PHOTOS

અનોખી પરંપરા....જ્યાં મહિલાઓના આ અંગને જોઈને નક્કી કરવામાં આવે છે દહેજ

દુનિયામાં એવી અનેક જનજાતિઓ છે જેમની પોતાની અનોખી અને કેટલીક તો  ચોંકાવનારી પરંપરાઓ હોય છે. આ પરંપરાઓ તેમના જીવન જીવવાની રીત, સુંદરતાના માપદંડ, અને લગ્ન પ્રસંગના રીતિ રિવાજો દર્શાવે છે. એક એવી અનોખી જનજાતિ છે જ્યાં મહિલાઓની શારીરિક બનાવટના એક  ખાસ પહેલુને જોઈને દહેજ નક્કી થાય છે. 

Advertisement
1/8

દુનિયામાં એક એવી અનોખી જનજાતિ છે જ્યાં મહિલાઓ માટે સુંદરતાના એક અલગ જ માપદંડ છે. અહીં છોકરીઓના હોઠમાં પ્લેટ નાખવાની પરંપરા છે. તેને તેઓ પોતાની ઓળખ અને સુંદરતા માટે મહત્વનો ભાગ ગણે છે. 

2/8

આ જનજાતિ મુર્સી જનજાતિ છે. જે મુખ્ય રીતે ઈથિયોપિયાની ઓમો ઘાટીમાં રહે છે. તે પોતાની ખાસ પરંપરાઓ, અનોખી વેશભૂષા અને જીવનશૈલી માટે દુનિયામાં જાણીતી છે. 

Banner Image
3/8

મુર્સી મહિલાઓ પોતાની કિશોરાવસ્થામાં નીચેના હોથને વિંધાવે છે. ત્યારબાદ તેમાં ધીરે ધીરે માટી કે લાકડીની બનેલી પ્લેટ નાખવામાં આવે છે. સમય જતા હોથ ખેંતાઈને મોટા થઈ જાય છે અને તેમાં વધુ મોટી પ્લેટ નાખવામાં આવે છે. 

4/8

મુર્સી સમાજમાં આ પરંપરાને સુંદરતા અને સમાજમાં માનનું પ્રતિક ગણવામાં આવે છે. જે મહિલાના હોઠમાં જેટલી મોટી પ્લેટ હોય તેને એટલી જ સુંદર અને સન્માનિત ગણવામાં આવે છે. આ તેમની સંસ્કૃતિનો એક મહત્વપૂર્ણ હિસ્સો છે. 

5/8

આ પ્રથાનો સૌથી ચોંકાવનારો પહેલુ વિવાહમાં મળતા દહેજ સાથે તેનો સીધો સંબંધ છે. વિવાહ સમયે છોકરીના હોઠમાં લાગેલી પ્લેટનો આકાર જોઈને જ દહેજ નક્કી થાય છે. 

6/8

મુર્સી સમાજમાં આ એક સામાન્ય વાત છે કે જે મહિલાના હોઠમાં જેટલી મોટી પ્લેટ હોય તેના પરિવારને વિવાહમાં એટલું વધુ દહેજ મળે છે. આ દહેજ સામાન્ય રીતે પશુધન તરીકે હોય છે. 

7/8

આજની આધુનિક દુનિયામાં પણ મુર્સી જનજાતિ પોતાની આ અનોખી પરંપરાને મહદઅંશે બચાવી શક્યા છે. આ તેમના પોતાના નિયમો અને જીવન જીવવાની રીત દર્શાવે છે. જ્યાં સદીઓ જૂની પ્રથાઓ આજે પણ નિભાવવામાં આવે છે. 

8/8

આજનીઆધુનિક દુનિયામાં પણ મુર્સી જનજાતિ પોતાની આ અનોખી પરંપરાને મહદઅંશે બચાવી શક્યા છે. આ તેમના પોતાના નિયમો અને જીવન જીવવાની રીત દર્શાવે છે. જ્યાં સદીઓ જૂની પ્રથાઓ આજે પણ નિભાવવામાં આવે છે. 

 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી મીડિયા રિપોર્ટ્સ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)





Read More