t : ગુજરાતમાં ચોમાસાએ ગતિ પકડતા જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે ગુજરાતના અનેક જિલ્લાઓ માટે ભારેથી અતિભારે વરસાદની ...
હવામાન વિભાગના એક્સપર્ટ પ્રદીપ શર્માએ આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. જેમાં સૌરાષ્ટ્રમાં પોરબંદર, જામનગર, જૂનાગઢ, અને દ્વારકામાં ભારે વરસાદ જોવા મળશે. તો સુરેન્દ્રનગર, બનાસકાંઠા, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી છે.
હવામાન વિભાગે આજે સોમવારે નાવકાસ્ટ બુલેટીન જાહેર કરીને આગામી ત્રણ કલાક માટે વરસાદની આગાહી આપી છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. તો પંચમહાલ, વડોદરા, ભરૂચ, આણંદ, ખેડા, ગાંધીનગર, અમદાવાદ, મહેસાણા, દમણ, વલસાડ, દાદર અને નગર હવેલીમાં વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રમાં યેલો અલર્ટ સાથે હળવા વરસાદની આગાહી છે.
દેશના અનેક વિસ્તારોમાં ચોમાસાએ ગતિ પકડી લીધી છે. પશ્ચિમ બંગાળ, બાંગ્લાદેશ અને આસામ ઉપરની હવામાં ચક્રવાતી હવાઓનો પ્રભાવ જોવા મળતાં સર્જાયેલી હવામાન સિસ્ટમને કારણે પૂર્વ, મધ્ય, પશ્ચિમ, વાયવ્ય અને દક્ષિણ ભારતમાં આગામી દિવસોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ તૂટી પડે તેવી સંભાવના છે. ૨૩ જૂનના રોજ મધ્યપ્રદેશમાં અતિભારે વરસાદ થતાં પાણી ભરાઈ જવાની અને ભેખડો ધસી પડવાની સંભાવના છે. ઉત્તર ભારત માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
મધ્ય અને પૂર્વ ભારતમાં ૨૩ જૂન અને ૨૪ જૂનના રોજ મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થઈ શકે છે. બિહાર, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ૨૨ થી ૨૭ જૂન સુધી ભારે વરસાદ થઇ શકે છે. પશ્ચિમ ભારતના ગુજરાત, કોંકણ અને ગોવામાં ૨૨ થી ૨૮ જૂન સુધી ભારે વરસાદ થઈ શકે છે. વાયવ્ય ભારત અને પૂર્વ રાજસ્થાનમાં ૨૩ જૂનના રોજ અતિ ભારે વરસાદ થઇ શકે છે. હિમાચલ, ઉત્તરાખંડ, હરિયાણા અને પંજાબમાં ૨૨થી ૨૬ જૂન સુધી અતિ ભારે વરસાદ થઈ શકે છે. ઉત્તરપ્રદેશમાં ૨૩ જૂનના રોજ પણ અતિ ભારે વરસાદ વરસવાની આગાહી છે.
વરસાદી આંકડા પર નજર કરીએ તો, ગત 24 કલાકમાં રાજ્યના 165 તાલુકામાં વરસાદ નોંધાય. જેમાં જામનગરના જોડિયામાં સૌથી વધુ સવા 7 ઈંચ વરસાદ નોંધાયો. તો જૂનાગઢના મેંદરડામાં 6, વંથલીમાં 4.5 ઈંચ વરસાદ, સુરતના પલસાણામાં પોણા 6 ઈંચ વરસાદ, વલસાડના કપરાડા, બનાસકાંઠાના અમીરગઢમાં 5 ઈંચ વરસાદ રહ્યો. રાજ્યના 12 તાલુકામાં વરસ્યો 4 ઈંચથી વધારે વરસાદ નોંધાયો. જૂનાગઢમાં મોટાભાગે 4 ઈંચથી વધારે વરસાદ વરસ્યો. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં નોંધપાત્ર વરસાદ રહ્યો. ઉત્તર ગુજરાતમાં પણ ધમાકેદાર વરસાદ વરસ્યો.