સલમાન ખાન (Salman Khan)ના મોસ્ટ કોન્ટ્રોવર્શિયલ રિયાલિટી શો બિગબોસ 13 (Bigg Boss 13) શરૂ થવામાં હવે માત્ર એક અઠવાડિયું જ બાકી છે. આ વખતે પહેલીવાર આ શોનો સેટ મુંબઈ (Mumbai) માં શિફ્ટ કરાયો છે. પરંતુ તેનો સેટ પહેલાના 12 સેટ કરતા સાવ અલગ અને રોયલ છે. આમ તો બિગબોસ (Bigg Boss) મેકર્સનો પ્રયાસ રહે છે કે, શો શરૂ થાય ત્યાં સુધી સેટ સિક્રેટ રહે. પરંતુ સેટની INSIDE PHOTOS લિક થઈ છે. જેને જોઈને તમે પણ કહેશો વાહ...
દર વર્ષની જેમ આ વખતે પણ સેટ આલિશાન છે. જેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર થઈ છે.
ગાર્ડન એરિયાને એકદમ લીલુછમ બનાવાયું છે. જેથી ઘરવાળાઓને કોઈ પ્રકારની તકલીફોનો સામનો કરવો ન પડે. અહીં બિગબોસનો મોટો લોગો પણ નજર આવી રહ્યો છે.
લિવિંગ રૂમ એકદમ કલરફુલ બનાવવામાં આવ્યો છે. પર્પલ કલરના સોફા એકદમ ક્લાસી લાગે છે. આ રૂમમાં મોટાભાગે પિંક કલરનો વધુ વપરાશ કરાયો છે.
ઘરના બેડરૂમમાં 14 લોકો માટે વ્યવસ્થા કરાઈ છે. જેમાં એક મખમલી સોફો પણ મૂકવામાં આવ્યો છે.
આ વખતે ડાઈનિંગ એરિયાને વધુ કલરફુલ બનાવાયું છે. કારણ કે, આ જ એરિયામાં સૌથી વધુ ગોસિપ થાય છે. અને તેના પર વધુ ફોકસ રહે છે.
કિચન દર વખતની સરખામણીમાં વધુ રોયલ લાગે છે. જેને જોઈને જ ત્યાં વધુ સમય રહેવાનું મન થઈ જાય.
આ વખતે કન્ફેશન રૂમ એક મોટા રૂમ જેવો હશે. જેમાં બિગબોસનો આંખનો લોગોના અરીસા લગાવાયા છે.
Bigg Boss 13નું વોશરૂમ બહુ જ ખાસ બનાવાયું છે. અહીં બેસવાની જગ્યાએ પેરાશૂટ બનેલું છે.
બિગબોસના નવા ઘરમાં જગ્યા જગ્યાએ શતરંજના મહોરા નજર આવી રહ્યાં છે. જે આ ગેમની દરેક ચાલને પળપળે યાદ કરાવે તેવા છે. (ફોટો સાભાર : Twitter@Thekhabri)