PHOTOS

Photos : 26 સીટ જીતવાનો ભાજપનો હરખ સમાતો નથી, મોટો ઘંટ વગાડી બતાવ્યો ઉત્સાહ

ગુજરાતની 26એ 26 બેઠક પર કોંગ્રેસનો સફાયો થયો છે. એક તરફ, જ્યાં ઈલેક્શન પહેલા ભાજપને જે સીટો પર જીત મુશ્કેલ લાગતી હતી, જે સીટો પર કયા ઉમેદવાર ઉભા રાખવા તે પણ મુશ્કેલ હતું, ત્યાં પણ ભાજપે જંગી લીડ મેળવી લીધી છે. ત્યારે ભાજપનો આ હરખ સમાતો નથી. ત્યારે ગુજરાતભમાં ભાજપના કાર્યકર્તાઓમાં ખુશીની લહેરખી છવાઈ ગઈ છે. 

Advertisement
1/4

સૌથી પહેલો જશ્ન તો ભાજપ કાર્યાલય કમલમ ખાતે ઉજવાયો હતો. જ્યાં જીત થતી દેખાઈ, ત્યા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ કમલમ પર પહોંચ્યા હતા. અહીં ઢોલનગાડા સાથે કાર્યકર્તાઓ નાચગાન કરતા જોવા મળ્યા હતા. તો બીજી તરફ, મોટો ઘંટ વગાડી ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. આ ઘંટને સમગ્ર કેમ્પસમાં ફેરવીને જીતની ખુશી દાખવી હતી. 

2/4

તો 26એ 26 બેઠક પર ભાજપના કાર્યકર્તાઓનો ઉત્સાહ જોવા મળ્યો હતો. ક્યાંક ફટાકડા ફોડી, તો ક્યાંક મીઠાઈઓ વહેંચીને સેલિબ્રેશન કર્યું હતું.

Banner Image
3/4

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાના ઘરની બહાર પણ લોકોએ ફટાકડા ફોડીને જશ્ન મનાવ્યો હતો. જેથી હીરાબાએ બહાર આવીને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. 

4/4

તમામ બેઠકો પર જીત બાદ આજે ભાજપ દ્વારા વિવિધ શહેરોમાં સભા તથા કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવનાર છે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. 





Read More