડે 28 ફેબ્રુઆરીએ જાહેર કરેલા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટના લિસ્ટમાંથી ઘણા ખેલાડીઓને બહાર કરી દીધા છે. જેમાં સૌથી વધુ ચર્ચા ઈશાન કિશન અને શ્રેયસ અય્યરની થઈ રહી છે. પરંતુ પાંચ એવા દિગ્ગજ ખેલાડી છે, જેની ટીમ ઈન્ડિયામાં વાપસી મુશ્કેલ લાગી રહી છે.
 

Advertisement
1/5
ચેતેશ્વર પુજારા
  ચેતેશ્વર પુજારા

ટેસ્ટ ટીમના સ્ટાર ખેલાડી ચેતેશ્વર પુજારાને બીસીસીઆઈ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બહાર કરી દીધો છે. પુજારાએ રણજી ટ્રોફીમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે છેલ્લી પાંચ ઈનિંગમાં બે સદી ફટકારી છે. એટલું જ નહીં તે પહેલા અણનમ બેવડી સદી પણ ફટકારી હતી. તેમ છતાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ બાદ પુજારાની ટીમમાં વાપસી થઈ શકી નથી.  

2/5
રહાણે પણ થયો બહાર
 રહાણે પણ થયો બહાર

અજિંક્ય રહાણે, ટીમ ઈન્ડિયાનો તે બેટર જેણે દરેક ભૂમિકા ભજવી છે. રહાણેની આગેવાનીમાં ભારતીય ટીમે ઐતિહાસિક જીત પણ મેળવી છે. પાછલા વર્ષે આઈપીએલમાં શાનદાર બેટિંગ બાદ રહાણેની વાપસી થઈ અને તેણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પણ સારૂ પ્રદર્શન કર્યું હતું. પરંતુ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ બાદ તેને બહાર કરી દેવામાં આવ્યો છે. રહાણે હવે કોન્ટ્રાક્ટમાં પણ સામેલ નથી. તેવામાં તેની વાપસી મુશ્કેલ લાગી રહી છે.  

Banner Image
3/5
શિખર ધવનની આશાઓ સમાપ્ત
 શિખર ધવનની આશાઓ સમાપ્ત

બીસીસીઆઈએ સ્ટાર ઓપનર શિખર ધવનને પણ કોન્ટ્રાક્ટમાંથી બહાર કરી દીધો છે. ધવનને સતત નજરઅંદાજ કરવામાં આવી રહ્યો છે. હવે ટીમ ઈન્ડિયામાં તેની વાપસી મુશ્કેલ લાગી રહી છે. ધવનને એશિયા કપ અને વિશ્વકપ જેવી ટૂર્નામેન્ટમાંથી પણ બહાર રાખવામાં આવ્યો હતો.

4/5
ભુવનેશ્વર માટે બંધ થયા દરવાજા
 ભુવનેશ્વર માટે બંધ થયા દરવાજા

બીસીસીઆઈએ જાહેર કરેલા નવા કોન્ટ્રાક્ટમાં ભુવનેશ્વર કુમાર પણ સામેલ નથી. ભુવી છેલ્લા ઘણા સમયથી બહાર છે. હવે ટીમ માટે નવા ફાસ્ટ બોલરો પણ આવી ગયા છે. તેવામાં ભુવનેશ્વર કુમાર માટે વાપસી અસંભવ લાગી રહી છે.

5/5
ઉમેશ યાદવ
 ઉમેશ યાદવ

ભુવનેશ્વર સિવાય ફાસ્ટ બોલર ઉમેશ યાદવ પણ બીસીસીઆઈના પ્લાનમાંથી બહાર છે. ઉમેશ યાદવને પણ આ નવા કોન્ટ્રાક્ટમાં સામેલ કરવામાં આવ્યો નથી. તેવામાં તેની ટીમ ઈન્ડિયામાં વાપસી મુશ્કેલ લાગી રહી છે.   





Read More