Gold Purity Mobile App: ગોલ્ડ ખરીદવા (Gold Buying)માં સૌથી મોટું રિસ્ક રહે છે તેની શુદ્ધતા. કેમ કે, જે કેરેટમાં જણાવી ગોલ્ડ તેમને વેચવામાં આવી રહ્યું છે, તે ખરેખરમાં એટલું શુદ્ધ છે, તેને ચેક કરવાનું અત્યાર સુધીમાં કોઈ મેકેનિઝ્મ નથી, પરંતુ હવે સરકારે જાતે એક એપ દ્વારા આ મુશ્કેલીને સરળ કરી છે.
કેન્દ્રીય ઉપભોક્તા તેમજ ખાદ્ય મંત્રાલય (Ministry of Consumer Affairs, Food and Public Distribution)એ એક મોબાઇલ એપ BIS-Care app લોન્ચ કરી છે. જેનો ઉપયોગ કરતા ગ્રાહક (Consumer) ગોલ્ડની શુદ્ધતાની તપાસ કરી શકે છે.
આ એપ દ્વારા માત્ર ગોલ્ડની શુદ્ધતાની તપાસ જ નહીં પરંતુ તેની સાથે જોડાયેલી કોઈપણ ફરિયાદ પણ કરી શકો છો. આ એપમાં જો સામાનનું લાયસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો આવે છે તો ગ્રાહક તેની ફરિયાદ તાત્કાલીક કરી શકે છે. આ એપ દ્વારા તાત્કાલીક ગ્રાહકની ફરિયાદ નોંધવાની જાણકારી મળી જશે.
તમને જણાવી દઇએ કે, કેન્દ્ર સરકાર દ્વારા આ એપને આ વર્ષે જુલાઈમાં લોન્ચ કરવામાં આવી હતી, જેમાં ગ્રાહક સોનાની શુદ્ધતાની તપાસ જાતે કરી શકે છે. આ વર્ષે ઉપભોક્તા સંરક્ષણ અધિનિયમ 2019 (Consumer Protection Act 2019)ના પણ સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવી છે.
તમને જણાવી દઇએ કે, BIS ધોરણોને લાગુ કરવાની સાથે સાથે સત્યતાની પ્રામાણિકતાની તપાસ પણ કરે છે. હાલમાં જ BISએ કહ્યું હતું કે, દેશભરમાં લગભગ 37,000 ધોરણો જારી કરવામાં આવ્યા છે. BIS-Care app હાલ Android યુઝર્સ માટે છે. IOS યુઝર્સ માટે હજી ઉપલબ્ધ નથી. આ એપ Googel Play Storeથી ડાઉનલોડ કરી શકાય છે.
વર્ષ 2021ની શરૂઆતમાં જ ગોલ્ડને લઇને મોટી જાહેરાત સરકાર કરી શકે છે. 2021ના મધ્યમાં જ દેશમાં 'વન નેશન વન સ્ટાન્ડર્ડ' યોજના પણ લાગુ થવા જ રહી છે.