PHOTOS

ચોમાસામાં સાપુતારા ફરવા જનારા મુસાફરો માટે ખાસ ખબર, ભૂલથી પણ આ કામ ન કરતા

Dang Heavy Rain : છેલ્લાં 24 કલાકમાં ડાંગમાં 10 ઈંચ વરસાદ નોંધાયો છે. ત્યારે ડાંગ ફરવા જનારા પ્રવાસીઓ વધી રહ્યા છે. આવામાં :સાપુતારા આવતા સહેલાણીઓને સાવચેત રહેવા સૂચના અપાઈ છે. નદી, નાળા, કોતરો, જળધોધમાં ઉતરવું નહીં અને ખીણ પ્રદેશ, ડુંગરો, વન્યજીવો સાથે જોખમી રીતે સેલ્ફી લેવા કે ફોટોગ્રાફી ન કરવા સૂચનો અપાયા. 

Advertisement
1/5
ડાંગમાં વરસાદની તોફાની બેટિંગ 
ડાંગમાં વરસાદની તોફાની બેટિંગ 

સતત બીજા દિવસે દક્ષિણ ગુજરાતમાં વરસાદની તોફાની બેટિંગ જોવા મળી છે. ઉપરવાસમાં વરસાદના કારણે નદી-નાળા છલકાયા. હજુ 2 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 160 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો. જેમાં ડાંગમાં સૌથી વધુ 10 ઈંચ તો કપરાડામાં પોણા 10 ઈંચ વરસાદ વરસ્યો.    

2/5
ગીરાધોધ સક્રિય થતા પ્રવાસીઓમાં આનંદ
ગીરાધોધ સક્રિય થતા પ્રવાસીઓમાં આનંદ

ડાંગ જિલ્લામાં ભારે વરસાદ બાદ પ્રવાસીઓ ઉમટ્યા છે. સાપુતારા અને તળેટી વિસ્તારોમાં વરસાદ પડતા અંબિકા નદી બે કાંઠે વહેતી થઈ છે. ડાંગ જિલ્લાની ઓળખ સમાન અંબિકા નદી ઉપર આવેલો ગીરા ધોધ પણ સક્રિય થઈ ગયો છે. ગીરાધોધ સક્રિય થતા પ્રવાસીઓમાં આનંદ છવાયો છે. જિલ્લાના સુબીર આહવા અને વઘઇ તાલુકામાં હાલમાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. તો જિલ્લાની અંબિકા પૂર્ણાં અને ખાપરી નદીઓ બે કાંઠે વહેતી થઈ.   

Banner Image
3/5
ગીર ધોધ નજીક ન જવા સૂચના 
ગીર ધોધ નજીક ન જવા સૂચના 

ડાંગના પ્રવેશ દ્વાર વઘઈ ખાતે આવેલ ગીરાધોધ સોળે કળાએ ખીલ્યો છે. ડાંગ જિલ્લામા વરસી રહેલા અવિરત વરસાદને લઈ ગીરા ધોધમાં પાણીની આવક સતત વધી રહી છે. હાલ અંબિકા નદી પર આવેલ ગીરાધોધ રૌદ્ર સ્વરૂપમાં જોવા મળી રહ્યો છે. જેથી પ્રવાસીઓને ગીરાધોધ નજીક ન જવા તંત્રએ સૂચનાઆપી. 

4/5
શિવઘાટ ધોધનો શિવ પર અભિષેક 
શિવઘાટ ધોધનો શિવ પર અભિષેક 

ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ અને અવિરત વરસાદને લઈ વઘઈ આહવા માર્ગ પર આવેલ શિવઘાટ ધોધ પણ જાગૃત થયો. શિવઘાટના અદભૂત નજારા કેમેરામાં કેદ થયા છે. ચોમાસાની શરૂઆતમાં જ શિવઘાટ સુંદર દ્રશ્યો રચી રહ્યું છે. 

5/5
મુસાફરોને ખાસ અપીલ
મુસાફરોને ખાસ અપીલ

ચોમાસાની ઋતુમાં ડાંગ જિલ્લાની પ્રાકૃતિક સુંદરતા માણવા આવતા પ્રકૃતિપ્રેમી પર્યટકોને ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે કે, નદી, નાળા, કોતરો, જળધોધમાં ઉતરવું નહીં અને ખીણ પ્રદેશ, ડુંગરો, વન્યજીવો સાથે જોખમી રીતે સેલ્ફી લેવા કે ફોટોગ્રાફી ન કરવી. આ સાથે જાહેર માર્ગો કે સાર્વજનિક પર્યટન સ્થળોએ આડેધડ વાહનો પાર્ક ન કરવા. તંત્રએ નાગરિકોને અપીલ કરતા જણાવ્યું છે કે, વરસાદી વહેણ કે પાણી ભરાયાં હોય તેવા માર્ગો કે પુલો પરથી પસાર ન થવું ભૂસ્ખલનને કારણે બંધ કરાયેલા માર્ગોનો ઉપયોગ ન કરવો. કાયદો વ્યવસ્થા જાળવતા લશ્કરો અને સ્વયંસેવકોને સહયોગ આપવો. તેમજ જિલ્લા વહીવટી તંત્રએ સૌને યોગ્ય રીતે પ્રાકૃતિક નજારાને માણવા અને પ્રજાધર્મ નિભાવી વિશેષ જાગૃતિ દાખવવા અપીલ કરી છે.





Read More