PHOTOS

આ ચાથી કેન્સરનું રિસ્ક થઈ શકે છે ઓછું, જાણો બનાવવાની અને સેવન કરવાની રીત

Black Tea Benefits: ભારત સહિત દુનિયાભરના દેશોમાં લોકો ચાનું સેવન કરે છે. ભારતમાં મોટાભાગના લોકો તેમના દિવસની શરૂઆત ચાથી કરે છે. અત્યાર સુધીના ઘણી સ્ટડીમાં ચાના ફાયદા અને ગેરફાયદા બન્ને પર સામે આવી ચૂક્યા છે. જો તમે યોગ્ય રીતે અને યોગ્ય સમયે, યોગ્ય માત્રામાં ચાનું સેવન કરો છો, તો તમે તેના નુકસાનથી બચી શકો છો.

Advertisement
1/6
બ્લેક ટી
બ્લેક ટી

બ્લેક ટીમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. દૂધ અને ખાંડ વગરની ચામાં ઓછી કેલરી હોય છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે હેલ્ધી વિકલ્પ છે. બ્લેક ટી પીવાથી બ્લડ સુગર લેવલ અચાનક વધતું નથી. જ્યારે દૂધ અને ખાંડવાળી ચા પીવાથી વજન ઝડપથી વધી શકે છે.

2/6
કેન્સરનું જોખમ
કેન્સરનું જોખમ

બ્લેક ટી કેન્સરનું જોખમને ઓછું કરી શકે છે. Ucla healthના રિપોર્ટ અનુસાર ચામાં પોલીફેનોલ્સ હોય છે, જે કેન્સર સામે લડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. રિપોર્ટ અનુસાર બ્લેક ટી સ્ક્વેમસ સેલ કાર્સિનોમા સ્કિન કેન્સરનું જોખમ ઘટાડી શકે છે.

Banner Image
3/6
કેટલી માત્રામાં સેવન કરવું
કેટલી માત્રામાં સેવન કરવું

દરરોજ 2 થી 3 કપ બ્લેક ટી પીવી જોઈએ. વધુ પડતા કેફીનનું સેવન કરવાથી બેચેની અને ઊંઘની સમસ્યા વધી શકે છે. આવી સ્થિતિમાં વધુ પડતું કેફીન ન લેવું જોઈએ. 300 મિલિગ્રામ કેફીનનું સેવન કરી શકાય છે.

4/6
ચા કેવી રીતે બનાવવી
ચા કેવી રીતે બનાવવી

એક કપ પાણીને ગરમ કરવા માટે તપેલીમાં નાખો. હવે આ પાણીમાં થોડી ચાની પત્તી નાખો. પાણી ઉકળવા લાગે એટલે ગેસ બંધ કરી દો. હવે તમારી બ્લેક ટી તૈયાર છે. આ ચા તમે સવારે નાસ્તામાં પી શકો છો. તમે સાંજે નાસ્તાના સમયે પણ આ ચાનું સેવન કરી શકો છો. રાત્રે સૂતા પહેલા ચા ન પીવી જોઈએ.

5/6
કેવી ચા ન પીવી જોઈએ
કેવી ચા ન પીવી જોઈએ

કેટલાક લોકો બ્લેક ટીમાં લીંબુનો રસ અને ખાંડ મિક્સ કરીને પીવે છે. જ્યારે કેટલાક લોકો દૂધ અને ખાંડ મિક્સ કરીને ચા પીવે છે. જ્યારે આવું ન કરવું જોઈએ. ખાંડવાળી ચા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક નથી. ખાંડ વગર ચા પીવી જોઈએ.

6/6
Disclaimer
Disclaimer

પ્રિય વાચક, અમારા સમાચાર વાંચવા બદલ આભાર. આ સમાચાર ફક્ત તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યા છે. અમે આ લખવા માટે ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતીની મદદ લીધી છે. Zee 24 કલાક આ વાતની પુષ્ટિ કરતું નથી. જો તમે ક્યાંય પણ તમારા સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ વાંચો છો, તો તેને અપનાવતા પહેલા ચોક્કસપણે ડોક્ટરની સલાહ લો.





Read More